ઈરાનનો ઇઝરાયેલ પર મોટો હુમલો, શું આ ત્રીજા વિશ્વ યુદ્ધની શરૂઆત છે ?

ઈરાનના મિસાઈલ હુમલા બાદ ઈઝરાયેલનો ગુસ્સો સાતમા આસમાને છે અને તેણે ઈરાન સામે બદલો લેવાની ધમકી આપી છે. ત્યારે હવે એવી પ્રબળ સંભાવના છે કે ઈઝરાયેલ ઈરાનમાં મોટો હુમલો કરી શકે છે. ઈઝરાયેલનું આ એવું પગલું હશે, જે ન માત્ર બંને દેશો વચ્ચે તણાવ વધારશે, પરંતુ દુનિયાને ત્રીજા વિશ્વ યુદ્ધ તરફ લઈ જઈ શકે છે.

ઈરાનનો ઇઝરાયેલ પર મોટો હુમલો, શું આ ત્રીજા વિશ્વ યુદ્ધની શરૂઆત છે ?
Iran Israel war
Follow Us:
| Updated on: Oct 03, 2024 | 7:23 PM

ઈરાનના હુમલા બાદ ત્રીજા વિશ્વ યુદ્ધની ચર્ચા તેજ થઈ ગઈ છે. ઈરાને 1 ઓક્ટોબર, 2024ના રોજ જે રીતે ઈઝરાયેલ પર મિસાઈલોથી હુમલો કર્યો તેનાથી વિશ્વભરના લોકો ડરી ગયા છે. યુદ્ધ કોઈપણ સમસ્યાનો ઉકેલ હોઈ શકે નહીં. એ તો બધા જાણે જ છે, પણ જે રીતે સ્થિતિ ઉભી થઈ છે, તેને કોણ ટાળી શકે. ઇઝરાયેલ દ્વારા હિઝબુલ્લાહ નેતાઓની હત્યા અને લેબનોન પર બોમ્બ ધડાકાના જવાબમાં ઈરાન દ્વારા ઈઝરાયેલ પર બેલેસ્ટિક મિસાઈલ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે.

ઈરાનના હુમલા દરમિયાન જેરુસલેમથી લઈને ઈઝરાયેલની જોર્ડન વેલી સુધી વિસ્ફોટોના અવાજ સંભળાયા હતા. ઈઝરાયેલની સેનાએ કહ્યું કે ઈઝરાયેલની એર ડિફેન્સ સિસ્ટમ સંપૂર્ણ રીતે સક્રિય છે. અમેરિકા અને બ્રિટને પણ ઈઝરાયેલના બચાવમાં તત્પરતા દાખવી અને મિસાઈલોને હવામાં જ તોડી નાખી, પરંતુ કેટલીક મિસાઈલો તેના ટાર્ગેટ સુધી પહોંચવામાં સફળ રહી હતી. જો કે, તેનાથી ઈઝરાયેલને કોઈ મોટું નુકશાન થયું નથી.

આ હુમલાઓ પછી જેરુસલેમ નજીક એક ગુપ્ત બંકરમાં નેતન્યાહુની અધ્યક્ષતામાં સુરક્ષા કેબિનેટની બેઠક યોજાઈ હતી. આ દરમિયાન વડાપ્રધાન નેતન્યાહૂએ ચેતવણી આપી હતી કે ઈરાને આજે રાત્રે મોટી ભૂલ કરી છે અને તેણે તેનું નુકસાન ચૂકવવું પડશે. નેતન્યાહુએ કહ્યું કે ઈરાનનો ઈઝરાયેલ પરનો હુમલો સંપૂર્ણ રીતે નિષ્ફળ રહ્યો છે. ઈઝરાયેલની એર ડિફેન્સ સિસ્ટમના કારણે ઈરાનના હુમલાને નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો.

