Breaking News: નેતન્યાહુ જીવિત છે કે માર્યા ગયા? ઈરાની દૂતાવાસના રહસ્યમય નિવેદને સસ્પેન્સ વધાર્યું

ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ સંઘર્ષની વચ્ચે એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુની હત્યા થઈ હોવાની અફવાઓએ જોર પકડ્યું છે.

Breaking News: નેતન્યાહુ જીવિત છે કે માર્યા ગયા? ઈરાની દૂતાવાસના રહસ્યમય નિવેદને સસ્પેન્સ વધાર્યું
| Updated on: Mar 14, 2026 | 8:22 PM

ઇઝરાયેલ અને અમેરિકા સામે ચાલી રહેલા ઈરાનના યુદ્ધ વચ્ચે ઇઝરાયેલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુની હત્યા થઈ હોવાની અફવાઓએ જોર પકડ્યું છે. સોશિયલ મીડિયા પર અનેક પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઈરાને બેન્જામિન નેતન્યાહુની હત્યા કરી દીધી છે. આમાંના મોટાભાગના દાવા ઈરાની લોકો દ્વારા જ સોશિયલ મીડિયા પર કરવામાં આવી રહ્યા છે.

એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, છેલ્લા કેટલાક દિવસોથી નેતન્યાહુ ક્યાંય દેખાયા નથી, જે આ શંકાને વધુ મજબૂત બનાવે છે. આ દાવાઓ વચ્ચે દક્ષિણ આફ્રિકામાં સ્થિત ઈરાની દૂતાવાસનું પ્રથમ નિવેદન સામે આવ્યું છે, જેમાં આ કથિત ઘટનાને મિનાબ હુમલામાં માર્યા ગયેલી સ્કૂલી બાળકીઓની હત્યા સાથે જોડીને પ્રતિક્રિયા આપવામાં આવી છે.

દક્ષિણ આફ્રિકા સ્થિત ઈરાની દૂતાવાસે ‘X’ પર એક પોસ્ટમાં લખ્યું છે કે, “એ બાબત બિલકુલ મહત્વની નથી કે, નેતન્યાહુ માર્યા ગયા છે કે જીવિત છે. એક મિનાબી બાળકીનો વાળ પણ તેમના સમગ્ર અસ્તિત્વ કરતા ક્યાંય વધુ કિંમતી છે.” એક લાઇનની આ પોસ્ટમાં ન તો આ દાવાઓને નકારવામાં આવ્યા છે અને ન તો તેને સાચા ગણાવ્યા છે પરંતુ ઈરાનના મિનાબ શહેરમાં ઇઝરાયેલ તેમજ અમેરિકાના હુમલામાં માર્યા ગયેલી 150 થી વધુ માસૂમ બાળકીઓના મોત અંગે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે.

ઈરાનના નવા સુપ્રીમ લીડર બનેલા મુજ્તબા ખામેનેઈએ તેમના પિતા સૈયદ આયાતુલ્લા અલી ખામેનેઈ સહિત ઘણા અધિકારીઓની શહાદતનો બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી છે. એક દિવસ પહેલા જાહેર કરેલા નિવેદનમાં મુજ્તબાએ મિનાબ શહેરમાં શાળા પર થયેલા હુમલામાં માર્યા ગયેલી બાળકીઓના મોતનો બદલો લેવાનું પણ વચન આપ્યું છે. ત્યારપછી જ સોશિયલ મીડિયા પર નેતન્યાહુના મોતના દાવા કરતી પોસ્ટ્સ વાયરલ થવા લાગી છે, જેમાં મોટાભાગના ઈરાની હેન્ડલ્સ છે.

Breaking News: બદલાની આગમાં બધું ‘રાખ’ કરવાની તૈયારી! ઈરાનની આ એક ધમકી અને તેલના ભાવમાં આવેલો ભયાનક ઉછાળો બધું જ બરબાદ કરી દેશે