Indian Air Attack In Pakistan : ભારતીય સેનાએ પાકિસ્તાન પર એર સ્ટ્રાઈક પહેલા પોસ્ટ કર્યો આ વીડિયો,

સ્ટ્રાઈક પહેલા પોસ્ટ કરેલા વીડિયોમાં ભારતીય સૈનિકો શસ્ત્રો લોડ કરતા અને ટેન્ક પર ફાયરિંગ કરતા જોઈ શકાય છે. વિડિઓના અંતે, 'હંમેશા તૈયાર, હંમેશા વિજયી' સંદેશ દેખાય છે.

Indian Air Attack In Pakistan :  ભારતીય સેનાએ પાકિસ્તાન પર એર સ્ટ્રાઈક પહેલા પોસ્ટ કર્યો આ વીડિયો,
| Updated on: May 07, 2025 | 10:30 AM

ભારતીય સેનાએ પાકિસ્તાનના આતંકી ઠેકાણા પર ઓપરેશન સિંદૂર શરૂ કરવાના થોડા સમય પહેલા શસ્ત્રો, દારૂગોળો અને ટેન્ક દર્શાવતો એક વીડિયો પોસ્ટ કર્યો હતો. સોશિયલ મીડિયા પોસ્ટના કેપ્શનમાં, આર્મીએ લખ્યું “હુમલો કરવા માટે તૈયાર, જીતવા માટે તાલીમ પામેલ.” વીડિયો પોસ્ટ થયાના થોડા સમય પછી, સમાચાર એજન્સી રોઇટર્સે અહેવાલ આપ્યો કે બહાવલપુર અને મુઝફ્ફરાબાદમાં વિસ્ફોટોના અવાજો સંભળાયા. ભારતીય સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ આપી છે કે તેણે પાકિસ્તાનમાં નવ સ્થળોએ હુમલો કર્યો છે.

ભારતીય સૈનિકો શસ્ત્રો લોડ કરતા અને ફાયરિંગ કરતા જોઈ શકાય

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, થોડી વાર પહેલા ભારતીય શસ્ત્રોબળોએ પાકિસ્તાન અને પાકિસ્તાનના કબ્જા વાળા જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ઠેકાણા નષ્ટ કરતા ઓપરેશન સિંદૂર શરુ કર્યું હતુ. જ્યાંથી ભારત વિરુદ્ધ આતંકી હુમલાની યોજના બનાવી હતી અને અંજામ આપ્યો હતો.એર સ્ટ્રાઈક પહેલા પોસ્ટ કરેલા વીડિયોમાં ભારતીય સૈનિકો શસ્ત્રો લોડ કરતા અને ટેન્ક પર ફાયરિંગ કરતા જોઈ શકાય છે. વિડિઓના અંતે, ‘હંમેશા તૈયાર, હંમેશા વિજયી’ સંદેશ દેખાય છે.

 

 

ભારતે પહેલગામ હુમલાનો બદલો લીધો

વીડિયો રિલીઝ થયા પછી તરત જ, ભારતે પહેલગામ હુમલાનો બદલો લેવા માટે પાકિસ્તાન પર હુમલાની જાહેરાત કરી. એ જ પહેલગામ હુમલો જેમાં 25 ભારતીયો અને એક નેપાળી નાગરિક માર્યા ગયા હતા.ભારતની કાર્યવાહી અંગે, સૂત્રો કહે છે કે ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) અને પાકિસ્તાનમાં 9 અલગ અલગ સ્થળોએ સ્થિત લગભગ એક ડઝન આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો. આ લક્ષ્યો પાકિસ્તાન સરહદથી 100 કિમીની અંદર હતા.

ઓપરેશનને “સિંદૂર” નામ કેમ આપવામાં આવ્યું

આ ઓપરેશનને “સિંદૂર” નામ આપવામાં આવ્યું કારણ કે પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓએ નિર્દોષ ભારતીય હિન્દુ પુરુષોને તેમની પત્નીઓની સામે મારી નાખ્યા હતા. હિન્દુ પરંપરામાં, સિંદૂરને પરિણીત સ્ત્રીના પતિનું પ્રતીક માનવામાં આવે છે, જે આ ક્રિયાના પ્રતીકાત્મક મહત્વને દર્શાવે છે.

 

7 મે 2025 ના રોજ ભારતીય સેનાએ “ઓપરેશન સિંદૂર” હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં સ્થિત નવ આતંકવાદી ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી છે. એરસ્ટ્રાઈક વિશે વધારે માહિતી માટે આ પેજને ફોલો કરતા રહો. અહીં ક્લિક કરો.

Published On - 10:29 am, Wed, 7 May 25