જીલ જોશી એક્ટિંગની સાથે એક સિંગર પણ છે, જુઓ ફોટો
ઘરમાં આ દિશામાં લગાવો 7 દોડતા ઘોડાની તસવીર
Curry Leaves : દરરોજ મીઠા લીમડાનું પાણી પીવાથી શરીરમાં કેવા ફેરફારો થાય છે?
આજનું રાશિફળ તારીખ : 03-10-2024
Blood Cancer : કેવી રીતે ખબર પડે કે તમને બ્લડ કેન્સર છે..
શિયાળો આવતા પહેલા આ 4 વસ્તુઓથી બનેલું પાણી પીવો, દેશી પીણાના છે અનેક ફાયદા

ઈરાનનો ઈઝરાયેલ પર હુમલો વિશ્વ યુદ્ધનો સંકેત ?

ઈરાનના મિસાઈલ હુમલા બાદ ઈઝરાયેલ ભડક્યું છે અને તેણે ઈરાન સામે બદલો લેવાની ધમકી આપી છે. એવી પ્રબળ સંભાવના છે કે હવે ઈઝરાયેલનું આગામી લક્ષ્ય ઈરાનના પરમાણુ સ્થળો હોઈ શકે છે. ઈઝરાયેલનું આ એવું પગલું હશે, જે ન માત્ર બંને દેશો વચ્ચે તણાવ વધારશે, પરંતુ દુનિયાને ત્રીજા વિશ્વ યુદ્ધ તરફ લઈ જઈ શકે છે.

અમેરિકા ઈરાનને સતત ચેતવણી આપી રહ્યું હતું કે ઈઝરાયેલ પર કોઈપણ પ્રકારના હુમલા ના કરે, પરંતુ આ ચેતવણીઓ છતાં જ્યારે ઈરાને મંગળવારે રાત્રે ઈઝરાયલ પર મિસાઈલ છોડી ત્યારે અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડને એક નિવેદન જારી કરીને કહ્યું કે, અમેરિકા દરેક પરિસ્થિતિમાં ઈઝરાયલની સાથે ઉભો છે. તો બીજી તરફ બ્રિટનના વડાપ્રધાને પણ ઈઝરાયલને સમર્થન આપ્યું હતું.

એક પછી એક દેશોની ઈઝરાયેલને મદદ માટે આગળ આવી રહ્યા છે, ત્યારે ઈઝરાયેલ ચોક્કસથી ઈરાન પર વળતો પ્રહાર કરશે અને આ એક મોટો હુમલો હોઈ શકે છે, તેથી સામે પક્ષે ઈરાનને પણ ખ્યાલ છે કે તેના હુમલા પછી ઈઝરાયેલ ચૂપ નહીં રહે, તેથી તેણે પણ તૈયારીઓ કરી લીધી છે અને બંને દેશો વચ્ચે ગમે તે સમયે યુદ્ધ થઈ શકે છે. જો આ બંને દેશો વચ્ચે યુદ્ધ થશે તો, બંને દેશો સાથે તેના મિત્ર દેશો પણ જોડાશે, જે ત્રીજા વિશ્વ યુદ્ધ તરફ લઈ જઈ શકે છે.

યુદ્ધ થશે તો કયા દેશો કોને કરશે સપોર્ટ ?

ઈરાન દ્વારા ઈઝરાયેલ પર બેલેસ્ટિક મિસાઈલોના હુમલા બાદ મિડલ ઈસ્ટમાં ફરી એકવાર સ્થિતિ અત્યંત તંગ બની ગઈ છે. ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેની આ લડાઈમાં મિડલ ઈસ્ટના અન્ય મુસ્લિમ દેશો પણ જોડાઈ શકે છે. જો આમ થશે તો સમગ્ર મધ્ય પૂર્વમાં યુદ્ધની આગ ફેલાઈ જશે. વિનાશ અને બરબાદીનો નવો મોરચો ખુલશે. ત્યારે એ જાણવું જરૂરી છે કે કયો દેશ કોની સાથે ઉભો છે, યુદ્ધની સ્થિતિમાં કયો દેશ ઈઝરાયેલની સાથે અને કયો ઈરાન સાથે છે.

ઇઝરાયેલ સાથે કયા દેશો છે ?

