Iran Nuclear Deal: ઈરાને શરૂ કર્યો યુદ્ધ અભ્યાસ, પશ્ચિમી દેશો સાથે થોડા સમય બાદ શરૂ થશે ‘પરમાણુ’ વાર્તા

|

Nov 07, 2021 | 9:19 PM

Iran Nuclear Talks in Vienna: ઈરાન સાથે 2015ના પરમાણુ કરારને ફરીથી લાગુ કરવા માટે આ મહિનાના અંતમાં વિયેનામાં વાટાઘાટો યોજાશે.

Iran Nuclear Deal: ઈરાને શરૂ કર્યો યુદ્ધ અભ્યાસ, પશ્ચિમી દેશો સાથે થોડા સમય બાદ શરૂ થશે પરમાણુ વાર્તા
Iran Nuclear Deal

Follow us on

Iran Nuclear Talks in Vienna: ઈરાન સાથે 2015ના પરમાણુ કરારને ફરીથી લાગુ કરવા માટે આ મહિનાના અંતમાં વિયેનામાં વાટાઘાટો યોજાશે. જેમાં પશ્ચિમી દેશોના પ્રતિનિધિઓ પણ ભાગ લેશે. આ વાતચીત (Iran Military Exercise) માટે એક મહિના કરતાં ઓછો સમય બાકી છે. આ દરમિયાન સમાચાર આવ્યા છે કે ઈરાની સેનાએ ઓમાનની ખાડીના તટીય વિસ્તારમાં વાર્ષિક યુદ્ધ અભ્યાસ શરૂ કર્યો છે. સરકારી ટીવીએ રવિવારે આ માહિતી આપી છે.

સરકારી ટીવીના સમાચાર અનુસાર, નૌકાદળ અને વાયુસેનાના એકમો સાથે આર્મી પણ વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ હોર્મુઝ સ્ટ્રેટના પૂર્વમાં 10 લાખ ચોરસ કિલોમીટરના વિસ્તારમાં યુદ્ધ અભ્યાસમાં ભાગ લઈ રહી છે. લગભગ 20 ટકા તેલના જહાજો સ્ટ્રેટમાંથી ઓમાનના અખાત અને હિંદ મહાસાગર તરફ જાય છે. આ કવાયત એવા સમયે થઈ રહી છે જ્યારે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે 2015ના પરમાણુ કરારમાંથી એકપક્ષીય રીતે અમેરિકાને બહાર કાઢ્યા બાદ બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે.

‘જોલ્ફાઘર-1400’નું લક્ષ્ય શું છે?

કવાયત કેટલો સમય ચાલશે તે હજુ સ્પષ્ટ નથી. સૈન્ય કવાયત ‘જોલ્ફાઘર-1400’નો ધ્યેય “વિદેશી દળો અને કોઈપણ આક્રમણનો સામનો કરવા માટે સજ્જતા વધારવાનો છે”, આવું સમાચારમાં જણાવાયું છે. અગાઉ યુરોપિયન યુનિયનએ બુધવારે જાહેરાત કરી હતી કે, ઈરાન પરમાણુ કરાર (Iran Nuclear Deal Analysis)ને પુનર્જીવિત કરવા માટે 29 નવેમ્બરથી વિયેનામાં ફરીથી વાટાઘાટો શરૂ થશે. યુરોપિયન યુનિયને જણાવ્યું હતું કે, કહેવાતા સંયુક્ત વ્યાપક આયોજન પંચ (JCPOA) બેઠકમાં ઈરાન, ચીન, ફ્રાન્સ, રશિયા, જર્મની અને બ્રિટનના ઉચ્ચ સ્તરીય અધિકારીઓ ભાગ લેશે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

અમેરિકાને સામેલ કરવાનો પ્રયાસ

JCPOAનો ધ્યેય ઈરાન પરના પ્રતિબંધો હટાવવાનો તેમજ ઈરાની પરમાણુ ગતિવિધિઓને અંકુશમાં લેવાનો છે. અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ સમજૂતીમાંથી અમેરિકાને પાછું ખેંચી લીધું હતું. આ પછી ટ્રમ્પે ઈરાન પર પ્રતિબંધો લગાવ્યા હતા. યુરોપિયન દેશોનો પ્રયાસ અમેરિકાને કરારમાં સામેલ કરવાનો છે. પરંતુ આ પ્રયાસો સફળ થયા નથી કારણ કે ઈરાનની નવી કટ્ટરપંથી સરકાર આ ઔપચારિક મંત્રણા ફરી શરૂ કરવામાં રસ ધરાવતી નથી.

 

આ પણ વાંચો: DRDO Recruitment 2021: DRDOમાં એપ્રેન્ટિસની જગ્યાઓ માટે ભરતી, નહીં આપવી પડે કોઈ પરીક્ષા

આ પણ વાંચો: BOI Recruitment 2021: બેંક ઓફ ઈન્ડિયામાં નોકરી મેળવવાની તક, ફેકલ્ટી અને ઓફિસ આસિસ્ટન્ટથી લઈને ચોકીદાર સુધીની જગ્યાઓ પર ભરતી

Next Article