
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈઝરાયેલની સંસદ નેસેટને સંબોધન કરતા ભારત-ઈઝરાયેલના સંબંધોને નવી દિશા આપવાનો સંદેશ આપ્યો. આ પહેલીવાર હતુ જયારે કોઈ ભારતીય વડાપ્રધાને નેસેટને સંબોધિત કર હોય અને તેને ‘મેડલ ઓફ ધ નેસેટ’ થી સન્માનિત કરવામાં આવ્યા હોય. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ મુખ્ય ત્રણ મુદ્દા પર ભાર મુક્યો. આતંકવાદ વિરુદ્ધ કડક વલણ, બંને દેશોના જુના સાંસ્કૃતિક સંબંધો અને ભવિષ્યમં ટેકનોલોજી અને અર્થવ્યવસ્થાના ક્ષેત્રે મજબુત ભાગીદારી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 7 ઓક્ટોબર 2023ના હમાસના હુમલાને બર્બર ગણાવતા કહ્યુ કે ભારત ઈઝરાયેલના દુ:ખમાં તેની સાથે છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યુ કે કોઈપણ કારણ કેમ ન હોય, નાગરિકોની હત્યાને યોગ્ય ન ઠેરવી શકાય. આતંકવાદને કોઈપણ સંજોગોમાં વાજબી ન ગણાવી શકાય. તેમણે 26/11 મુંબઈ હુમલાનો ઉલ્લેખ કરતા કહ્યુ કે ભારત લાંબા સમયથી આતંકવાદનો સામનો કરતુ આવ્યુ છે અને તેમની નીતિ આતંકવાદ પ્રત્યે જીરો ટોલરન્સની રહી છે.
તુર્કીય ના સરકારીમીડિયા TRT World એ તેમના અહેવાલમાં લખ્યુ, “ભારતના મોદી એ નેસેટમાં ઈઝરાયેલની ખુલીને પ્રશંસા કરી. જેને ગાઝા યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય દબાણ ઝેલી રહેલા નેતન્યાહુ માટે મોટી કૂટનીતિક સફળતા માનવામાં આવી રહી છે. ટીઆરટીએ હેડલાઈનમાં લખ્યુ, ‘શાલોમ, નમસ્તે’ મોદીએ આઈસીસીના ભાગેડુ નેતન્યાહુને ગળે લગાવ્યા, હમાસ હુમલાની નિંદા કરી, પરંતુ ગાઝા હુમલાનો ઉલ્લેખ સુદ્ધા ન કર્યો, રિપોર્ટમાં આગળ કહેવાયુ છે કે ગાઝામાં ઈઝરાયેલી દળોની કાર્યવાહીમાં હજારો પેલેસ્ટાઈની નાગરિકોના મોત થયા છે અને ભારે નુકસાન થયુ છે, પરંતુ ગાઝા અંગે મોદી ચૂપ રહ્યા અને માત્ર ઓક્ટોબર 2023 (10.23) ના હમાસ હુમલાની નિંદા પર વધારે ભાર મુક્યો.
અલ જઝીરાએ તેના કવરેજમાં લખ્યું છે કે, “આ મુલાકાત ભારતની પરંપરાગત પેલેસ્ટાઇન તરફી નીતિથી એક મોટુ વૈચારિક પરિવર્તન દર્શાવે છે.” અહેવાલમાં જણાવાયું છે કે આ મુલાકાતમાં વ્યૂહાત્મક લાભો પર ભાર મૂકવામાં આવ્યો હતો અને ગાઝામાં માનવીય સંકટ પર ઓછું ધ્યાન આપવામાં આવ્યું હતું. પત્રકાર લેવીને ટાંકીને, અલ જઝીરાએ લખ્યું છે કે, “ભારત એક ખૂબ જ મહત્વપૂર્ણ દેશ છે, અને એવા સમયે જ્યારે ભારતનો જનમત ઇઝરાયલની ટીકા કરે છે, ત્યારે મોદીની મુલાકાત મહત્વપૂર્ણ છે.” તેમણે એમ પણ કહ્યું હતું કે, “નેતન્યાહુ અને મોદી બંને રાષ્ટ્રવાદી, લોકપ્રિય, ઘણાખરા અંશે રૂઢિચુસ્ત અને સખ્ત નેતાઓ માનવામાં આવે છે. બંને દેશો સાથે જોડાયેલા કેટલાક વિવાદો પણ છે – કાશ્મીર, પેલેસ્ટાઇન અને વેસ્ટ બેંક.”
મિડલ ઇસ્ટ આઈએ લખ્યું છે કે, “નેસેટમાં મોદીનું સંબોધન ભારતની ભૂતકાળની વિદેશ નીતિથી અલગ દિશા દર્શાવે છે અને હિન્દુત્વ અને ઝાયોનિઝમ વચ્ચેના વૈચારિક સમન્વય તરફ નિર્દેશ કરે છે.” અહેવાલમાં કહેવાયુ, “આ મુલાકાત, સંરક્ષણ કરારો અને વ્યૂહાત્મક સહયોગની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ હોવા છતાં, સોશિયલ મીડિયા પર પણ ટીકા થઈ હતી.” આ લેખમાં ગાઝામાં મોટી સંખ્યામાં પેલેસ્ટિીનિયનોના મોત અને આંતરરાષ્ટ્રીય ન્યાયાલયમાં ચાલી રહેલા કેસોનો ઉલ્લેખ કરીને કહેવામાં આવ્યું છે કે ભારેત ઇઝરાયલ સાથે સહયોગ ચાલુ રાખ્યો છે.
પેલેસ્ટાઇન ક્રોનિકલે લખ્યું છે કે, “એવા સમયે જ્યારે ઇઝરાયલ ગાઝામાં લશ્કરી કાર્યવાહી ચાલુ રાખે છે, ત્યારે નેસેટમાં ઉભા થઈને તાળીઓ પાડવી એ માત્ર ઔપચારિકતા નથી, પરંતુ એક રાજકીય સંદેશ છે.” અહેવાલમાં ઉમેર્યું હતું કે, “યુદ્ધ અપરાધોના આરોપો વચ્ચે એક મુખ્ય દેશના વડાપ્રધાનની હાજરી સૂચવે છે કે ઇઝરાયલ સંપૂર્ણપણે અલગ નથી.” લેખમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, “સંરક્ષણ અને તકનીકી સહયોગ પેલેસ્ટિનિયનો માટે ફક્ત કાગળના કરાર નથી, પરંતુ વાસ્તવિકતાઓ છે જેનો જમીન પર પ્રભાવ પડે છે.”
પાકિસ્તાની અખબાર ડોને પીએમ મોદીના ભાષણ વિશે લખ્યું હતું કે, “મોદીએ તેમના ભાષણમાં ગાઝામાં બે વર્ષથી વધુ લાંબા યુદ્ધમાં માર્યા ગયેલા હજારો પેલેસ્ટિનિયનોનો ઉલ્લેખ કર્યો ન હતો. તેમણે કહ્યું હતું કે ભારત આ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા માટેના તમામ પ્રયાસોને સમર્થન આપે છે. આ મુલાકાત દરમિયાન તેઓએ કોઈ પેલેસ્ટિનિયન નેતાઓ સાથે પણ મુલાકાત ન કરી.”