Afghanistan: કાબુલમાં ISISના હુમલાખોરોએ ગુરુદ્વારા પર હુમલો કર્યો, અનેકના મોતની આશંકા, વિસ્ફોટથી ડરનો માહોલ

|

Jun 18, 2022 | 10:54 AM

અફઘાનિસ્તાનના કાબુલથી ચોંકાવનારા સમાચાર આવી રહ્યા છે, જ્યાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ISISના હુમલાખોરોએ ગુરુદ્વારામાં ઘૂસીને ત્યાં રહેતા તમામ લોકોની હત્યા કરી નાખી.

Afghanistan: કાબુલમાં ISISના હુમલાખોરોએ ગુરુદ્વારા પર હુમલો કર્યો, અનેકના મોતની આશંકા, વિસ્ફોટથી ડરનો માહોલ
કાબુલમાં ગુરુદ્વારામાં આતંકી હુમલો
Image Credit source: Twitter

Follow us on

અફઘાનિસ્તાનના (Afghanistan) કાબુલથી (kabul) ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં આતંકવાદી સંગઠન ISISના કેટલાક હુમલાખોરો ગુરુદ્વારામાં ઘૂસી ગયા અને ત્યાં રહેતા તમામ લોકોની હત્યા કરી નાખી. આ હુમલામાં ઘણા લોકોના મોતની આશંકા છે. કાબુલમાં ભયભીત શીખોનો દાવો છે કે ISISના હુમલાખોરો ગુરુદ્વારામાં ઘૂસ્યા હતા. તેણે જણાવ્યું કે ફાયરિંગનો અવાજ સ્પષ્ટ સંભળાતો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગુરુદ્વારા કર્તે પરવાનના પ્રમુખ ગુરનામ સિંહે જણાવ્યું કે હુમલાખોરોએ કથિત રીતે ગુરુદ્વારાની અંદર રહેતા તમામ લોકોની હત્યા કરી નાખી.

તેમના કહેવા પ્રમાણે આતંકીઓ ISISના છે. તેમણે ભારત સરકારને વિનંતી કરી છે કે અફઘાન લઘુમતીઓને વધુ વિલંબ કર્યા વિના તરત જ ભારત પરત લાવવામાં આવે. તેઓ છ મહિનાથી ઈ-વિઝાની રાહ જોઈ રહ્યા છે. આ હુમલા અંગે હજુ સુધી તાલિબાન સરકાર તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.

શું મધ ક્યારેય એક્સપાયર થાય છે કે નહીં? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ

 

ભૂતકાળમાં પણ ગુરુદ્વારા પર હુમલા થયા છે.

અફઘાન મીડિયાના અહેવાલ મુજબ, આ હુમલા દરમિયાન ભીષણ ગોળીબાર થયો છે, જેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ પહેલીવાર નથી કે જ્યારે ગુરુદ્વારા કર્તે પરવાન પર આતંકવાદી હુમલો થયો હોય. આ પહેલા પણ તેના પર અનેકવાર હુમલા થયા છે. થોડા દિવસો પહેલા, તાલિબાન સરકારે દાવો કર્યો હતો કે તેણે ગુરુદ્વારા પર હુમલો કરનારાઓની ધરપકડ કરી છે.

 

ગૃહ મંત્રાલયે ચિંતા વ્યક્ત કરી

ગૃહ મંત્રાલયે આ મામલે ચિંતા વ્યક્ત કરી છે. ગૃહ મંત્રાલયે કહ્યું કે કાબુલ શહેરમાં પવિત્ર ગુરુદ્વારા પર હુમલાના સમાચારથી અમે ખૂબ જ ચિંતિત છીએ. અમે પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ અને આગળના વિકાસ અંગે વધુ માહિતીની રાહ જોઈ રહ્યા છીએ.

Published On - 10:53 am, Sat, 18 June 22

Next Article