
ઈઝરાયેલ-અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા વિનાશક જંગમાં એક સનસનાટીભર્યા સમાચાર મળી રહ્યા છે. ઈઝરાયેલી મીડિયાના અહેવાલો અનુસાર, ઈરાનના સૈન્ય પ્રમુખ અમીર હાતમી હુમલામાં માર્યા ગયા છે. જોકે, હજુ સુધી ઈરાન સરકાર કે ઈઝરાયેલી સેના દ્વારા સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
અમીર હાતમીને ઈરાનની સૈન્ય વ્યુહરચનાના સૌથી મહત્વના ચહેરા માનવામાં આવે છે. જૂન 2025માં જ સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈએ સૈન્ય નેતૃત્વમાં મોટો ફેરફાર કરીને અમીર હાતમીને ઈરાની સેના (Artesh) ના કમાન્ડર-ઈન-ચીફ નિયુક્ત કર્યા હતા. તેઓ ખામેનેઈના સૈન્ય સલાહકાર તરીકે પણ સેવા આપી ચૂક્યા છે.
1966માં જંજનમાં જન્મેલા અમીર હાતમીએ ખૂબ જ નાની ઉંમરે હથિયાર ઉપાડી લીધા હતા.
મેજર જનરલ હાતમીએ 2017 થી 2021 દરમિયાન રાષ્ટ્રપતિ હસન રુહાનીના શાસનમાં રક્ષામંત્રી તરીકે સેવા આપી હતી. છેલ્લા બે દાયકામાં આ પ્રથમ વખત હતું જ્યારે રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC) ને બદલે નિયમિત સેનાના કોઈ અધિકારીને આ મહત્વનું પદ સોંપવામાં આવ્યું હતું.
Iran’s army said Commander in Chief Maj Gen Amir Hatami is safe and performing his duties. Ali Abdollahi Aliabadi, commander of Khatam al Anbiya HQ, said all US bases in the region were hit by Iranian missile strikes and vowed operations will continue. #Iran pic.twitter.com/N9hDOao3tB
— NOELREPORTS (@NOELreports) February 28, 2026
રક્ષામંત્રી તરીકે હાતમીએ ઈરાનના મિસાઈલ અને ડ્રોન પ્રોગ્રામને નવી ઊંચાઈઓ પર પહોંચાડ્યો હતો:
અમીર હાતમી હંમેશા માનતા હતા કે ઈરાનની સાર્વભૌમત્વની રક્ષા માટે મિસાઈલ શક્તિ મજબૂત કરવી અનિવાર્ય છે. જો આ જંગમાં તેમના મોતના અહેવાલો સાચા સાબિત થશે, તો તે નિશ્ચિતપણે ઈરાન માટે અપૂરીય ખોટ હશે.