જો બાયડેને કહ્યું કે, અમેરિકા અને ભારત મજબૂત ભાગીદાર દેશો છે, G20માં ભારતને મદદ કરવા આતુર છીએ

|

Dec 03, 2022 | 10:02 AM

અમેરિકાના (us)રાષ્ટ્રપતિ જો બાયડેને જણાવ્યું છે કે અમેરિકા ભારતનો મજબૂત ભાગીદાર છે. અમેરિકન રાષ્ટ્રપતિએ જણાવ્યું છે કે "બંને દેશોએ સાથે મળીને વિશ્વમાં આવતા સામાન્ય પડકારોનો સામનો કરીશું, અને એક ટકાઉ અને સંગઠીત વિકાસને આગળ વધારીશું."

જો બાયડેને કહ્યું  કે, અમેરિકા અને ભારત મજબૂત ભાગીદાર દેશો છે, G20માં ભારતને મદદ કરવા આતુર છીએ
અમેરિકન પ્રમુખ જો બાયડેન (ફાઇલ ફોટો)

Follow us on

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડેને અમેરિકા અને ભારતને પોતાના મજબૂત ભાગીદાર ગણાવ્યા છે. બાયડેને વધુમાં કહ્યું કે તેઓ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેમના G20ની અધ્યક્ષતા દરમિયાન સતત મદદ કરવા આતુર છીએ. બાયડેને ઉમેર્યું કે ભારત અને અમેરિકા બંને દેશો એકબીજા માટે મજબૂત ભાગીદાર દેશો છે. રાષ્ટ્રપતિ બાયડેને કહ્યું કે ” અમેરિકા અને ભારતે સાથે મળીને આબોહવા, ઉર્જા-ખાદ્ય કટોકટી જેવા સામાન્ય પડકારો સામનો કરીને એક ટકાઉ અને સર્વ સંગઠીત વિકાસને આગળ વધારવો જોઇએ.” આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

નોંધનીય છેકે ભારતે 01 ડિસેમ્બરના રોજ G20નું પ્રમુખપદ મેળવ્યું છે. ભારત દેશ આવનાર વર્ષે 2023માં યોજાનારી G20 કોન્ફરન્સને આયોજીત કરવા જઇ રહ્યું છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભારતના G20 પ્રમુખપદને સંરક્ષણ-સંવાદિતા અને આશાનું પ્રમુખપદ બનાવવા માટે એકતાથી કામ કરવાનું આહ્વાન કરવામાં આવ્યા છે. વન અર્થ, વન ફેમિલી, વન ફ્યુચરની થીમથી પ્રેરિત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જણાવવામાં આવ્યું છે કે ભારત એકતાને પ્રોત્સાહન આપવા માટે કામ કરશે. અને આતંક, આબોહવા પરિવર્તન, રોગચાળાને સૌથી મોટા પડકારો તરીકે સૂચિબદ્ધ કરશે. જેનો સારી રીતે સાથે મળીને સામનો કરી શકાય છે.

300 ટેક્સી ડ્રાઈવરોને ભારત ભાષાની તાલીમ આપી રહ્યું છે

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

દરમિયાન, સરકારે G20 બેઠકને ધ્યાનમાં રાખીને વિદેશી પ્રતિનિધિઓની સુવિધા માટે 300 ટેક્સી, કેબ અને અન્ય વાહન ચાલકોને વિદેશી ભાષાઓ સાથે વ્યવહારુ અને કૌશલ્યની તાલીમ આપી છે. ભારત આવતા વર્ષમાં 56 થી વધુ સ્થળોએ દેશભરમાં 200 થી વધુ બેઠકોનું આયોજન કરશે, જેમાંથી પ્રથમ આ સપ્તાહના અંતમાં ઉદયપુરમાં યોજાશે. જી-20 સમિટ સપ્ટેમ્બર 2023માં નવી દિલ્હીમાં યોજાશે.

મહેમાનોનું હાર્દિક સ્વાગત કરશે

પર્યટન મંત્રી જી કિશન રેડ્ડીએ કહ્યું કે, ભારત વસુધૈવ કુટુમ્બકમ અને અતિથિ દેવો ભવના મૂલ્યોનું સમર્થન કરે છે. તેમણે કહ્યું કે, તમામ મહેમાનોને ભારતીય સંસ્કૃતિની આ ભાવના અને ઉષ્મા સાથે આવકારવાની જવાબદારી અમારી છે, એમ તેમણે કહ્યું. રેડ્ડીએ કહ્યું કે આ તાલીમ પ્રવાસન મંત્રાલયની અનેક પહેલોમાંથી એક છે, જે પ્રવાસન ક્ષેત્રમાં કામ કરી રહી છે. G-20માં આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, ફ્રાન્સ, જર્મની, ભારત, ઇન્ડોનેશિયા, ઇટાલી, જાપાન, રિપબ્લિક ઓફ કોરિયા, મેક્સિકો, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, તુર્કી, યુનાઇટેડ કિંગડમ, યુનાઇટેડ સ્ટેટ્સ અને યુરોપિયન યુનિયનનો સમાવેશ થાય છે. (EU) નો સમાવેશ થાય છે.

(ઇનપુટ-ભાષાંતર-પીટીઆઇ)

Published On - 10:02 am, Sat, 3 December 22

Next Article