ઈઝરાયેલના PM નફ્તાલી બેનેટ 2 એપ્રિલે ભારત આવશે, વડાપ્રધાન મોદીને મળશે

ઇઝરાયેલ(Israel) ના વડાપ્રધાન નફ્તાલી બેનેટ (Naftali Bennett) અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગયા ઓક્ટોબરમાં ગ્લાસગોમાં સંયુક્ત રાષ્ટ્ર ક્લાયમેટ ચેન્જ સમિટ(COP26)માં પ્રથમ વખત મળ્યા હતા.

ઈઝરાયેલના PM નફ્તાલી બેનેટ 2 એપ્રિલે ભારત આવશે, વડાપ્રધાન મોદીને મળશે
Israeli Prime Minister Naftali Bennett to visit India from April 2
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 20, 2022 | 9:27 AM

Naftali Bennett: ઈઝરાયેલ (Israel) ના વડાપ્રધાન નફતાલી બેનેટે જણાવ્યું હતું કે ભારત-ઈઝરાયેલ સંબંધો (India-Israel Relations) પરસ્પર પ્રશંસા અને ફળદાયી સહકાર પર આધારિત છે. બેનેટે કહ્યું કે તેઓ બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધોની સ્થાપનાની 30મી વર્ષગાંઠ નિમિત્તે એપ્રિલના પ્રથમ સપ્તાહમાં ભારતની મુલાકાત લેશે. આ મુલાકાતનો હેતુ બંને દેશો વચ્ચે નવીનતા અને ટેકનોલોજી, સુરક્ષા અને સાયબર જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવાનો છે. આ સિવાય આ મુલાકાતનો હેતુ કૃષિ અને જળવાયુ પરિવર્તનના ક્ષેત્રોમાં ચાલી રહેલા સહયોગને વિસ્તારવાનો છે.

ઈઝરાયેલના પીએમ(Naftali Bennett)ના વિદેશી મીડિયા સલાહકારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “વડાપ્રધાન નફ્તાલી બેનેટ શનિવારે, 2 એપ્રિલ, 2022ના રોજ ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર ભારતની તેમની પ્રથમ સત્તાવાર મુલાકાત કરશે.

આ બેનેટનો કાર્યક્રમ હોઈ શકે છે

સૂત્રોએ સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું કે બેનેટ (Naftali Bennett)ની આ મુલાકાત ચાર દિવસની હશે, જે 2 એપ્રિલથી 5 એપ્રિલ સુધી ચાલશે. મીડિયા સલાહકારે કહ્યું “મુલાકાતનો હેતુ બંને દેશો વચ્ચેના વ્યૂહાત્મક જોડાણને આગળ વધારવાનો, દ્વિપક્ષીય સંબંધોને મજબૂત અને વિસ્તૃત કરવાનો છે. આ ઉપરાંત બંને નેતાઓ નવીનતા, અર્થતંત્ર, સંશોધન અને વિકાસ, કૃષિ અને અન્ય મુદ્દાઓ સહિત વિવિધ ક્ષેત્રોમાં સહકારને મજબૂત કરવા પર ચર્ચા કરશે. બેનેટ તેમની મુલાકાત દરમિયાન તેમના ભારતીય સમકક્ષ, વરિષ્ઠ સરકારી અધિકારીઓ અને સ્થાનિક યહૂદી સમુદાયને પણ મળશે. નિવેદનમાં જણાવાયું છે કે યાત્રાની વધારાની વિગતો અલગથી જાહેર કરવામાં આવશે.

આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ

મારી મુસાફરી વિશે ખુશ: નફતાલી બેનેટ

નફતાલી બેનેટે (Naftali Bennett) એક અખબારી નિવેદનમાં જણાવ્યું હતું કે, મારા મિત્ર વડાપ્રધાન મોદીના આમંત્રણ પર ભારતની મારી પ્રથમ સત્તાવાર મુલાકાત લઈને હું ખુશ છું. અમે સાથે મળીને અમારા દેશોના સંબંધોને આગળ લઈ જઈશું. તેમણે કહ્યું પીએમ મોદીએ ભારત અને ઈઝરાયેલ વચ્ચેના સંબંધો ફરી શરૂ કર્યા અને આ ઐતિહાસિક મહત્વ ધરાવે છે. અમારી બે અનન્ય સંસ્કૃતિઓ (ભારતીય સંસ્કૃતિ અને યહૂદી સંસ્કૃતિ) વચ્ચેના સંબંધો ઊંડા છે અને તેઓ પ્રશંસા અને અર્થપૂર્ણ સહયોગ પર આધાર રાખે છે.

આ પણ વાંચો : દેશની પ્રથમ પેપરલેસ વિધાનસભા બની નાગાલેન્ડ, E-Vidhan સિસ્ટમ લાગુ, જાણો શું છે તેની ખાસિયત

g clip-path="url(#clip0_868_265)">