James Webb Telescopeએ ફરીથી જાહેર કર્યા બ્રહ્માંડના અદ્ભુત ફોટો, આશ્ચર્યચકિત થઈ દુનિયા

|

Jul 13, 2022 | 5:22 PM

અવકાશની ઊંડાઈનું રહસ્ય ખોલવાના ઉદ્દેશ્ય સાથે લોન્ચ કરાયેલા સૌથી મોટા અને સૌથી શક્તિશાળી James Webb Telescope એ બ્રહ્માંડની કેટલાક વધુ ફોટો શેયર કર્યા છે. આ ફોટોઝ જોઈ દુનિયા દંગ રહી ગઈ છે.

James Webb Telescopeએ ફરીથી જાહેર કર્યા બ્રહ્માંડના અદ્ભુત ફોટો, આશ્ચર્યચકિત થઈ દુનિયા
James Webb Telescope
Image Credit source: ANI

Follow us on

અવકાશપ્રેમીઓ માટે આજનો દિવસ ખુબ જ ખાસ રહ્યો છે. કારણ કે અવકાશની ઊંડાઈના રહસ્યને ઉઘાડી પાડવાના ઉદ્દેશ્ય સાથે લોન્ચ કરવામાં આવેલા સૌથી મોટા અને સૌથી શક્તિશાળી ટેલિસ્કોપે બ્રહ્માંડના કેટલાક ફોટોઝ શેયર કર્યા છે. જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ (James Webb Telescope) નામના આ ટેલિસ્કોપના આ ફોટોઝની દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે. ફોટોઝ પર અમેરિકી સ્પેસ એજન્સી નાસાના (NASA) એડમિનિસ્ટ્રેટર બિલ નેલ્સને કહ્યું કે, દરેક ફોટો એક નવી શોધ છે અને તે મનુષ્યને બ્રહ્માંડનું એક એવું સ્વરૂપ બતાવશે જે તેમણે આજ પહેલાં ક્યારેય જોયું નથી.

આ પહેલા નાસા દ્વારા શેયર કરવામાં આવેલ ફોટો આકાશગંગાથી ભરેલી હતી અને તે બ્રહ્માંડના અત્યાર સુધીના સૌથી ઊંડા સ્વરૂપને રજૂ કરી રહી હતી. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને વ્હાઈટ હાઉસની બ્રીફિંગમાં આ અંગેની માહિતી આપી હતી. તેમણે આ દિવસને ઐતિહાસિક ગણાવ્યો. તેમણે કહ્યું કે આ અમેરિકા અને સમગ્ર માનવતા માટે ઐતિહાસિક છે, સાથે જ આ ફોટોઝ દર્શાવે છે કે અમેરિકા કેટલી મોટી ઉપલબ્ધિઓ કરી શકે છે. ચાલો જોઈએ ફોટોઝ જેને જોઈને દુનિયા દંગ રહી ગઈ.

આ પણ વાંચો

 

 

 

 

પ્રોજેક્ટ પર 75,000 કરોડ રૂપિયાનો ખર્ચ

નાસા આ પ્રોજેક્ટ પર યુરોપિયન સ્પેસ એજન્સી (ESA) અને કેનેડિયન સ્પેસ એજન્સી (CSA) સાથે મળીને કામ કરી રહ્યું છે. તમને જણાવી દઈએ કે વિશ્વનું સૌથી મોટું ટેલિસ્કોપ જેમ્સ વેબ ટેલિસ્કોપ એ અમેરિકન સ્પેસ એજન્સી નાસા દ્વારા ગયા વર્ષે 25 ડિસેમ્બર, 2021ના ​​રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. રિપોર્ટ અનુસાર, આના પર 75,000 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. તેને અત્યાર સુધીનું સૌથી શક્તિશાળી ટેલિસ્કોપ પણ માનવામાં આવે છે. તેની ક્ષમતાનો અંદાજ એ વાત પરથી પણ લગાવી શકાય છે કે તે અવકાશમાંથી પૃથ્વી પર ઉડતા પક્ષીને પણ શોધી શકે છે.

એલિયન્સને શોધવામાં કરશે મદદ

આ પ્રોજેક્ટ અમેરિકાના ઈતિહાસમાં સૌથી મોટો આંતરરાષ્ટ્રીય અવકાશ વિજ્ઞાન પ્રોજેક્ટ છે અને તેનું નામ નાસાના બીજા વડા ‘જેમ્સ વેબ’ના નામ પરથી રાખવામાં આવ્યું છે. તેની મદદથી ટૂંક સમયમાં જ તારાવિશ્વો, ઉલ્કાઓ અને ગ્રહોને શોધી શકાશે. કેટલાક રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે તેના કારણે એલિયન્સ પણ શોધી શકશે. આવનારા સમયમાં આવી અનેક આશ્ચર્યચકિત કરતા ફોટોઝ આવે તો નવાઈ નહીં. તેની મદદથી દુનિયા અનેક રહસ્યો જાણવા મળશે.

Published On - 11:43 pm, Tue, 12 July 22

Next Article