શું ઈરાન નમી પડ્યું ? વાતચીત માટે વ્હાઇટ હાઉસ આવવા તૈયાર, ટ્રમ્પના નામે સોશિયલ મીડિયામાં કરાયો દાવો

ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ વધી રહી છે અને એવામાં ઈરાન ઈન્ટરનેશનલ ઈંગ્લિશે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નામે સોશિયલ મીડિયામાં દાવો કરતા જણાવ્યું છે કે, તહેરાને હવે વ્હાઇટ હાઉસ આવવાની ઇચ્છા વ્યક્ત કરી છે. જો ટ્રમ્પના નામે કરાયેલ આ દાવો સાચો હોય તો ઈરાન અને ઈઝરાયલ વચ્ચેના યુદ્ધમાં એક નવો વળાંક આવી શકે છે.

શું ઈરાન નમી પડ્યું ? વાતચીત માટે વ્હાઇટ હાઉસ આવવા તૈયાર, ટ્રમ્પના નામે સોશિયલ મીડિયામાં કરાયો દાવો
| Updated on: Jun 18, 2025 | 9:29 PM

ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ વધી રહી છે અને એવામાં ઈરાન ઈન્ટરનેશનલ ઈંગ્લિશે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નામે સોશિયલ મીડિયામાં દાવો કરતા જણાવ્યું છે કે, તહેરાને હવે વ્હાઇટ હાઉસ આવવાની ઇચ્છા વ્યક્ત કરી છે.

જો કે, ટ્રમ્પે એમ ઉમેર્યું કે આ નિર્ણય ખૂબ મોડો લેવામાં આવ્યો છે અને હવે ઈરાન ખૂબ જ નબળી સ્થિતિમાં છે. તેમણે કહ્યું કે, ઈરાને પહેલાથી જ સોદો કરી લેવાનો હતો. ટ્રમ્પના મતે, હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે અને તેહરાન દબાણ હેઠળ છે.

ઈરાન પાસે કોઈ બચાવ બાકી નથી: ટ્રમ્પ

ટ્રમ્પે વધુમાં કહ્યું કે, હાલની અને એક અઠવાડિયા પહેલાની પરિસ્થિતિમાં ઘણો ફરક છે. ટ્રમ્પે દાવો કર્યો હતો કે, ઈરાનની ડિફેન્સ સિસ્ટમ ધ્વસ્ત થઈ ગઈ હતી. જો કે, એક ઈરાની અહેવાલમાં ઈરાની વહીવટીતંત્રએ ટ્રમ્પના આ દાવાને નકારી કાઢ્યો છે. જ્યારે ઇઝરાયલી સેનાએ ઈરાનના લશ્કરી ઠેકાણાઓનો નાશ કર્યો છે, ત્યારે આ નિવેદન બહાર આવ્યું છે. આ સિવાય જોઈએ તો, ઇઝરાયલે ખામેનીના બંકર નજીક પણ ઘણા હુમલા કર્યા છે.

ટ્રમ્પે એમ પણ કહ્યું કે, તેઓ આગામી હુમલો ક્યારે કરશે તે કહી શકાય નહી. આનાથી સ્પષ્ટ થાય છે કે, અમેરિકા હજુ પણ ઈરાનને લશ્કરી કાર્યવાહીની ધમકી આપી રહ્યું છે અને હુમલાનો ઇનકાર કરી રહ્યું નથી. જો કે, હાલમાં જાહેરમાં કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

ટ્રમ્પે એમ પણ કહ્યું કે, આવનારું અઠવાડિયું ખૂબ જ મહત્વપૂર્ણ છે. કેમ કે, તે પહેલાં પણ કંઈક મોટું થઈ શકે છે. ટ્રમ્પના આ નિવેદનને ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં એક મોટા વળાંક તરીકે જોવામાં આવી રહ્યું છે.

ઈઝરાયેલ-ઈરાન યુદ્ધ સહિતના વિશ્વના અનેક સમાચાર જાણવા માટે તમે અહીં ક્લિક કરો

Published On - 9:21 pm, Wed, 18 June 25