AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

James Webb Telescope: જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપે દૂરના બ્રહ્માંડનો પ્રથમ રંગીન ફોટો કેપ્ચર કર્યો

અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસા (NASA) દ્વારા 2021માં અવકાશની ઊંડાઈના રહસ્યને ઉજાગર કરવાના ઉદ્દેશ્ય સાથે લોન્ચ કરાયેલા સૌથી મોટા ટેલિસ્કોપમાં (Telescope) બ્રહ્માંડની પ્રથમ રંગીન તસવીર લેવામાં આવી છે.

James Webb Telescope: જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપે દૂરના બ્રહ્માંડનો પ્રથમ રંગીન ફોટો કેપ્ચર કર્યો
The first color picture of the universe Image Credit source: ANI
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 12, 2022 | 7:14 AM
Share

અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસા (NASA) દ્વારા 2021માં અવકાશની ઊંડાઈના રહસ્યને ઉજાગર કરવાના ઉદ્દેશ્ય સાથે લોન્ચ કરાયેલા સૌથી મોટા ટેલિસ્કોપમાં (Telescope) બ્રહ્માંડની પ્રથમ રંગીન તસવીર લેવામાં આવી છે. આ ટેલિસ્કોપનું નામ છે જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ (James Webb Space Telescope). સોમવારે અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને નાસાના પ્રશાસક બિલ નેલ્સનની હાજરીમાં વ્હાઇટ હાઉસમાં આ ખૂબ જ સુંદર તસવીર જાહેર કરી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, જેમ્સ વેબ ટેલિસ્કોપ બ્રહ્માંડને જોવાનો લોકોનો દૃષ્ટિકોણ બદલી નાખશે.

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને પણ સોમવારે આ તસવીર જાહેર કરતા ટ્વિટ કર્યું છે. તેમણે તેમાં કહ્યું, ‘જેમ્સ વેબ ટેલિસ્કોપ દ્વારા લેવામાં આવેલી પ્રથમ તસવીર વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્ર માટે એક ઐતિહાસિક ક્ષણ દર્શાવે છે. ખગોળશાસ્ત્ર અને અવકાશ સંશોધન, અમેરિકા અને માનવતા માટે પણ આવું જ છે.

બ્રહ્માંડનો આવો ફોટો અગાઉ ક્યારેય નથી લેવાયો

જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ દ્વારા કેપ્ચર કરાયેલ બ્રહ્માંડની તસવીરમાં પ્રથમ વખત આટલી ઊંડાઈએ બ્રહ્માંડ સ્પષ્ટપણે જોઈ શકાય છે. બ્રહ્માંડનું આવું ચિત્ર અગાઉ ક્યારેય નથી જોઈ શકાયું. તે જ સમયે, નાસાના પ્રશાસક બિલ નેલ્સને કહ્યું છે કે, દૂરના બ્રહ્માંડનો આ પહેલા ક્યારેય ફોટો લેવામાં આવ્યો નથી. તેમણે એ પણ માહિતી આપી છે કે, આવી કેટલીક વધુ રંગીન તસવીરો 12મી જુલાઈએ એટલે કે મંગળવારે પણ રિલીઝ કરવામાં આવશે. તેમના મતે આ તસવીરો હાઈ રિઝોલ્યુશનની છે.

g clip-path="url(#clip0_868_265)">