આતંક ફેલાવતા સમયે પાકિસ્તાનને અલ્લાહ યાદ ના આવ્યા, પરંતુ ભારતના એક નિર્ણયે યાદ કરવી દીધા

પાણી વિના કશું નથી. આ વાત પાકિસ્તાનના સંદર્ભમાં સાચી પડે છે. આનું કારણ એ છે કે પડોશી રાષ્ટ્ર 2016 થી ભારતમાંથી પાણી મેળવવા ધમપછાડા કરતું આવ્યું છે. જો કે હવે, પરિસ્થિતિ એવી જગ્યાએ પહોંચી ગઈ છે જ્યાં પાકિસ્તાન ગેરકાયદેસર ટ્રિબ્યુનલ પર આધાર રાખીને સિંધુ નદીનુ પાણી માંગે છે. ભારતે ફરી એકવાર પાકિસ્તાનને તેનો ચહેરો જોવા માટે અરીસો ધર્યો છે.

આતંક ફેલાવતા સમયે પાકિસ્તાનને અલ્લાહ યાદ ના આવ્યા, પરંતુ ભારતના એક નિર્ણયે યાદ કરવી દીધા
Indus Dam Iconic Image
| Edited By: | Updated on: May 17, 2026 | 8:38 AM

સિંધુ જળ સંધિને રદ કરીને ભારતમાં લોહી વહેવડાવવા બદલ પાકિસ્તાનને પાણી નહીં આપવાના નિર્ણયમાં ભારત અફર છે. કોઈ પણ સંજોગોમાં પાકિસ્તાનને સિંધુ નદીમાં વહેતુ પાણી પાકિસ્તાનને નહીં આપવા પોતાનું મક્કમ વલણ જાળવી રાખ્યું છે. આવા સંજોગોમાં પાકિસ્તાને હવે નવો પેતરો અપનાવ્યો છે. પાકિસ્તાન એક એવા માધ્યમ દ્વારા સિધુ નદીનું પાણી સુરક્ષિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, જેને ભારતે ક્યારેય માન્યતા આપી નથી કે જાણતુ કે ઓળખતું પણ નથી. હકીકતમાં, ભારતે પોતાના પ્રતિનિધિઓને ટ્રિબ્યુનલ (લવાદ અદાલત) માં મોકલ્યા નથી. જ્યાં 19 ઓગસ્ટ, 2016 થી સિંધુ નદીના પાણી અંગે દલીલો ચાલી રહી છે.

પાકિસ્તાનની કવાયત વ્યર્થ, અદાલત જ ગેરકાયદેસર

ભારતે સ્પષ્ટપણે સ્પષ્ટ કર્યું છે કે, પાકિસ્તાનની આવી કવાયતો નિરર્થક છે, કારણ કે આવી અદાલતોની રચના જ ગેરકાયદેસર છે. 2016 માં શરૂ થયેલી એક તરફી કાર્યવાહી હવે તેના દસમા વર્ષ નજીક આવી રહી છે. જોકે, ભારતે ભારપૂર્વક જણાવ્યું છે કે પાકિસ્તાન ગમે તેટલું જોર અજમાવે, આજીજી કરે તો પણ સિંધુ નદીનું એક ટીપુ પણ પાણી આપવામાં નહીં આવે. પાકિસ્તાને શરૂ કરેલા ગતકડાથી પણ સિંધુ નદીનું પાણી સુરક્ષિત કરવાના તેના પ્રયાસમાં મધ્યસ્થી અદાલત જેવા માર્ગોનો કોઈ ફાયદો થશે નહીં.

આતંકવાદી હુમલા બાદ ભારતે દૃઢતા દર્શાવી

એ નોંધનીય છે કે, પાકિસ્તાને 1960 ની સિંધુ જળ સંધિની કલમ 2(બી) હેઠળ મધ્યસ્થી કાર્યવાહી શરૂ કરવા માટે અરજી કરી હતી. વડા પ્રધાન મોદીના નેતૃત્વ હેઠળની સરકાર ભારત સામે દાખલ કરવામાં આવેલી આ અપીલને બિલકુલ મહત્વ આપતી નથી. ખાસ કરીને, વિદેશ મંત્રાલયે છેલ્લા એક વર્ષમાં અનેક વખત સ્પષ્ટતા કરી છે કે, સિંધુ જળ સંધિને સ્થગિત કરવામાં આવી હોવાથી, આવી મધ્યસ્થી કાર્યવાહી કોઈ પણ રીતે કાનૂની માન્યતા ધરાવતી નથી. ભારતનું મક્કમ વલણ હોવાથી સિંધુ જળ સંધિ હેઠળ રચાયેલી મધ્યસ્થી અદાલત પણ ગેરકાયદેસર છે

ભારતે ફરી એકવાર વિશ્વને પાકિસ્તાન અંગેના તેના દૃઢ નિર્ણયથી વાકેફ કર્યું છે, જે મધ્યસ્થી કાર્યવાહી દ્વારા સિંધુ નદીના પાણીમાં મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે. 15 મેના રોજ મધ્યસ્થી અદાલત દ્વારા આપવામાં આવેલા ચુકાદાને સ્પષ્ટપણે નકારી કાઢતા, વિદેશ મંત્રાલયે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ મધ્યસ્થી અદાલત સંપૂર્ણપણે ગેરકાયદેસર છે.

વિદેશ મંત્રાલયે કયા કારણોસર આ ચુકાદાને નકારી કાઢ્યો?

ભારતે સ્પષ્ટ કર્યું છે કે, સિંધુ જળ સંધિ અંગે તેણે લાદેલું સસ્પેન્શન અમલમાં રહેશે. આ નિર્ણય દેશની સુરક્ષા અને સાર્વભૌમત્વને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, “આ ગેરકાયદેસર અદાલતે પાણી સંગ્રહ અંગેનો ચુકાદો આપ્યો હતો. ભારતે આનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. ભારતે ક્યારેય આવી અદાલતના બંધારણને માન્યતા આપી નથી. તેથી, આ અદાલત દ્વારા લેવામાં આવેલ કોઈપણ કાર્યવાહી અથવા આપવામાં આવેલ કોઈપણ ચુકાદો ભારત માટે બંધનકર્તા નથી. ભારત આવા કોઈપણ આદેશનું પાલન કરવા માટે બિલકુલ બંધાયેલ નથી.” અત્રે ઉલ્લેખનીય છે કે, એપ્રિલ 2025 માં પહેલગામ બૈસરન આતંકવાદી હુમલા બાદ, ભારતે સિંધુ જળ સંધિને રદ કરવા સાથે જાહેર કર્યું હતું કે, લોહી અને પાણી એક સાથે ના વહીં શકે.

અમેરિકાના પાલતુ શ્વાન જેવા દેશ પાકિસ્તાને, ડોનાલ્ડ ટ્રમ્પ-જે ડી વેન્સની પીઠમાં ભોક્યું ખંજર, યુદ્ધ વિરામના નામે મુસ્લિમ દેશોનુ રચી નાખ્યું નવુ સંગઠન !

Follow Us
Loading...
Unable to load recommendations.