અમેરિકા : ઇઝરાયેલની નજીકના ગણાતા યુએસ પ્રમુખ જો બાઈડને કહ્યું છે કે તેઓ ઈરાનને જવાબ આપવા માટે સાથી દેશો સાથે ચર્ચા કરી રહ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિએ વ્હાઇટ હાઉસમાં અધિકારીઓ સાથેની બેઠકની શરૂઆતમાં કહ્યું કે, એમાં કોઈ શંકા નથી કે અમેરિકા ઇઝરાયલને સંપૂર્ણ રીતે સમર્થન આપે છે. બીજી તરફ અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને ઇરાની મિસાઇલ હુમલાને સંપૂર્ણપણે અસ્વીકાર્ય ગણાવી હતી અને કહ્યું કે સમગ્ર વિશ્વએ તેની નિંદા કરવી જોઈએ.

બ્રિટન : બ્રિટનના વડાપ્રધાન કિઅર સ્ટાર્મરે પણ ઈરાન હુમલાની નિંદા કરી હતી. મંગળવારે જ તેમણે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુને ફોન કરીને મદદની ખાતરી આપી હતી. સ્ટાર્મરે કહ્યું કે અમે ઇઝરાયલની સાથે ઉભા છીએ અને સંકટના આ સમયમાં ઇઝરાયેલને આત્મરક્ષાનો અધિકાર છે. આ દરમિયાન બ્રિટિશ સંરક્ષણ મંત્રી જોન હેલીએ કહ્યું કે બ્રિટિશ દળોએ પણ મિસાઈલોનો નાશ કર્યો. આ રીતે ઈઝરાયેલને આ દેશો તરફથી મળેલી તાત્કાલિક મદદથી પણ ઈરાનની મિસાઈલોનો નાશ કરવામાં આવ્યો હતો.

ફ્રાન્સ : ઈરાનના ખતરાનો સામનો કરવા માટે ફ્રાન્સ પશ્ચિમ એશિયામાં વધારાના સૈન્ય સંસાધનો મોકલી રહ્યું છે. ફ્રાન્સના પ્રમુખે કહ્યું કે, ઇઝરાયેલની સુરક્ષા માટે પ્રતિબદ્ધ ફ્રાન્સે આજે ઈમરજન્સી સુરક્ષા કેબિનેટની બેઠક બાદ ઈરાનના ખતરાનો સામનો કરવા માટે પશ્ચિમ એશિયામાં તેના સૈન્ય સંસાધનોને એકત્ર કર્યા છે.

જાપાન : વડાપ્રધાન શિગેરુ ઇશિબાએ બુધવારે જણાવ્યું હતું કે ઇઝરાયેલ પર ઇરાનના મિસાઇલ હુમલાઓ અસ્વીકાર્ય છે. જાપાન આની સખત નિંદા કરે છે. અમે પરિસ્થિતિને શાંત કરવા અને તેને સંપૂર્ણ સ્તરના યુદ્ધમાં વધવાથી રોકવા માટે અમે ઈઝરાયલ સાથે છીએ અને બનતી તમામ મદદ કરવા તૈયાર છીએ.

જર્મની : ઈઝરાયેલના જૂના સાથી જર્મનીએ માંગ કરી હતી કે ઈરાન તેની ઉશ્કેરણીજનક કાર્યવાહી તાત્કાલિક બંધ કરે. વિદેશ મંત્રી એન્નાલેના બાર્બેચે ટ્વિટર પર પોસ્ટ કરી કહ્યું છે કે, હું આ હુમલાની સખત નિંદા કરું છું. ઈરાને તાત્કાલિક હુમલા બંધ કરવા જોઈએ કારણ કે તે પ્રદેશને પાતાળ તરફ લઈ જઈ રહ્યો છે.

