ઈરાનમા હિજાબ વિરુદ્ધ બોલતા વધુ એક વ્યકિતને અપાઈ ફાંસી, વધુ કેટલાક લોકોને નજીકના ભવિષ્યમાં અપાશે મૃત્યુદંડ

|

Dec 12, 2022 | 4:53 PM

ઈરાન સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરનાર અન્ય બીજા લોકોને નજીકના ભવિષ્યમા પણ ફાંસી આપવામા આવી શકે છે. સરકાર વિરુદ્ધ પ્રદર્શનમા ભાગ લેનાર 12 લોકોને ફાંસીની સજા ફરમાવવામાં આવી છે.

ઈરાનમા હિજાબ વિરુદ્ધ બોલતા વધુ એક વ્યકિતને અપાઈ ફાંસી, વધુ કેટલાક લોકોને નજીકના ભવિષ્યમાં અપાશે મૃત્યુદંડ
In Iran, one more person who spoke against hijab was sentenced to death.

Follow us on

ઈરાનમા વિરોધ પ્રદર્શન દરમિયાન કથિત અપરાધો માટે હિરાસતમા લેવામા આવેલ એક કેદીને ફાંસી આપવામા આવી છે. ઈરાન સરકારે સોમવારના રોજ આ અપરાધીને ફાંસી આપી હતી. ઈરાનની ખ્યાતનામ સમાચાર એજન્સી “મિજાન” અનુસાર મજીદરેજા રહનવાર્ડને ફાંસી આપવામા આવી છે. જેણે 17 નવેમ્બરના રોજ સુરક્ષા દળના બે જવાનોને છરીના ઘા કરીને હત્યા કરી હતી અને અન્ય ચાર લોકોને ઘાયલ કરવાના દોષિત ઠરાવવામા આવે છે. ઈરાનમા 8 ડિસેમ્બરના રોજ દેશવ્યાપી વિરોધ- પ્રદર્શનોને દરમિયાન અપરાધીને ફાંસી આપવામા આવી છે. ઈરાનમા આવી રીતે ફાંસી આપવાનો આ પહેલો કેસ છે. આ આરોપીએ વિરુદ્ધ પ્રદર્શન દરમિયાન તેહરાનના એક રસ્તાને બંધ કરવા અને સુરક્ષા દળોના જવાનો પર હુમલો કરવાના આરોપ સાબિત થયા હતા. આ પ્રદર્શન ઈરાનની નૈતિકતાના આધાર પર કાર્યવાહી કરનાર પોલીસ સામે લોકો આક્રોશના રુપમા વિરોધ કરી રહ્યા છે. આ પ્રદર્શન 1979ની ઈસ્લામી ક્રાંતિ પછી ઈરાનમા ધર્મતંત્ર સામે ગંભીર સમસ્યા બની છે.

ઈરાની મહિલાઓમાં આક્રોશ

માહસા અમીની પર હિજાબ ના પહેરવા અને માથું ન ઢાંકવાનો આરોપ લાગ્યો હતો. આ આરોપના કારણે પોલીસે માહસાને કસ્ટડીમાં લીધી હતી. તેના પરિવારના સભ્યોએ પોલીસ પર માહસા અમીન સાથે મારપીટ અને દુષ્કર્મનો આરોપ લગાવ્યો હતો. જોકે, પોલીસે આ વાતને સ્પષ્ટ પણે નકારી હતી. મહસા અમીનીના મૃત્યુ બાદ ઈરાની મહિલાઓમાં દેશના હિજાબ કાયદા સામે રોષ ફાટી નીકળ્યો છે. તેમના સમર્થનમાં સેંકડો મહિલાઓ અને પુરૂષો પણ રસ્તા પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને ઈરાન સરકારના વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા. ઈરાની મહિલાઓમાં હિજાબ અને માથું ઢાંકવાના રીવાજને લઈને રોષે ભર્યા છે જેથી તેમને તેમના હિજાબ સળગાવી દીધા અને વાળ પણ કાપી નાખ્યા હતા.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

12 લોકોને મોતની સજા

ઈરાન સરકારના વિરુદ્ધ પ્રદર્શ કરનાર કાર્યકર્તા અનુસાર નજીકના ભવિષ્યમા અન્ય બીજા લોકોને પણ ફાંસી આપવામા આવી શકે છે. સરકાર વિરોદ્ધ પ્રદર્શનમા ભાગ લેનાર 12 લોકોને ફાંસીની સજા ફરમાવવામાં આવી છે. ઈરાનમા વિરોધ પ્રદર્શનની શરુઆત 16 સપ્ટેમ્બરના રોજ હિજાબ કાનૂનના ઉલ્લંઘન કરવા પર 22 વર્ષીય મહસા અમીનીને પોલીસે કસ્ટડીમા લીધી હતી. પોલીસ કસ્ટડીમા લીધાના થોડા સમય પછી જ મહસા અમીનને હોસ્પિટલમા દાખલ કરવામા આવી છે.

Next Article