અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ તરીકે Joe Biden થોડી જ વારમાં શપથ લેશે

|

Jan 20, 2021 | 10:09 PM

અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ તરીકે જો બાઈડન (Joe Biden) થોડી જ વારમાં શપથ ગ્રહણ કરશે. જેની માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. ડેમોક્રેટિક પાર્ટીથી આવનારા જો બાઈડનના શપથ ગ્રહણ પૂર્વે બરાક ઓબામા મિશેલ ઓબામા સાથે શપથ ગ્રહણ સમારોહ સ્થળ માટે અમેરિકી કેપિટોલ પહોંચ્યા છે.

અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ તરીકે Joe Biden થોડી જ વારમાં શપથ લેશે

Follow us on

અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ તરીકે જો બાઈડન (Joe Biden) થોડી જ વારમાં શપથ ગ્રહણ કરશે. જેની માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. ડેમોક્રેટિક પાર્ટીથી આવનારા જો બાઈડનના શપથ ગ્રહણ પૂર્વે બરાક ઓબામા મિશેલ ઓબામા સાથે શપથ ગ્રહણ સમારોહ સ્થળ માટે અમેરિકી કેપિટોલ પહોંચ્યા છે. જો બાઈડન આજે અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ તરીકે પદ અને ગુપ્તતાના શપથ લેશે. આ સાથે તે દેશના ઈતિહાસમાં સૌથી વૃદ્ધ રાષ્ટ્રપતિ પણ બનશે. નવેમ્બર 2020માં તે 78 વર્ષના થઈ ગયા છે. તમને અહીં એ પણ જણાવી દઈએ કે તેમના પહેલા સૌથી પહેલા વયોવૃદ્ધ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હતા.

 

 

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

બાઈડનનું પૂરું નામ જોસેફ આર બાઈડન છે. આ પહેલા તેમણે યુએસના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના વહીવટીતંત્રમાં ઉપ-રાષ્ટ્રપતિની ભૂમિકા પણ નિભાવી છે. બાઈડેન સરકારમાં ભારતીય મૂળના કમલા હેરિસ ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. અમેરિકાના ઈતિહાસનો આ 59મો શપથ ગ્રહણ સમારોહ હશે. અમેરિકન ઈતિહાસમાં આ પહેલીવાર છે કે જ્યારે આટલો વિવાદ ઉભો થયો. જો કે, કેપિટોલ બિલ્ડિંગમાં 6 જાન્યુઆરી 2021માં થયેલી હિંસાને ધ્યાનમાં રાખીને આ વખતે એક મજબૂત સુરક્ષા ગોઠવવામાં આવી છે.

 

આ પણ વાંચો: IPL 2021: જાણો કઈ ટીમમાંથી કોને કર્યા રીટેન, કોને મુકાયા પડતા

Next Article