International day against drug abuse and illicit trafficking 2021 : જાણો આ દિવસનો ઇતિહાસ અને મહત્વની બાબતો

|

Jun 26, 2021 | 3:26 PM

International day against drug abuse and illicit trafficking 2021 :'શેર ડ્રગ ફેક્ટ્સ ટુ સેવ લાઇવ્સ'(Share Drug Facts to Save Lives)એ આ વર્ષે આંતરરાષ્ટ્રીય ડ્રગ એબ્યુઝ અને ઈલીકટ ટ્રાફિકિંગ દિવસની થીમ છે.

International day against drug abuse and illicit trafficking 2021 : જાણો આ દિવસનો ઇતિહાસ અને મહત્વની બાબતો
આંતરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસનો ઇતિહાસ અને મહત્વ

Follow us on

International day against drug abuse and illicit trafficking 2021 : યુવાનોમાં વધી રહેલા ડ્રગ(drug) ના સેવનને રોકવા અને વૈશ્વિક સ્તરે ડ્રગના દૂરઉપયોગ અને ગેરકાયદેસર હેરફેરને રોકવા માટે 26 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય  ડ્રગ(drug) એબ્યુઝ અને ઇલીઝિટ ટ્રાફિકિંગ વિરુદ્ધ દિવસ મનાવવામાં આવે છે. આ દિવસ આંતરરાષ્ટ્રીય સમાજને માદક દ્રવ્યોથી મુક્ત કરવા અને આ દિશામાં પગલાં લેવા સંયુક્ત રાષ્ટ્રના સંકલ્પનાની અભિવ્યક્તિ તરીકે ઉજવવામાં આવે છે.

આ દિવસનો ઇતિહાસ

” આંતરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસ”  દર વર્ષે 26 જૂને મનાવવામાં આવે છે. જેમાં 7 ડિસેમ્બર 1987 ના રોજ યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ ડ્રગ્સ અને પદાર્થોની રોકથામ માટે ઠરાવ પસાર કર્યો હતો. તેની બાદ દર વર્ષે 26 જૂનને ‘ આંતરરાષ્ટ્રીય ડ્રગ વિરોધ દિવસ’ તરીકે મનાવવાનું નક્કી કર્યું હતું.

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

જેનો ઉદ્દેશ લોકોમાં ડ્રગની આડઅસર અંગે લોકોમાં જાગૃતિ ઊભી કરવાનો છે. આ ઉપરાંત બીજી બાજુ ડ્રગ(drug) વ્યસનીને સારવારની દિશામાં પણ મહત્વપૂર્ણ કાર્ય કરે છે. ” આંતરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસ” નિમિત્તે યુનાઈડીસી, ‘યુનાઇટેડ નેશન્સ’ ઓફિસ ઓફ ડ્રગ અને ક્રાઈમ સામે લડવા માટે એક સૂત્ર આપ્યું છે.

આ દિવસે વિવિધ દેશો દ્વારા ડ્રગના દૂષણનો સામનો કરવા માટે લેવામાં આવતા પગલાઓ અને આ માર્ગમાં પડકારો અને તેમના નિવારણનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ’26 જૂન ‘દિવસ ડ્રગના દૂષણ સામે લડવાનું પ્રતીક બની ગયો છે. આ પ્રસંગે લોકોને ડ્રગના ઉત્પાદન, દાણચોરી અને સેવનના દુષ્પ્રભાવો વિશે લોકોને જાગૃત કરવામાં આવે છે.

આ વર્ષની થીમ

‘શેર ડ્રગ ફેક્ટ્સ ટુ સેવ લાઇવ્સ'(Share Drug Facts to Save Lives)એ આ વર્ષે આંતરરાષ્ટ્રીય ડ્રગ એબ્યુઝ અને ઈલીકટ ટ્રાફિકિંગ દિવસની થીમ છે. આ વર્ષનું ફોકસ આ વિષય પરની ખોટી માહિતી ફેલાતી રોકવા અને ડ્રગ સંબંધિત સાચી વાતો લોકો સુધી પહોંચાડવાનું છે.

યુએનઓડીસી વેબસાઇટ કહે છે કે, “આરોગ્યના જોખમો અને વિશ્વની ડ્રગની સમસ્યાનો સામનો કરવાના ઉકેલોથી લઈને, પુરાવા-આધારિત નિવારણ, સારવાર અને સંભાળ – ડ્રગ્સ પરના વાસ્તવિક તથ્યોને વહેંચીને તમારી ભૂમિકા શેર કરો અને ખોટી માહિતી સામે લખો.”

વિશ્વ ડ્રગ રિપોર્ટ

દર વર્ષે યુએન બોડી વૈશ્વિક ડ્રગની કટોકટીનો કેવી રીતે સામનો કરી શકે તેના આંકડા અને ડેટા સાથે વિશ્વ ડ્રગ રિપોર્ટ પ્રકાશિત કરે છે. “વર્લ્ડ ડ્રગ રિપોર્ટ 2021 નો હેતુ ફક્ત આરોગ્ય, ગવર્નન્સ અને સલામતી પર વિશ્વની ડ્રગની સમસ્યાનો સામનો કરવા માટે વધુ આંતરરાષ્ટ્રીય સહયોગને પ્રોત્સાહન આપવાનો છે. યુએનઓડીસી વેબસાઇટએ કહ્યું છે કે પરંતુ કોરોના રોગચાળાના પ્રભાવ વચ્ચે આ પડકારો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે.

Published On - 3:22 pm, Sat, 26 June 21

Next Article