AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Iran Israel Clash: ઈરાને તૈયાર કર્યું એક એવું ડ્રોન જે ઈઝરાયેલના ઘરમાં ઘૂસીને આપશે ચેલેન્જ

ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીએ તાજેતરમાં એક એટેક ડ્રોનનું અનાવરણ કર્યું હતું જે મુખ્યત્વે ઈઝરાયેલ પર હુમલો કરવા સક્ષમ હોવાનું માનવામાં આવે છે. ડ્રોનનો એક વીડિયો પણ સામે આવ્યો છે.

Iran Israel Clash: ઈરાને તૈયાર કર્યું એક એવું ડ્રોન જે ઈઝરાયેલના ઘરમાં ઘૂસીને આપશે ચેલેન્જ
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 23, 2023 | 10:09 AM
Share

Iran Israel Clash: પોતાની સૈન્ય શક્તિને મજબૂત બનાવતી વખતે, ઈરાને(Iran) તેના શસ્ત્રોની શક્તિમાં વધુ વધારો કર્યો છે. હાલમાં જ દુનિયાની સામે એક નવું ડ્રોન રજૂ કરતી વખતે ઈરાને કહ્યું છે કે તે ઈઝરાયેલ પર હુમલો કરવા સક્ષમ છે. ઈરાનના સંરક્ષણ મંત્રીએ ઈરાનમાં સંરક્ષણ ઉદ્યોગ દિવસ પર આયોજિત પ્રદર્શનમાં ‘મોહાજેર-10’ ડ્રોનનું અનાવરણ કર્યું હતું.

આ પણ વાંચો: Russia Ukraine War: રશિયાએ યુક્રેનની સીમામાં ઘૂસીને અમેરિકી સૈન્ય બોટને ઉડાવી, તેમાં સવાર હતા ઝેલેન્સકીના સૈનિકો

બોમ્બ અને એન્ટી રડાર સાધનો લઈ જવા માટે પણ સક્ષમ

ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાઈસી, ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)ના વરિષ્ઠ કમાન્ડર પણ આ કાર્યક્રમમાં હાજર હતા. ઈરાનનું આ નવું ડ્રોન માનવરહિત એટેક એરક્રાફ્ટ છે, જેને અમેરિકા દ્વારા નિર્મિત MQ-9 રીપરની જેમ ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ ડ્રોનનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં મોહજેર-10 અજાણ્યા એરસ્ટ્રીપ પરથી ઉડતો જોઈ શકાય છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ડ્રોન અલગ-અલગ પ્રકારના બોમ્બ અને એન્ટી રડાર સાધનો લઈ જવા માટે પણ સક્ષમ છે.

શું છે ડ્રોનની વિશેષતા?

મોહજેર ડ્રોનનું પ્રથમ સંસ્કરણ 1980ના દાયકામાં ઇરાક સાથેના આઠ વર્ષના યુદ્ધ દરમિયાન વિકસાવવામાં આવ્યું હતું. ઈરાની મીડિયા અનુસાર, આ મોહજેરનું નવું વર્ઝન છે. આ ડ્રોન પોતાની સાથે 300 કિલો હથિયાર લઈ જઈ શકે છે. તે મહત્તમ 210 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉડવાની ક્ષમતા સાથે 450 લિટર ઇંધણ રાખી શકે છે.

સરકારી મીડિયા અનુસાર, ‘મોહાજેર-10’ ડ્રોન આકાશમાં લગભગ 7000 મીટરની ઉંચાઈ પર ઉડી શકે છે, સાથે જ તે લગભગ 2000 કિલોમીટરનું અંતર પણ રોકાયા વિના કાપી શકે છે.

ઈરાને વિવાદો વચ્ચે અનાવરણ કર્યું

ઈરાને એક દિવસ પહેલા તેના નવા ડ્રોનનું અનાવરણ કર્યું હતું, ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ઈરાન પર પશ્ચિમમાં હેબ્રોનમાં ઈઝરાયેલીઓ પર ગોળીબાર અને હુમલા માટે જવાબદાર હોવાનો આરોપ લગાવ્યો હતો. તેણે તાજેતરના હુમલા માટે ઈરાનને ફંડિંગ અને પ્રોત્સાહિત કરવા માટે જવાબદાર ઠેરવ્યા હતા. સોમવારે ઈઝરાયેલે ઈરાનના હિતોને નિશાન બનાવીને સીરિયામાં હવાઈ હુમલો કર્યો હતો.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાતી પ્રવાસીઓની બસને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત, 3ના મોત, 28ને ઈજા
ગુજરાતી પ્રવાસીઓની બસને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત, 3ના મોત, 28ને ઈજા
રાજ ટેકસટાઇલ માર્કેટમાં લાગી ભીષણ આગ, 15થી વધુ ગાડી ઘટના સ્થળે
રાજ ટેકસટાઇલ માર્કેટમાં લાગી ભીષણ આગ, 15થી વધુ ગાડી ઘટના સ્થળે
ગુજરાતમાં મિશ્ર ઋતુનો માર ! ગરમી,ઠંડી સાથે માવઠાની આગાહી
ગુજરાતમાં મિશ્ર ઋતુનો માર ! ગરમી,ઠંડી સાથે માવઠાની આગાહી
આજે આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ: સુખ-સમૃદ્ધિનો સૂરજ ઊગશે
આજે આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ: સુખ-સમૃદ્ધિનો સૂરજ ઊગશે
રાજ્યના અનેક જિલ્લામાં પૂરતુ ખાતર ન મળતા ધરતીપુત્રો પરેશાન
રાજ્યના અનેક જિલ્લામાં પૂરતુ ખાતર ન મળતા ધરતીપુત્રો પરેશાન
ભાવનગરની ગેંગે દ્વારા દેશભરમાં ચાલતું મોટું સાયબર ફ્રોડ રેકેટ ઝડપાયું!
ભાવનગરની ગેંગે દ્વારા દેશભરમાં ચાલતું મોટું સાયબર ફ્રોડ રેકેટ ઝડપાયું!
ડુંગળી અને લસણ ખાવા-ના ખાવાના મુદ્દે અમદાવાદની એક દંપતિના છુટાછેડા થયા
ડુંગળી અને લસણ ખાવા-ના ખાવાના મુદ્દે અમદાવાદની એક દંપતિના છુટાછેડા થયા
ખોટા દસ્તાવેજોથી લગ્ન નોંધણીનુ કૌભાંડ
ખોટા દસ્તાવેજોથી લગ્ન નોંધણીનુ કૌભાંડ
ઝઘડિયા GIDCમાં પ્લાન્ટમાં બ્લાસ્ટ, 1નું મોત
ઝઘડિયા GIDCમાં પ્લાન્ટમાં બ્લાસ્ટ, 1નું મોત
નારોલ વિસ્તારમાં ફાયરિંગની ઘટના, મિત્રએ જ મિત્ર પર ચલાવી ગોળી
નારોલ વિસ્તારમાં ફાયરિંગની ઘટના, મિત્રએ જ મિત્ર પર ચલાવી ગોળી
g clip-path="url(#clip0_868_265)">