યુદ્ધમાં ઈરાન સાથે સમજૂતી કરવા માટે અમેરિકાએ પોતાની ઘણી શરતોમાં ફેરફાર કર્યો છે. આમાં ઈરાન પર માત્ર 10 વર્ષ સુધી જ યુરેનિયમ સંવર્ધન પર પ્રતિબંધ મૂકવો એ મુખ્ય શરત છે. અમેરિકાના રાજકીય વર્તુળોમાં તેને ઈરાન સામે ટ્રમ્પનું ‘સરેન્ડર’ (શરણાગતિ) પણ કહેવામાં આવી રહ્યું છે.
બે દિવસ પહેલા એક અમેરિકન પત્રકારે સંરક્ષણ મંત્રી હેગસેથ સામે જ સરેન્ડરની આખી ઘટનાક્રમ (ક્રોનોલોજી) જણાવી હતી. વાસ્તવમાં, યુદ્ધની શરૂઆતમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઈરાનમાં તખ્તાપલટ કરવાની જાહેરાત કરી હતી પરંતુ બાદમાં તેઓ આ વાતથી ફરી ગયા હતા.
ટ્રમ્પે ઈરાન સાથે પોતાની શરતો પર સમજૂતી કરવાની વાત કરી હતી પરંતુ હવે અમેરિકાએ ઈરાનની શરતો પર જ સમજૂતી કરવાનો નિર્ણય લીધો છે. પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું કે, મેં જે પ્રસ્તાવ આપ્યો હતો તે ઈરાનને ગમ્યો છે પરંતુ ત્યાંની સરકાર વિશે મને કંઈ ખબર નથી પડી રહી; તે સવારે કંઈક અલગ કહે છે અને સાંજે કંઈક અલગ.. જોઈએ હવે શું થાય છે.
અમેરિકા સમજૂતી માટે કેમ પરેશાન છે?
- વોશિંગ્ટન પોસ્ટમાં અમેરિકી ગુપ્તચર એજન્સી સીઆઈએના હવાલેથી જણાવાયું છે કે, હોર્મુઝની બહાર અમેરિકી નાકાબંધીથી બીજા દેશો પરેશાન થઈ શકે છે પરંતુ ઈરાન પર તેની હાલ કોઈ અસર થશે નહીં. રિપોર્ટ મુજબ, ઈરાન આગામી 9 મહિના સુધી હોર્મુઝ નાકાબંધીને સરળતાથી સહન કરી શકે છે. સીઆઈએનો એક રિપોર્ટ કહે છે કે, ઈરાન પાસે હજુ પણ 70 ટકા હથિયારો મોજૂદ છે એટલે કે યુદ્ધ છતાં ઈરાનની સ્થિતિ મજબૂત છે.
- વ્હાઇટ હાઉસના સૂત્રો મુજબ, ઈરાને યુદ્ધ દરમિયાન કતાર, યુએઈ, કુવૈત, બહેરીન, જોર્ડન અને સાઉદીમાં અમેરિકાના ઓછામાં ઓછા 228 સૈન્ય ઠેકાણાઓને ધ્વસ્ત કર્યા છે. આ ઠેકાણાઓને ફરી ઠીક કરવામાં અંદાજે 5 બિલિયન ડોલરનો ખર્ચ થઈ શકે છે.
- ફાઈનાન્શિયલ ટાઈમ્સ મુજબ, ઈરાન સામેની લડાઈમાં અમેરિકાના 40 ટકા હથિયારો ખતમ થઈ ગયા છે. દાખલા તરીકે, ટોમહોક મિસાઈલો જે 3 હજાર હતી તે હવે 1600 રહી છે અને PRS મિસાઈલો 90 થી ઘટીને માત્ર 20 રહી ગઈ છે. એર ડિફેન્સ સિસ્ટમમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે.
- અહેવાલ મુજબ, યુદ્ધમાં વપરાયેલા હથિયારો ફરીથી તૈયાર કરવામાં અમેરિકાને ઓછામાં ઓછા 47 મહિનાનો સમય લાગી શકે છે. તાજેતરમાં એક મીટિંગમાં ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો.
- સાઉથ ચાઈના સીમાં ચીનનો પ્રભાવ વધી રહ્યો છે, જ્યાં અમેરિકાના 4 સાથી દેશો (તાઈવાન, ફિલિપિન્સ, જાપાન અને ઈન્ડોનેશિયા) આવેલા છે. ટ્રમ્પ આ મહિનાના મધ્યમાં ચીનના રાષ્ટ્રપતિને મળવા જવાના છે પરંતુ ઈરાન સાથેનું યુદ્ધ અટકાવ્યા વિના તેમની આ યાત્રા સુરક્ષિત નથી.
ભારત પાકિસ્તાન વચ્ચે ઓપરેશન સિંદૂર કરતા પણ મોટુ યુદ્ધ થઈ શકે છે- અમેરિકાના ફોરેન અફેર્સ મેગેઝિનમાં કરાયો દાવો- વાંચો