India આવતી Indigoની ફ્લાઈટનું કરાચીમાં અચાનક કરાયુ Landing, જાણો શું હતું કારણ?

|

Mar 02, 2021 | 2:13 PM

સંયુક્ત અરબ એમિરેટ્સના (UAE) શારજાહથી લખનૌ (Lucknow) આવી રહેલી ઈન્ડિગોની ફ્લાઈટનું (Indigo Flight) પાકિસ્તાનના કરાચીમાં ઈમરજન્સી લેન્ડિંગ (Landing) કરવામાં આવ્યુ છે.

India આવતી Indigoની ફ્લાઈટનું કરાચીમાં અચાનક કરાયુ Landing, જાણો શું હતું કારણ?

Follow us on

સંયુક્ત અરબ એમિરેટ્સના (UAE) શારજાહથી લખનૌ (Lucknow) આવી રહેલી ઈન્ડિગોની ફ્લાઈટનું (Indigo Flight) પાકિસ્તાનના કરાચીમાં ઈમરજન્સી લેન્ડિંગ (Landing) કરવામાં આવ્યુ છે. મળતી માહિતી અનુસાર એક પેસેન્જરની અચાનક જ તબિયત લથડતા કરાચીમાં લેન્ડિંગ કરાવી પેસેન્જરની સારવાર કરાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો તેમ છતાં તે પેસેન્જરને બચાવી શકાયુ નહીં. ઈન્ડિગો એરલાઈન્સ તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદન પ્રમાણે મેડિકલ ઈમરજન્સીને કારણે લખનૌ આવતી ઈન્ડિગોની ફ્લાઈટ 6E 1412નું કરાચીમાં મેડિકલ ઈમરજન્સી માટે લેંડિંગ કરવામાં આવ્યુ. દુર્ભાગ્યવશ તે યાત્રીને બચાવી ન શકાયુ અને એરપોર્ટ મેડિકલ ટીમે તેમને મૃત જાહેર કર્યા.

 

પાકિસ્તાની મીડિયા રિપોર્ટ પ્રમાણે લખનૌ જઈ રહેલી ફ્લાઈટ જ્યારે પાકિસ્તાનની એર સ્પેસમાં હતી, ત્યારે એક યાત્રીની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ અને ફ્લાઈટના કેપ્ટને એર ટ્રાફિક કંટ્રોલનો સંપર્ક કર્યો અને કરાચી એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવાની પરવાનગી માંગી. પરવાનગી મળતા જ સવારે સાડા પાંચ વાગ્યે કરાચીના જિન્નાહ એરપોર્ટ પર લેન્ડિંગ કરવામાં આવી. કરાચી એરપોર્ટના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે 67 વર્ષના હબીબુર રહેમાનનું મૃત્યુ ફ્લાઈટમાં જ થઈ ગયુ હતુ, તેમને હાર્ટ એટેક આવ્યો હતો. પેસેન્જરને મૃત ઘોષિત કર્યા બાદ કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ સવારે સાડા 8 વાગ્યે ફ્લાઈટ ભારત આવવા માટે રવાના થઈ.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

આ પણ વાંચો: પુડ્ડુચેરીના પૂર્વ મુખ્યમંત્રી નારાયણસ્વામીએ અમિત શાહને માનહાનીના કેસની આપી ધમકી, જાણો વિગત

Next Article