
ઈરાને ફરી એકવાર યુએસ નૌકાદળ દ્વારા તેના નિઃશસ્ત્ર યુદ્ધ જહાજ પર હુમલો કરવા પર આકરી પ્રતિક્રિયા આપી છે. ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચીએ જણાવ્યું હતું કે અમેરિકાએ તેના નિઃશસ્ત્ર યુદ્ધ જહાજ પર હુમલો કર્યો હતો જ્યારે તે ભારતમાં તાલીમ મિશનથી પરત ફરી રહ્યું હતું. અરાઘચીએ જણાવ્યું હતું કે બીજા દેશમાં દાવપેચ માટે શસ્ત્રોની જરૂર નથી. તેમણે યુએસ નૌકાદળના હુમલાને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન પણ ગણાવ્યું હતું. હુમલામાં ઓછામાં ઓછા 87 ઈરાની નૌકાદળના કર્મચારીઓ માર્યા ગયા હતા, જ્યારે 32 ક્રૂ સભ્યોને બચાવી લેવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં ખલાસીઓ હજુ પણ ગુમ છે, જેમના માટે શ્રીલંકન નૌકાદળ અને ભારતીય નૌકાદળ બચાવ કામગીરી કરી રહ્યા છે.
અમેરિકન મીડિયા NBC ન્યૂઝ સાથેની મુલાકાતમાં, ઈરાની વિદેશ મંત્રીએ કહ્યું, “તમે જાણો છો કે, તેમનો ઈરાદો યુદ્ધ કરવાનો નહોતો. તેઓ એક કવાયતના ભાગરૂપે જઈ રહ્યા હતા, જેનું આયોજન ઈન્ડિયન નેવી દ્વારા કરાયુ હતુ.” “ત્યાં અન્ય પણ અનેક મહેમાનો પરેડમાં સામેલ થવા પહોંચ્યા હતા, અને તમે જાણો છો, બધું શાંતિપૂર્ણ હતું, તાલીમ અભ્યાસક્રમ અથવા શાંતિપૂર્ણ તાલીમ પ્રક્રિયા. તેથી, તેમને શસ્ત્રોની જરૂર નહોતી. તેઓ ખરેખર યુદ્ધ શરૂ થયાના ઘણા સમય પહેલા તે મિશન પર ગયા હતા.”
આ જહાજ ભારતીય નૌકાદળના આમંત્રણથી ત્યાં આવ્યુ હતુ અને તેને કોઈપણ પ્રકારની ચેતવણી આપ્યા વિના ડૂબાડી દેવામાં આવ્યુ. -ઈરાની વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી
બીબીસીના અહેવાલ મુજબ, અમેરિકા દ્વારા હુમલો કરાયેલ ઈરાની યુદ્ધ જહાજનું નામ “આઈરિસ ડેના” હતું. યુદ્ધ જહાજમાં આશરે 130 ક્રૂ મેમ્બર સવાર હતા.
આ ઈરાની યુદ્ધ જહાજ ભારતીય નૌકાદળના આમંત્રણ પર આવ્યું હતું, જોકે કવાયત પૂર્ણ થયા પછી તે ઘણા દિવસો સુધી ભારતની નજીક રહ્યું. દરમિયાન, અમેરિકાએ જણાવ્યું હતું કે તેણે ઈરાની યુદ્ધ જહાજને ડૂબાડવા માટે તેના માર્ક 48 ટોર્પિડોનો ઉપયોગ કર્યો હતો. માર્ક 48 ટોર્પિડો યુએસ નૌકાદળનું પ્રમુખ શસ્ત્ર છે. આ ટોર્પિડોનું નવું વર્ઝન આશરે 1,700 કિલોગ્રામ વજન ધરાવે છે.
❗️Sri Lanka Releases First Visuals of its Navy Rescuing Iranian Sailors After Deadly US Torpedo Attack on IRIS Dena Frigate in Indian Ocean
At least 87 people were killed in the strike, 32 Iranian sailors were rescued by Sri Lanka. https://t.co/H8f3SGTnxz pic.twitter.com/QDbjWBtux1
— RT_India (@RT_India_news) March 6, 2026
શ્રીલંકન નૌકાદળે IRIS દેનામાંથી 32 ખલાસીઓને બચાવવા અને 87 મૃતદેહો મેળવવાનો અહેવાલ આપ્યો છે. તે હજુ સુધી સ્પષ્ટ નથી કે કેવી રીતે શ્રીલંકાના અધિકારીઓને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી, પરંતુ એવી શક્યતા છે કે યુએસ નેવીએ બચી ગયેલા લોકો વિશે માહિતી પૂરી પાડી હશે. વધુમાં, શ્રીલંકાએ બીજા ઈરાની યુદ્ધ જહાજ, IRINS બુશેહર, અને તેના 208 ઈરાની કર્મચારીઓને તેના પ્રદેશમાં આશ્રય આપ્યો છે. આ ઈરાની ખલાસીઓને કોલંબો બંદર પર લઈ જવામાં આવ્યા છે.