Joe Bidenએ ઇમરાન ખાનને આપ્યો પહેલો ઝટકો, અમેરિકાના નાગરિકોને પાકિસ્તાન ન જવાની આપી સલાહ

|

Jan 27, 2021 | 7:33 AM

Joe Bidenના અમેરિકી રાષ્ટ્રપતિ બનાવથી પાકિસ્તાનને અમેરિકા સાથે સંબંધો સુધરવાની આશા હતી. જો કે જો બાઈડને સત્તા પર આવતા જ પાકિસ્તાનના વડાપ્રધન ઈમરાન ખાનને આ પહેલો ઝટકો આપ્યો છે.

Joe Bidenએ ઇમરાન ખાનને આપ્યો પહેલો ઝટકો, અમેરિકાના નાગરિકોને પાકિસ્તાન ન જવાની આપી સલાહ
Joe Biden

Follow us on

અમેરિકાના નવનિયુક્ત રાષ્ટ્રપતિ Joe Bidenએ સત્તા સંભાળતા જ ઘણા મહત્વના અને આકરા નિયમો લેવાની શરૂઆત કરી દીધી છે. રાષ્ટ્રપતિ જો બાઈડનના એક નિર્ણયથી પાકિસ્તાનની મુશ્કેલીઓ પણ વધી છે. Joe Bidenએ સત્તા સંભાળતા જ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનને ઝટકો આપ્યો છે. રાષ્ટ્રપતિ જો બાઈડને અમેરિકાના નાગરીકોને પાકિસ્તાન ન જવાની સલાહ આપી છે.

વિદેશ મંત્રાલયે જાહેર કરી ટ્રાવેલ એડવાઈઝરી
રાષ્ટ્રપતિ જો બાઈડનના નિર્ણય અંગે અમેરિકાના વિદેશ મંત્રાલયે અમેરિકાના નાગરિકો માટે ત્રણ દેશોમાં ન જવાની સલાહ આપતી ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી છે. આ ટ્રાવેલ એડવાઈઝરીમાં પાકિસ્તાનની યાત્રાને ખતરનાક અને જોખમકારક દર્શાવી છે. આ ત્રણ દેશોમાં પાકિસ્તાન ઉપરાંત અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશનો પણ સમાવેશ થાય છે. અમેરિકાના વિદેશ મંત્રાલયે આ ટ્રાવેલ એડવાઈઝરીમાં કહ્યું કે આતંકવાદ અને સશસ્ત્ર સંઘર્ષના ખતરાને ધ્યાનમાં રાખતા અમેરિકાના નાગરિકોએ પાકિસ્તાન, પાકિસ્તાન-ભારતની બોર્ડરથી અલગ રહેવું.

બલુચિસ્તાન અને ખૈબર પખ્તુનવામાં ન જવાની સલાહ
અમેરિકાના વિદેશ મંત્રાલયે અમેરિકાના નાગરિકો માટે જાહેર કરેલી ટ્રાવેલ એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે કોરોના વાયરસ, આતંકવાદ અને સાંપ્રદાયિક હિંસાને ધ્યાનમાં રાખીને પાકિસ્તાનની યાત્રા કરતા પહેલા વિચાર કરવો જોઈએ. આતંકવાદ અને અપહરણની ઘટનાને જોતા બલુચિસ્તાન અને ખૈબર પખ્તુનવા પ્રાંતમાં પ્રવાસ ટાળવો જોઈએ. બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના પ્રવાસે ન જવા માટે પણ આવા જ પરિબળો દર્શાવવામાં આવ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

જો બાઈડન તરફથી ઇમરાનને પહેલો ઝટકો
જો બાઈડનના અમેરિકી રાષ્ટ્રપતિ બનાવથી પાકિસ્તાનને અમેરિકા સાથે સંબંધો સુધરવાની આશા હતી. જો કે જો બાઈડને સત્તા પર આવતા જ પાકિસ્તાનના વડાપ્રધન ઈમરાન ખાનને આ પહેલો ઝટકો આપ્યો છે. આતંકવાદને લઈને પાકિસ્તાનને અવારનાવર દુનિયાભરમાંથી જાકારો મળી રહ્યો છે આમ છતાં આતંકવાદ અંગે પાકિસ્તાનના વડાપ્રધાનના વલણમાં કોઈ પરિવર્તન નથી આવી રહ્યું. અમેરિકાના નવા સંરક્ષણ પ્રધાન લોયડ ઓસ્ટીને પણ એક નિવેદનમાં કહ્યું હતું કે અમે આતંકવાદના મુદ્દે પાકિસ્તાન પર દબાણ કરીશું.

Next Article