ઓસ્ટ્રેલિયા : વડાપ્રધાન એન્થોની અલ્બેનિસે ઈરાન દ્વારા ઈઝરાયેલ પરના મિસાઈલ હુમલાની નિંદા કરી છે અને તણાવ ઓછો કરવાની હાકલ કરી છે. તેમણે બુધવારે મેલબોર્નમાં પત્રકારોને કહ્યું, કે અમે ઈરાનની હરકતોથી ખૂબ જ ચિંતિત છીએ, તેથી અમે તેની નિંદા કરીએ છીએ અને ઉમેર્યું કે ઇઝરાયેલને પોતાનો બચાવ કરવાનો અધિકાર છે.

આ ઉપરાંત ઈઝરાયેલને સાઉથ કોરિયા અને સાઉદી અરેબિયા પણ સમર્થન આપી શકે છે. કારણ કે, ભૂતકાળમાં ઈઝરાયેલે સાઉથ કોરિયાને મદદ કરી છે. તો સાઉદી અરેબિયાના ઈઝરાયેલ સાથે સારા સંબંધો છે. બંને દેશો વચ્ચે મજબૂત સુરક્ષા કરાર છે. તેથી જો યુદ્ધની સ્થિતિ સર્જાશે તો આ દેશો પણ તેની મદદ કરશે.

ઈરાન સાથે કયા દેશો છે ?

રશિયા : ઈરાન અને રશિયા વચ્ચે દાયકાઓથી સંબંધો છે. આનું સૌથી મોટું કારણ એ છે કે બંને પશ્ચિમી વિચારોના વિરોધી છે. તાજેતરના સમયમાં બંને નજીક આવ્યા છે. યુક્રેન સાથેના યુદ્ધ બાદ ઈરાને રશિયાને શસ્ત્રો અને અન્ય ચીજવસ્તુઓ આપ્યા હોવાના અહેવાલ છે. બીજી એક વાતની નોંધ લેવી જરૂરી છે. આ સપ્તાહની શરૂઆતમાં જ્યારે રશિયન પીએમ મિખાઇલ મિશુસ્ટીન તેહરાનની મુલાકાતે આવ્યા હતા ત્યારે ઈરાને ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો. રશિયન વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા ઝખારોવાએ ટેલિગ્રામ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, મધ્ય પૂર્વમાં બાઈડેનનો વહીવટ સંપૂર્ણ નિષ્ફળ રહ્યો છે.

તુર્કી : રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને મંગળવારે લેબનોનમાં ઇઝરાયલના ગ્રાઉન્ડ અભિયાનની નિંદા કરી અને યુનાઇટેડ નેશન્સ અને અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓને કોઈપણ સમય બગાડ્યા વિના ઇઝરાયેલને રોકવા વિનંતી કરી. એર્દોગન સતત ઈઝરાયેલની ટીકા કરી રહ્યા છે. તેમણે તાજેતરમાં નેતન્યાહુની તુલના નાઝી જર્મનીના એડોલ્ફ હિટલર સાથે કરતા કહ્યું કે હું ખુલ્લેઆમ કહું છું કે ઈઝરાયેલનું નેતૃત્વ, ઉન્માદ અને શુદ્ધ ધાર્મિક કટ્ટરતા સાથે કામ કરી રહ્યું છે, પેલેસ્ટાઈન અને લેબનોન પછી આપણા વતન પર તેની નજર રહેશે.

ચીન : ગયા મહિને વરિષ્ઠ ઈરાની અધિકારીઓ સાથેની ચર્ચામાં ચીનના બે ટોચના રાજદ્વારીઓએ ઈરાન સમર્થિત હિઝબુલ્લાહ અને ઈઝરાયેલ વચ્ચે વ્યાપક સંઘર્ષની વધતી સંભાવનાને ધ્યાનમાં રાખીને તેહરાન માટે સમર્થન વ્યક્ત કર્યું હતું. ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠક દરમિયાન ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશકિયન સાથે મુલાકાત કરી. તેમણે કહ્યું કે તેહરાનને તેની સાર્વભૌમત્વ, સુરક્ષા, પ્રાદેશિક અખંડિતતા અને રાષ્ટ્રીય ગૌરવની રક્ષામાં બેઇજિંગનું સમર્થન છે.

