મની લોન્ડ્રિંગના કેસમાં આરોપી ઝાકીર નાઈકે પ્રત્યાર્પણ કરવા ભારતની સુપ્રીમ કોર્ટ સામે આ શરત રાખી
ઈસ્લામીક ઉપદેશક ઝાકીર નાઈકે ભારતીય તપાસ એજન્સીઓ પર જ સવાલ ઉભા કર્યા છે. નાઈકે કહ્યું કે, એજન્સીઓને તેની વિરુદ્ધ આતંકીપ્રવૃતીના કોઈ પૂરાવા ન મળ્યા તો મની લોન્ડ્રિંગના કેસમાં ફસાવી રહ્યા છે. ભારતમાં આતંકી પ્રવૃતીની ગતિવિધિ કરવી અને મની લોન્ડ્રિંગના કેસમાં આરોપી નાઈકે વધુ એક વિવાદીત નિવેદન આપ્યું છે. નાઈકે દાવો કર્યો છે કે તપાસ એજન્સીઓ […]

ઈસ્લામીક ઉપદેશક ઝાકીર નાઈકે ભારતીય તપાસ એજન્સીઓ પર જ સવાલ ઉભા કર્યા છે. નાઈકે કહ્યું કે, એજન્સીઓને તેની વિરુદ્ધ આતંકીપ્રવૃતીના કોઈ પૂરાવા ન મળ્યા તો મની લોન્ડ્રિંગના કેસમાં ફસાવી રહ્યા છે. ભારતમાં આતંકી પ્રવૃતીની ગતિવિધિ કરવી અને મની લોન્ડ્રિંગના કેસમાં આરોપી નાઈકે વધુ એક વિવાદીત નિવેદન આપ્યું છે. નાઈકે દાવો કર્યો છે કે તપાસ એજન્સીઓ તેને કોઈપણ કાર્યવાહી વગર જેલમાં નાખવા માગે છે. અને શું આ એજન્સીઓ પોતાના રાજનૈતિક આકાઓને ખૂશ કરવા માટે થઈ રહ્યું છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
મહત્વનું છે કે મલેશિયાના પ્રધાનમંત્રી મહાતિર મોહમ્મદે ઝાકીર નાઈકને લઈ એક નિવેદન આપ્યું છેં. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે મલેશિયા પાસે એવો અધિકાર છે કે, જો ઝાકીર નાઈક સાથે યોગ્ય ન્યાય ન થવાનો હોઈ તો તેના પ્રત્યાર્પણની પ્રક્રિયા કરે નહીં. મહાતિર મોહમ્મદના આ નિવેદન બાદ ઝાકીર નાઈકે પોતાનું નિવેદન જાહેર કર્યું હતું.
ઝાકીર નાઈકે સાથે એવો પણ દાવો કર્યો છે કે, તેને ભારતની ન્યાય પ્રણાલી પર વિશ્વાસ છે પરંતુ ન્યાયની પ્રક્રિયા કરતા લોકો પર વિશ્વાસ નથી. જો સુપ્રીમ કોર્ટ તેને લેખીતમાં ધરપકડ ન કરવાની બાંહેધરી આપે તો તે ભારત આવવા તૈયાર છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો