ચીનને ઠેકાણે પાડવા એરફોર્સ ખરીદશે સ્પાઈસ-2000 પ્રકારના બોંબ, બાલાકોટ એરસ્ટ્રાઈકમાં સ્પાઈસ-2000 બોંબનો ઉપયોગ કરી ફુંકી માર્યા હતા આંતકી કેમ્પ.

|

Sep 26, 2020 | 4:14 PM

ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં આંતકવાદીઓના ટ્રેનિગ કેમ્પ અને લોંચ પેડને ફુંકી મારવા માટે ઉપયોગમાં લીધેલા સ્પાઈસ-2000 પ્રકારના બોંબ ખરીદશે. ચીન સાથે ચાલી રહેલા સીમા વિવાદ દરમિયાન કેન્દ્ર સરકારે સૈન્યને 500 કરોડનુ આકસ્મિક ફંડ ફાળવ્યું છે. આ ફંડમાંથી વાયુસેના સ્પાઈસ-2000 પ્રકારના અદ્યતન બોંબની ખરીદી કરશે. સ્પાઈસ-2000 પ્રકારના બોંબ આકાશમાંથી જમીન ઉપરના લક્ષ્યને અચૂક ભેદવા માટે સક્ષમ […]

ચીનને ઠેકાણે પાડવા એરફોર્સ ખરીદશે સ્પાઈસ-2000 પ્રકારના બોંબ, બાલાકોટ એરસ્ટ્રાઈકમાં સ્પાઈસ-2000 બોંબનો ઉપયોગ કરી ફુંકી માર્યા હતા આંતકી કેમ્પ.
India airforce planning to buy more Spice 2000 bombs

Follow us on

ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં આંતકવાદીઓના ટ્રેનિગ કેમ્પ અને લોંચ પેડને ફુંકી મારવા માટે ઉપયોગમાં લીધેલા સ્પાઈસ-2000 પ્રકારના બોંબ ખરીદશે. ચીન સાથે ચાલી રહેલા સીમા વિવાદ દરમિયાન કેન્દ્ર સરકારે સૈન્યને 500 કરોડનુ આકસ્મિક ફંડ ફાળવ્યું છે. આ ફંડમાંથી વાયુસેના સ્પાઈસ-2000 પ્રકારના અદ્યતન બોંબની ખરીદી કરશે. સ્પાઈસ-2000 પ્રકારના બોંબ આકાશમાંથી જમીન ઉપરના લક્ષ્યને અચૂક ભેદવા માટે સક્ષમ અને શક્તિશાળી મનાય છે.

સ્પાઈસ-2000 પ્રકારના નવા અદ્યતન બોંબ 70 કિલોમીટર સુધી દૂર બંકર્સને તબાહ કરવા માટે સક્ષમ છે. બાલાકોટમાં ચાલતા આંતકી ટ્રેનિગ કેમ્પને સ્પાઈસ-2000 પ્રકારના બોંબથી નષ્ટ કરવામાં આવ્યા હતા. ગલવાન ઘટના બાદ કેન્દ્ર સરકારે સૈન્યને આકસ્મિક ફંડ તરીકે 500 કરોડની ફાળવણી કરી હતી. 500 કરોડમાંથી વાયુદળ, નૌસેના કે ભૂમિદળને જરૂરી હોય તે શસ્ત્રો ખરીદવાની મંજૂરી આપી હતી. કેન્દ્ર સરકારે ફાળવેલા 500 કરોડમાંથી વાયુસેના એર ટુ ગ્રાઉન્ડ મિસાઈલ, બોંબ સહીતના શસ્ત્ર સરજામની ખરીદી કરશે. આ પ્રકારના બોંબ સિમેન્ટ કોંક્રીટ કે કોઈ ધાતુમાથી બનાવેલા મજબૂત ઈમારત કે ભોયરાને પણ તોડી પાડવા સક્ષમ છે. ભારતીય સૈન્યે ઈઝરાયેલ પાસેથી એન્ટી ટેંક ગાઈડેડ મિસાઈલ અને અમેરિકા પાસેથી શસ્ત્રોની ખરીદી કરી છે. વાયુસેનાને જુલાઈ મહિનામાં જ ફ્રાસ પાસેથી 6 રાફેલ લડાકુ વિમાનો મળવાના છે. રાફેલ લડાકુ વિમાન સાથે સ્પાઈસ 2000 પ્રકારના બોંબથી હુમલો કરીને ગમે તેવા નિશાનને અચૂક પાર પાડી શકાશે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

સ્પાઈસ-2000ની વિશેષતા એ છે કે, એક સામાન્ય બોમ્બ નહીં પણ ‘ગાઈડેન્સ કિટ’ છે, જે કોઈ પણ સ્ટાન્ડર્ડ વોરહેડ કે બોમ્બ સાથે જોડાયેલી હોય છે. આ હથિયારના બે ભાગ હોય છે. પહેલો ભાગ સ્ટાન્ડર્ડ વોરહેડના આગળના ભાગ સાથે જોડાયેલો હોય છે, જ્યારે બીજો બોમ્બના પાછળના ભાગ સાથે જોડાય છે. બોંબના આગળના ભાગની ઉપર એક કેમેરો લાગેલો હોય છે જે ટાર્ગેટની ઓળખ કરે છે. જ્યારે બીજા ભાગમાં એક ડેટા ચિપ હોય છે, જે સ્પાઈસ-2000 બોમ્બ છોડવાનો ચોક્કસ સમય જણાવે છે. અંગ્રેજી ઉચ્ચારના ચાર શબ્દના પહેલા અક્ષરથી SPICE નામ આપવામાં આવ્યું છે. જેનું ફુલ ફોર્મ Smart, Precise, Impact, Cost-Effective થાય છે.

Published On - 3:02 pm, Tue, 30 June 20

Next Article