Japan America: જાપાનના PM Fumio બાઈડનને મળ્યા, ભારત વિશે કહી આ વાત

|

Jan 14, 2023 | 9:15 AM

અમરિકા(USA) અને જાપાન (Japan) સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું કે, અમે આસિયાન કેન્દ્રિયતા અને એકતા તેમજ ઈન્ડો-પેસિફિક પર આસિયાન (દક્ષિણપૂર્વ એશિયાનાં દેશોનાં સમૂહ)ને સમર્થન આપવાનું ચાલુ રાખીશું.

Japan America: જાપાનના PM Fumio બાઈડનને મળ્યા, ભારત વિશે કહી આ વાત
Image Credit source: Tv9 ભારતવર્ષ

Follow us on

જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા શુક્રવારે અમેરિકા પહોંચ્યા હતા. PM ફુમિયો કિશિદા અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનને મળ્યા હતા. આ દરમિયાન તેઓએ એકબીજા સાથે અનેક મુદ્દાઓ પર દ્વિપક્ષીય ચર્ચા કરી હતી. આ ચર્ચા બાદ સંયુક્ત નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું, તેમાં કહેવામાં આવ્યું છે કે ઓસ્ટ્રેલિયા અને ભારત સાથે મળીને અમે સુનિશ્ચિત કરીશું કે ક્વાડ વૈશ્વિક સ્વાસ્થ્ય, સાયબર સુરક્ષા, જળવાયુ, ટેક્નોલોજી અને મેરીટાઇમ ડોમેન જાગરૂકતાના પર આ ક્ષેત્રના વિસ્તાર માટે લાભ પહોંચાડવા પ્રતિબદ્ધ છીએ.

USAના રાષ્ટ્રપતિ જો બાઈડને ટ્વીટ કર્યું કે, યુનાઈટેડ સ્ટેટ્સ તરફથી સંદેશ સ્પષ્ટ છે કે રાષ્ટ્રીય સુરક્ષાથી લઈને આર્થિક મુદ્દાઓ સુધી, USA-Japan ગઠબંધનમાં અમારું રોકાણ મોટું ડિવિડન્ડ ચૂકવી રહ્યું છે અને આવનારા વર્ષો સુધી આવુ કરવાનું ચાલુ રાખશે. અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું કે, જાપાનના પીએમ ફુમિયો કિશિદા અમેરિકાના અડગ સાથી અને મિત્ર રહ્યા છે. તેમની સાથે બેસવુ અને તેમની ચર્ચા કરીને મને આનંદ થયો. અમે બંને દેશો, ઈન્ડો-પેસિફિક માટે શાંતિ, સુરક્ષા અને સમૃદ્ધિને આગળ વધારવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છીએ.

આ પણ વાંચો: ચીને જાપાન અને દક્ષિણ કોરિયા માટે નવા વિઝા આપવા પર લગાવ્યો પ્રતિબંધ, જાણો શું છે કારણ

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ઈન્ડો-પેસિફિક પર આસિયાન માટે સમર્થન

અમેરિકા અને જાપાનના સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમે આસિયાન કેન્દ્રિયતા અને એકતા સાથે સાથે ઈન્ડો-પેસિફિક પર આસિયાન પરિપ્રેક્ષ્યને સમર્થન આપવાનું ચાલુ રાખીશું. અમે સુરક્ષા અને અન્ય ક્ષેત્રોમાં જાપાન, રિપબ્લિક ઓફ કોરિયા અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે મહત્વપૂર્ણ ત્રિપક્ષીય સહયોગને મજબૂત કરવા માટે પ્રતિબદ્ધ છીએ.

PM Fumioએ લીધી અમેરિકાની મુલાકાત

જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા G-7 દેશોના પ્રવાસના છેલ્લા તબક્કામાં અમેરિકા પહોંચ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કિશિદાએ સોમવારે ફ્રાન્સ, ઇટાલી, બ્રિટન અને કેનેડા સહિત છ દેશોનો પ્રવાસ શરૂ કર્યો હતો. આ પછી તેઓ શુક્રવારે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનને મળ્યા હતા.

ભારત અને જાપાનના વ્યૂહાત્મક સંબંધો

ભારત અને જાપાનની વાત કરીએ તો બંને દેશોએ પોતાના વ્યૂહાત્મક સંબંધોને ગાઢ બનાવ્યા છે. બંને દેશો મુક્ત, ખુલ્લા અને સર્વસમાવેશક ઈન્ડો-પેસિફિક ક્ષેત્રની વાત કરે છે. આ સાથે સંરક્ષણ, સુરક્ષા અને પ્રાદેશિક સંદર્ભમાં પણ પ્રગતિ થઈ છે. એક્ટ ઈસ્ટ ફોરમમાં ભારત અને જાપાન પણ સામેલ છે. તેની સ્થાપના કરવાનો નિર્ણય 2017ની સમિટમાં લેવામાં આવ્યો હતો. તેનો હેતુ પૂર્વોત્તર ભારતમાં કનેક્ટિવિટી, ફોરેસ્ટ મેનેજમેન્ટ અને કન્સ્ટ્રક્શનના ક્ષેત્રોમાં વિકાસ પરિયોજનાઓનું સંકલન કરવાનો છે.

Next Article