
અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલા અભિયાન વચ્ચે વ્હાઇટ હાઉસનું અત્યંત મહત્વનું નિવેદન સામે આવ્યું છે. વ્હાઇટ હાઉસે સ્પષ્ટ કર્યું છે કે, તેઓ ઈરાન વિરુદ્ધ પરમાણુ હથિયારોના ઉપયોગ પર વિચાર કરી રહ્યા નથી.
આ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી એવું નિવેદન પણ આવ્યું છે કે, જો આજે (અમેરિકા અને ઈરાન વચ્ચેની) વાતચીત આગળ વધે અને કોઈ નક્કર પરિણામ આવે, તો સમયમર્યાદા (Deadline) બદલાઈ શકે છે. ટ્રમ્પે અમેરિકન મીડિયાને જણાવ્યું હતું કે, જો સમયમર્યાદા પૂરી થશે, તો ‘વોશિંગ્ટન’ ઈરાન પર તેની અગાઉથી નક્કી કરેલી યોજનાઓ સાથે આગળ વધશે.
JUST IN:
White House says it is not considering the use of nuclear weapons in Iran. pic.twitter.com/414thnfMNJ
— Current Report (@Currentreport1) April 7, 2026
વ્હાઇટ હાઉસનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે થોડા સમય પહેલા જ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર ધમકીભર્યા અંદાજમાં કહ્યું હતું કે, આજે રાત્રે ‘એક આખી સભ્યતાનું મૃત્યુ’ થવા જઈ રહ્યું છે.
BREAKING: The White House denies it is considering using nuclear weapons in Iran.
— The General (@GeneralMCNews) April 7, 2026
ટ્રમ્પે લખ્યું હતું કે, “આજે રાત્રે એક આખી સભ્યતા હંમેશ માટે ખતમ થઈ શકે છે, જેને ફરી ક્યારેય સ્થાપિત કરી શકાશે નહીં. હું બિલકુલ નથી ઈચ્છતો કે, આવું થાય પરંતુ કમનસીબે આ શક્ય છે. તેમ છતાંય, હવે જ્યારે સત્તા સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે અને તેના પર ઓછા કટ્ટરપંથી, વધુ સમજદાર અને હોશિયાર લોકો બેઠા છે, તો હોઈ શકે કે કંઈક ક્રાંતિકારી અને ખૂબ સારું થઈ જાય. કોણ જાણે? આજે રાત્રે આપણે દુનિયાના સૌથી લાંબા અને જટિલ ઇતિહાસની એ દુર્લભ ક્ષણો જોવા જઈ રહ્યા છીએ. 47 વર્ષ સુધી ચાલેલો જબરદસ્તી, ભ્રષ્ટાચાર અને મોતનો સિલસિલો આખરે ખતમ થવા જઈ રહ્યો છે. ઈશ્વર ઈરાનના મહાન લોકોની રક્ષા કરે.”
White house has denied the claim of using Nuclear weapons against Iran. https://t.co/6Trh0eibNL
— m anas (@xdeadair) April 7, 2026
બીજી તરફ સમાચાર છે કે, ટ્રમ્પ દ્વારા ઈરાની સભ્યતાને નષ્ટ કરવાની ધમકી આપ્યા બાદ ઈરાને અમેરિકા સાથેનો સીધો સંપર્ક (Direct Communication) બંધ કરી દીધો છે.
મિડલ ઈસ્ટમાં વધતા તણાવ વચ્ચે કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું, “કેનેડા અપેક્ષા રાખે છે કે, ઈરાન સંઘર્ષમાં જોડાયેલ તમામ પક્ષો આંતરરાષ્ટ્રીય કાયદાઓનું સન્માન કરે. આનો અર્થ એ છે કે, સામાન્ય નાગરિકો અથવા નાગરિક માળખાગત સુવિધાઓને નિશાન બનાવવામાં ન આવે.”
Published On - 9:15 pm, Tue, 7 April 26