લેબનોન : ઇઝરાયેલ અને લેબનોન વચ્ચે હંમેશા છત્રીસનો આંકડો રહ્યો છે. તે ઈરાનની નજીક છે. લેબનોનથી સંચાલન કરતા હિઝબુલ્લાના વડા હસન નસરાલ્લાહના મૃત્યુ બાદ ઈરાને પણ ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો.

યમન : ઈઝરાયેલે લેબનોનમાં હિઝબુલ્લાહ વિરુદ્ધ અભિયાન શરૂ કર્યું ત્યારે યમનના ઈરાન સમર્થિત હુતી બળવાખોરો આગળ આવ્યા. તેમણે ઇઝરાયેલ પર અસફળ હુમલો કર્યો. ઇરાન સાથે જોડાયેલા યમનના હુતી બળવાખોરો મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષમાં મુખ્ય ખેલાડી છે.

સીરિયા : ઈરાન સાથે સીરિયા પણ ઉભું છે. તેણે અનેક મુદ્દે ઈરાનને મદદ અને સમર્થનની ઓફર કરી છે. આ સિવાય ઈરાક, નોર્થ કોરિયા, ઈજિપ્ત અને કટ્ટરપંથી આતંકવાદી જૂથો ઈરાનની મદદ માટે આગળ આવી શકે છે અને ઈઝરાયેલ વિરુદ્ધ મોરચો ખોલી શકે છે.

વાહ રે વિકાસ મોડલ, ન જળવાયો મોતનો મલાજો, મૃતદેહને ટ્રેક્ટરમાં લઈ જવાયો
વાહ રે વિકાસ મોડલ, ન જળવાયો મોતનો મલાજો, મૃતદેહને ટ્રેક્ટરમાં લઈ જવાયો
દ્વારકાના ખેડૂતોએ વિવિધ 6 માગો સાથે સરકાર સામે માંડ્યો મોરચો- Video
દ્વારકાના ખેડૂતોએ વિવિધ 6 માગો સાથે સરકાર સામે માંડ્યો મોરચો- Video
અમદાવાદમાં વિધર્મીના ગરબા આયોજન સામે VHPનો વિરોધ
અમદાવાદમાં વિધર્મીના ગરબા આયોજન સામે VHPનો વિરોધ
અમિત શાહે અમદાવાદને સ્વચ્છતા સર્વેક્ષણમાં નંબર 1 પર લાવવા કર્યુ આહ્વાન
અમિત શાહે અમદાવાદને સ્વચ્છતા સર્વેક્ષણમાં નંબર 1 પર લાવવા કર્યુ આહ્વાન
સુરતમાં 15 મોટા કોમર્શિયલ ગરબા આયોજનને અત્યાર સુધી પોલીસની મંજૂરી નહીં
સુરતમાં 15 મોટા કોમર્શિયલ ગરબા આયોજનને અત્યાર સુધી પોલીસની મંજૂરી નહીં
"ગેરંટી પિરિયડ પહેલા તૂટેલા રસ્તાઓ જે તે એજન્સી જ રિપેર કરશે"
પૂૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા ભાજપના નેતાઓ સાથે હળવા મૂડમાં દેખાયા
પૂૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા ભાજપના નેતાઓ સાથે હળવા મૂડમાં દેખાયા
સલમાન ખાનના ફર્મના નામે પાણીપુરીની કંપની માલિક પાસે 15 કરોડની માગણી
સલમાન ખાનના ફર્મના નામે પાણીપુરીની કંપની માલિક પાસે 15 કરોડની માગણી
બજરંગદળ અને VHP દ્વારા શરૂ કરાઈ મેરા ભાઈ હેલ્પલાઈન
બજરંગદળ અને VHP દ્વારા શરૂ કરાઈ મેરા ભાઈ હેલ્પલાઈન
સુરતમાં પોલીસ કમિશનરે નવરાત્રી ડોમનું કર્યું નિરીક્ષણ
સુરતમાં પોલીસ કમિશનરે નવરાત્રી ડોમનું કર્યું નિરીક્ષણ
g clip-path="url(#clip0_868_265)">