પાકિસ્તાનમાં સરકારે ટ્વિટર લગાવ્યો પ્રતિબંધ, કોર્ટે કહ્યું- અઠવાડિયામાં નિર્ણય પાછો લો

|

Apr 17, 2024 | 6:12 PM

Pakistan Ban Twitter : હવે પાકિસ્તાનના લોકો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (જે અગાઉ Twitter તરીકે ઓળખાતુ) નો ઉપયોગ કરી શકશે નહીં. પાકિસ્તાન સરકારે પોતાના દેશમાં X (Twitter) પર પ્રતિબંધ મૂક્યો છે. પાકિસ્તાન સરકારે અગાઉ પણ તેના માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ X પર પ્રતિબંધ અંગે આદેશ જાહેર કર્યો હતો. જાણો શા માટે પાકિસ્તાનમાં X પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

પાકિસ્તાનમાં સરકારે ટ્વિટર લગાવ્યો પ્રતિબંધ, કોર્ટે કહ્યું- અઠવાડિયામાં નિર્ણય પાછો લો

Follow us on

પાકિસ્તાને એલોન મસ્કના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (Twitter) પર પ્રતિબંધ લગાવી દીધો છે. સુરક્ષાની ચિંતાઓને ટાંકીને પાકિસ્તાન સરકારે ફેબ્રુઆરીમાં જ એક્સ પર પ્રતિબંધ લગાવવાનો આદેશ આપ્યો હતો. પરંતુ આજે પાકિસ્તાન સરકારે આ એક્સ પર લગાવેલા પ્રતિબંધની સત્તાવાર પુષ્ટિ કરી છે.

જો કે, પાકિસ્તાનની સિંધ હાઈકોર્ટે, સરકારને એલોન મસ્કની માલિકીની માઇક્રો બ્લોગિંગ સાઇટ X પરનો પ્રતિબંધ રદ કરવાનો નિર્દેશ આપ્યો છે. રિપોર્ટ અનુસાર, કોર્ટે પાકિસ્તાન સરકારને એક સપ્તાહની અંદર X પરનો પ્રતિબંધ હટાવવા માટે કહ્યું છે.

પાકિસ્તાન સરકારે સુરક્ષા મુદ્દાઓને ટાંક્યા

પાકિસ્તાન સરકાર દ્વારા સિંધ હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી એફિડેવિટ અનુસાર, X પ્લેટફોર્મના દુરુપયોગને કારણે, રાષ્ટ્રીય સુરક્ષાની ચિંતાઓને દૂર કરવામાં Xની નિષ્ફળતાને કારણે પ્રતિબંધ જરૂરી બની ગયો છે. જો કે હાલમાં એક્સ દ્વારા આ પ્રતિબંધ મામલે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.

લિફ્ટમાં ફસાઈ જાવ તો ભૂલથી પણ ન કરતા આ કામ
આજનું રાશિફળ તારીખ 17-05-2024
Cannesમાં જ્યારે તૂટેલા હાથ સાથે રેમ્પ વોક કરવા ઉતરી ઐશ્વર્યા રાય બચ્ચન, જુઓ-Photos
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે

ફેબ્રુઆરી 2024થી પાકિસ્તાનમાં ‘X’ પ્રતિબંધિત

આ વર્ષે ફેબ્રુઆરીમાં ઘણા પાકિસ્તાની યુઝર્સે અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર, X નો ઉપયોગ ન કરી શકવાની સમસ્યા અંગેની વિગતો શેર કરી હતી. એટલે કે આ વર્ષે ફેબ્રુઆરી 2024થી Xનો ઉપયોગ કરી શકતા ન હતા. રિપોર્ટ અનુસાર, ટ્વિટર પાકિસ્તાનમાં ફેબ્રુઆરી 2024થી કામ કરી રહ્યું નથી. પાકિસ્તાનમાં લાદવામાં આવેલો આ પ્રતિબંધ પુષ્ટિ કરે છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લાંબા સમયથી પાકિસ્તાનમાં સસ્પેન્ડ છે. ઘણા વપરાશકર્તાઓએ વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક (VPN) દ્વારા X પર પ્રતિબંધની પુષ્ટિ પણ કરી છે.

પ્રતિબંધ માટે આ છે સાચુ કારણ

ટ્વિટર પર લગાવેલા પ્રતિબંધ અંગેની વિગતોમાં એવુ છે કે, પાકિસ્તાનમાં ગત 8 ફેબ્રુઆરીએ નેશનલ એસેમ્બલીની સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. આ દરમિયાન પાકિસ્તાન સરકારે ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મને બ્લોક કરી દીધા હતા. પાકિસ્તાનમાં મતદાનના દિવસે આખો દિવસ ઈન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી હતી. જો કે, ચૂંટણી પછી, ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરીથી પહેલાની જેમ કામ કરવા લાગ્યા હતા. પરંતુ વપરાશકર્તાઓ ટ્વિટરને એક્સેસ કરવામાં સક્ષમ ન હતા.

આવી સ્થિતિમાં, પાકિસ્તાનની સિંધ હાઈકોર્ટે, પાકિસ્તાનની ટેલિકોમ ઓથોરિટીને X પ્લેટફોર્મની સેવા પુનઃસ્થાપિત કરવાનો આદેશ આપ્યો હતો, પરંતુ સરકાર દ્વારા Xની સેવા પુનઃસ્થાપિત કરવામાં આવી ન હતી. હવે સરકારે Xને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ગણાવીને કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી છે.

Next Article