International News : અમીરોમાં પ્રખ્યાત અમેરીકાની ઇલેવન મેડિસન પાર્ક રેસ્ટોરાં સી ફૂડ અને મીટની જગ્યાએ લીલા શાકભાજી પીરસશે

|

May 05, 2021 | 6:56 PM

સમગ્ર વિશ્વના અમીરોમાં પ્રખ્યાત તેવી અમેરિકાના ન્યૂયોર્કની મેનહટનની ઇલેવન મેડિસન પાર્ક રેસ્ટોરાં તેના મેન્યુમાં ફેરફાર કર્યો છે. આ રેસ્ટોરાં હવે મીટ અને સી ફૂડ નહિ પીરસે.

International News : અમીરોમાં પ્રખ્યાત અમેરીકાની ઇલેવન મેડિસન પાર્ક રેસ્ટોરાં સી ફૂડ અને મીટની જગ્યાએ લીલા શાકભાજી પીરસશે
ઇલેવન મેડિસન પાર્ક રેસ્ટોરાં

Follow us on

International News : સમગ્ર વિશ્વના અમીરોમાં પ્રખ્યાત તેવી અમેરિકાના ન્યૂયોર્કની મેનહટનની ઇલેવન મેડિસન પાર્ક રેસ્ટોરાંએ તેના મેન્યુમાં ફેરફાર કર્યો છે. આપને જણાવી દઇએ કે, આ રેસ્ટોરાં હવે મીટ અને સી ફૂડ નહિ પીરસે. કોરોના વૈશ્વિક મહામારી બાદ રેસ્ટોરન્ટ ફરી ખૂલી છે અને રેસ્ટોરાં દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

એક અખબારના જણાવ્યા પ્રમાણે  રેસ્ટોરાંના ચીફ શેફ જણાવે છે કે, છેલ્લા દોઢ વર્ષમાં અમે ઘણુ બધુ જોયુ છે, ઘણુ બધુ સાંભળ્યુ પણ છે અને તે પરથી અમે સમજ્યા છીએ. પર્યાવરણવિદો તથા અનેક સામાજિક સંસ્થાઓ પ્રમાણે મહામારી ફેલાવવાનુ મુખ્ય કારણ નબળી ગ્લોબલ ફૂડ સિસ્ટમ અને ખાસ કરીને નોનવેજ ફૂડથી સર્જાતા ફૂડની ઉપેક્ષા છે. આપને જણાવી દઇએ કે, રેસ્ટોરન્ટમાં દૂધ, ઇંડા અને મધની ચા પહેલાની જેમ જ પીરસવામાં આવશે.

આ ઉપરાંત રેસ્ટોરાંના માલિક જણાવે છે કે, અમારુ વધારે ધ્યાન લીલા શાકભાજી અને કુદરતી ઉત્પાદનો પર રહેશે. અમને આશા છે કે સમયની માગ પ્રમાણે ગ્રાહકો તેને પસંદ કરશે. મેનહેટનની આ રેસ્ટોરાંના નિર્ણયથી આસપાસની અન્ય નાની-મોટી રેસ્ટોરન્ટ પણ ખુશ છે અને નજીકના ભવિષ્યમાં તેઓ પણ આ દિશામાં આગળ વધવાનું વિચારી રહ્યા છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

આપને જણાવી દઇએ કે, ઇલેવન મેડિસન પાર્ક રેસ્ટોરાં વિશ્વની 50 સૌથી મોટી રેસ્ટોરાંમાંથી એક છે. તેના મલ્ટિકોર્સ મેન્યુ 25 હજારથી શરુ થાય છે. ન માત્ર અમેરિકાના ન્યૂયોર્ક પરંતુ અમેરિકાના અન્ય શહેરો તેમજ અન્ય દેશોમાં પણ તેના આઉટલેટ્સ છે. રેસ્ટોરાંના નોનવેજ ફૂડ પ્રખ્યાત છે.

Next Article