India-China Border Dispute: ચીન નામે દગાબાજ, પૈગોંગ અને દેપસાંગ વિસ્તારમાંથી પાછળ હટવા તૈયાર નથી,ભારતે ચીનને પાછળ ધકેલવા શરૂ કર્યુ દબાણ

|

Jul 16, 2020 | 8:49 AM

ભારત અને ચીન સીમા વિવાદ હજુ પુરી રીતે પુરો થયો હોય તેમ લાગી નથી રહ્યું. પૈગોંગ અને દેપસાંગ સહિત અનેક વિસ્તારમાંથી બંને સેનાને પાછળ હટવાનું બાકી છે અને બંને દેશોમાં સહમતિ બની નથી રહી, પુરી વાત થયા બાદ જ બંને દેશની સેના પાછળ હટશે. બંને દેશ વચ્ચે ચાલેલી મેરેથોન મિટિંગ દરમિયાન આ ચર્ચા કરવામાં આવી […]

India-China Border Dispute: ચીન નામે દગાબાજ, પૈગોંગ અને દેપસાંગ વિસ્તારમાંથી પાછળ હટવા તૈયાર નથી,ભારતે ચીનને પાછળ ધકેલવા શરૂ કર્યુ દબાણ
http://tv9gujarati.in/india-china-bord…tva-taiyar-nathi/

Follow us on

ભારત અને ચીન સીમા વિવાદ હજુ પુરી રીતે પુરો થયો હોય તેમ લાગી નથી રહ્યું. પૈગોંગ અને દેપસાંગ સહિત અનેક વિસ્તારમાંથી બંને સેનાને પાછળ હટવાનું બાકી છે અને બંને દેશોમાં સહમતિ બની નથી રહી, પુરી વાત થયા બાદ જ બંને દેશની સેના પાછળ હટશે. બંને દેશ વચ્ચે ચાલેલી મેરેથોન મિટિંગ દરમિયાન આ ચર્ચા કરવામાં આવી હતી. 15 જૂને થયેલી સીમા પર હિંસા બાદ ચીન પર ભરોસો કરવો મુશ્કેલ થઈ પડ્યો છે. મંગળવારે બંને દેશો વચ્ચે કમાંડર સ્તરની વાતચીત થઈ જે લગભગ 14 કલાક ચાલી હતી. ચુશુલમાં સવારે 11 વાગ્યે શરૂ થયેલી બેઠક બુધવારે અઢી ત્રણ વાગ્યા સુધી ચાલી. બંને દેશો એકબીજાને પ્રસ્તાવ આપીને તેના પર સમીક્ષા કરશે.

બુધવારે સવારે સેનાધ્યક્ષ જનરલ મનોજ મુકુંદ નરવણે એ દિલ્હીમાં પોતાના ટોચનાં અધિકારીઓ સાથે આ મુદ્દે બેઠક કરી હતી બાદમાં ચાઈના સ્ટડી ગૃપ(CSG)ની પણ બેઠક થઈ જેમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને વિદેશ પ્રધાન એસ. જયશંકર પણ સામેલ હતા. ચાઈના સ્ટડી ગૃપને 1970માં બનાવવામાં આવ્યું હતું જેમાં વિદેશ, રક્ષા અને ગૃહનાં અધિકારીઓ સામેલ થતા હોય છે. મે મહિનાથી LAC પર જે સ્થિતિ બની છે તે 1962નાં સમય બાદની સૌથી કપરી સ્થિતિ છે. એવામાં CSG મે મહિનાથી એક્ટીવેટ થઈ ગયું હતું, ભારત ઈચ્છે છે કે ચીની સેના પૈગોંગથી 8 કિલોમીટર પાછળ જાય પરંતુ ચીનની સેના 4 કિલોમીટર જ પાછળ ગઈ છે. ચીન પોતાના સૈનિકોને ફિંગર 8 થી 5 વચ્ચે રાખવા માગે છે.

ચીને ગોગરા, હોટ સ્પ્રિંગ અને ગલવાન ઘાટીમાંથી પોતાના સૈનિકોને પાછળ હટાવવાનું કામ પુરૂ કરી નાખ્યું છે. ત્રણ કિલોમીટરનો બંને સેના વચ્ચે બફર પણ બનાવવામાં આવ્યું છે. જણાવવું રહ્યું કે પૂર્વ લદ્દાખમાં ઘણી જગ્યા પર બંને દેશની સેના વચ્ચે વિવાદ સર્જાઈ ચુક્યો છે. ગલવાન ઘાટીમાં થયેલી અથડામણમાં ભારતનાં 20 જવાન શહિદ થયા હતા તો ચીન પક્ષે પણ મોત થયા હતા જો કે ચીને તેનો આંકડો બહાર નથી પાડ્યો.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Next Article