
અમેરિકા ઈરાન યુદ્ધ છેલ્લા 24 દિવસથી ચાલી રહ્યુ છે. હાલ પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે અમેરિકા યુદ્ધવિરામ કરવા માગે છે પરંતુ ઈરાન મચક નથી આપી રહ્યુ ત્યારે દુનિયાભરમાં અમેરિકાની નાલેશી થઈ રહી છે અને ટ્રમ્પ મજાકનું પાત્ર બની રહ્યા છે. અમેરિકાએ ઈરાન સામે યુદ્ધ છેડ્યુ પરંતુ ઈરાન હવે યુદ્ધને ઓટોમેશનમાં ચાલાવી રહ્યુ છે. અમેરિકાએ યુદ્ધ છેડ્યુ પરંતુ યુદ્ધ રોકવા માટે ઈરાન અમેરિકા સામે શરત રાખી રહ્યુ છે. હાલ આ શરતોને જોતા એવુ લાગે કે યુદ્ધ અમેરિકા કરી રહ્યુ છે કે ઈરાન? હાલ ઈરાન અમેરિકાને મારી રહ્યુ છે. શરત સાંભળીને પણ એવુ લાગે કે ઈરાન અમેરિકાને નમાવવા જ આ શરતો લાવ્યુ છે. શાંતિ માટેની ઈરાને રાખેલી 6 શરતો શરત 1: કાયમી યુદ્ધવિરામ ઈરાને કહ્યુ કે પહેલા તો તમે અમને ગેરન્ટી આપો કે અમારા પર ફરી ક્યારેય એટેક કરવામાં નહીં આવે અને સીઝફાયર ટેમ્પરરી નહીં પરંતુ પરમેનન્ટ થશે શરત 2 :અમેરિકી સૈન્ય મથકોની વિદાય પશ્ચિમ એશિયાની (UAE, કતાર, સાઉદી) અંદર અમેરિકાના જેટલા પણ મિલિટરી બેઝ કેમ્પ છે,...
Published On - 9:26 pm, Mon, 23 March 26