અંતે જો બાઈડન સામે ડોનાલ્ડ ટ્રમ્પે સ્વીકારી કારમી હાર, ફેડરલ એજન્સીને સત્તા હસ્તાંતરણ માટે આપી સુચના

|

Nov 24, 2020 | 12:54 PM

આખરે અમેરિકમાં ડોનાલ્ડ ટ્રંપે પરાજયનો સ્વીકાર કર્યો છે. ટ્રમ્પએ ટ્વીટ કરી કહ્યું છે કે, સત્તા હસ્તાંતરણની કાર્યવાહી કરનાર ફેડરલ એજન્સી, GSA એ જે જરૂરી છે તે કાર્યવાહી કરવી જોઈએ. ડોનાલ્ડ ટ્રમ્પએ ચૂંટણીને લઈ કાયદાકીય કાર્યવાહી, ચાલુ રાખવાની તૈયારી પણ બતાવી છે. ઉલ્લેખનીય છે કે અમેરિકામાં જનરલ સર્વિસ એડમિનિસ્ટ્રેશન GSA એ જો બાઇડેનને વિજેતા તરીકે સ્વીકારી […]

અંતે જો બાઈડન સામે ડોનાલ્ડ ટ્રમ્પે સ્વીકારી કારમી હાર, ફેડરલ એજન્સીને સત્તા હસ્તાંતરણ માટે આપી સુચના

Follow us on

આખરે અમેરિકમાં ડોનાલ્ડ ટ્રંપે પરાજયનો સ્વીકાર કર્યો છે. ટ્રમ્પએ ટ્વીટ કરી કહ્યું છે કે, સત્તા હસ્તાંતરણની કાર્યવાહી કરનાર ફેડરલ એજન્સી, GSA એ જે જરૂરી છે તે કાર્યવાહી કરવી જોઈએ. ડોનાલ્ડ ટ્રમ્પએ ચૂંટણીને લઈ કાયદાકીય કાર્યવાહી, ચાલુ રાખવાની તૈયારી પણ બતાવી છે. ઉલ્લેખનીય છે કે અમેરિકામાં જનરલ સર્વિસ એડમિનિસ્ટ્રેશન GSA એ જો બાઇડેનને વિજેતા તરીકે સ્વીકારી લીધા છે.

નિવેદનોનો ઘટનાક્રમ એ સમયે બન્યો છે જ્યારે મિશગન રાજ્યમાં બાઇડનની જીતની સત્તાવાર જાહેરાત કરી દેવાઈ છે. મિશગનની જાહેરાતથી ટ્રમ્પને મોટો ઝટકો લાગ્યો છે. ટ્રમ્પ ચૂંટણી પરિણામોને કાય્દાકીયરીતે પડકારી રહ્યા છે તેવામાં જો બાઇડેનને સત્તા હસ્તાંતરણની પ્રક્રિયા માટે તૈયારીઓ શરૂ કરી છે. સૂત્રો અનુસાર બાઇડેન 20 જાન્યુઆરીએ સત્તાવાર સપથ લઈ શકે છે.14 ડિસેમ્બરે અમેરિકી ઇલેક્ટ્રોરેલ કોલેજ બાઈડેનને વિજેતા ઘોષિત કરી દેશે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

ટ્રમ્પ નિવેદન દ્વારા સ્પષ્ટ ઈસહારો આપી રહ્યા છે કે GVS  સત્તા સોંપવાની પ્રક્રિયા શરૂ  કરે .ટ્રમ્પએ કહ્યું છે કે તેમણે GAS ની એડમિનિસ્ટ્રેટર એમિલી મર્ફી ને સૂચના આપી દેવાઈ છે કે તેમની ટિમ પ્રારંભિક ઔપચારિકતાઓ માટે કાર્યવાહી શરૂ કરે. બાઇડેનને પત્ર લખી એમિલીએ સ્પષ્ટ કર્યું છે કે કાર્યવાહીમાં વિલંબ માટે કોઈ સૂચના કે દબાવ નથી . બાઇડેનની ટીમે એમિલીના પત્રને આવકારતા કહ્યું છે કે આ નિર્ણયની જરૂર જેથી દેશ જે પડકારોનો સામનો કરી રહ્યું છે તે સામે કાર્યવાહી થઈ શકે.

ઉલ્લેખનીય છે કે ડેમોક્રેટિક પાર્ટી તરફથી એમિલી ઉપર દબાણ હતું કે તે હસ્તાંતરની પ્રક્રિયા શરૂ કરે . મિશિગનમાં બાઇડેનની જીત બાદ GSA નો પત્ર ટિમ બાઇડેનને મળ્યો છે. સૂત્રો અનુસાર ટ્રમ્પ ઉપર પરાજયનો સ્વીકાર કરવા તેમની રિપબ્લિકન પાર્ટી તરફથી ખુબ દબાણ હતું. બીજી તરફ બાઇડેને ટ્વીટ કરી કહ્યું છે કે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને વિદેશ નીતિ ટીમની તેઓ ઘોષણા કરશે. તમને વધુમાં ઉમેર્યું કે સમય આવી ગયો છે કે અમેરિકી નેતૃત્વને ફરી પગભર કરવામાં આવે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 12:49 pm, Tue, 24 November 20

Next Article