
ઈઝરાયેલ અને અમેરિકા સાથે ચાલી રહેલા જંગની વચ્ચે ઈરાનમાં થયેલા એક લગ્ન અત્યારે સમગ્ર વિશ્વમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. અહીં એક ઈરાની કપલે દારૂગોળાના બોક્સ પર બેસીને લગ્ન કર્યા અને તેને જ સોફો માની લીધો. લગ્ન સમયે ઈરાની વર અને કન્યા બંનેના હાથમાં રાઈફલ્સ હતી. “RT.com” એ ‘X’ પર આ ક્ષણનો વીડિયો શેર કર્યો છે.
RIFLES IN HAND — Iranian couple celebrate their wedding atop AMMO BOX
Marriage sealed next to a mounted machine gun as armed supporters gather behind them
A symbolic show of support for their government as US-Israeli bombings intensify pic.twitter.com/GDHiNpnGJU
— RT (@RT_com) March 13, 2026
વીડિયોમાં જોઈ શકાય છે કે, આ કપલની પાછળ હથિયારધારી સમર્થકો જમા થયા છે. આ લગ્ન ઈરાનમાં અમેરિકા અને ઈઝરાયેલના વધતા બોમ્બમારો વચ્ચે રસ્તાની વચ્ચે થઈ રહ્યા છે, જે ઈરાન સરકાર પ્રત્યે સમર્થનનું એક પ્રતિકાત્મક પ્રદર્શન પણ છે. આ લગ્ન શુક્રવારે કરવામાં આવ્યા હતા. યુદ્ધની આગ વચ્ચે ઈરાનના આ કપલે પોતાના લગ્નને યાદગાર બનાવ્યા.
ઈરાની વર-કન્યાએ દારૂગોળાના બોક્સ પર ઊભા રહીને લગ્નની વિધિઓ પૂરી કરી. લગ્ન દરમિયાન બંનેએ પોતાના હાથમાં રાઈફલ્સ પકડી રાખી હતી. તેમની બરાબર બાજુમાં એક માઉન્ટેડ મશીનગન લાગેલી હતી, જ્યારે પાછળ હથિયારધારી સમર્થકો અને પ્રદર્શનકારીઓ જમા હતા, જે “ઈઝરાયેલ મુર્દાબાદ” અને “અમેરિકા મુર્દાબાદ” ના નારા લગાવી રહ્યા હતા.
આ ઘટના એવા સમયે બની છે કે, જ્યારે અમેરિકા અને ઈઝરાયેલ તરફથી ઈરાન પર હુમલા તેજ કરી દેવામાં આવ્યા છે. ફેબ્રુઆરીના અંતમાં શરૂ થયેલા આ સંઘર્ષમાં તેહરાન અને બીજા શહેરો પર સેંકડો હુમલા થઈ ચૂક્યા છે, જેમાં ઈરાનના સૈન્ય મથકો, મિસાઈલ સાઈટ્સ અને સરકારી ઈમારતોને નિશાન બનાવવામાં આવી છે.
આ લગ્ન કુદ્સ ડે રેલીઓ દરમિયાન થયા હતા. આમાં રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન પણ જનતાની વચ્ચે જોડાયા હતા. આ કપલે અનોખી રીતે સરકાર પ્રત્યે એકતા અને યુદ્ધ સામે મક્કમતા દર્શાવી હતી. સરકારી મીડિયાએ આ તસવીરો અને વીડિયો જાહેર કર્યા છે, જેમાં દંપતી ખુશીથી હસતું જોવા મળે છે, જ્યારે બેકગ્રાઉન્ડમાં યુદ્ધના નિશાનો સ્પષ્ટ દેખાય છે. હુમલા છતાં હજારો લોકો રસ્તા પર ઉતરી રહ્યા છે અને પેલેસ્ટાઈનના સમર્થનમાં નારા લગાવી રહ્યા છે. આ ઘટના મધ્ય પૂર્વના વધતા તણાવને ઉજાગર કરે છે.
Published On - 7:33 pm, Fri, 13 March 26