ઈરાનમાં 1200 વિદ્યાર્થીઓનાં ખોરાકમાં ઝેર ભેળવાયું ? તમામ વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવાના હતા

Iran News: બુધવારથી ઈરાનમાં ત્રણ દિવસીય દેશવ્યાપી હડતાળ થવાની હતી. પરંતુ તેની એક રાત પહેલા જ આ પ્રદર્શનોમાં મોટા પાયે ભાગ લેનાર વિદ્યાર્થીઓની તબિયત લથડતા ઝેરી ખોરાક ખાવાથી ગભરાટ ફેલાયો છે.

ઈરાનમાં 1200 વિદ્યાર્થીઓનાં ખોરાકમાં ઝેર ભેળવાયું ?  તમામ વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવાના હતા
સાંકેતિક ફોટો (ફાઇલ)Image Credit source: File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 07, 2022 | 9:15 AM

Iran News: ઈરાનની ખારાઝમી અને આર્ક યુનિવર્સિટીઓ ઉપરાંત અન્ય ચાર સંસ્થાઓના વિદ્યાર્થીઓએ પણ યુનિવર્સિટીમાં ભોજન લીધા બાદ આવી જ ફરિયાદ કરી હતી. તેના વિરોધમાં હવે ઈરાનની ઘણી યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ કાફેટેરિયાના ભોજનનો બહિષ્કાર કરી રહ્યા છે. નેશનલ સ્ટુડન્ટ યુનિયને પ્રશાસન પર વિદ્યાર્થીઓને જાણી-જોઈને ખરાબ ભોજન પીરસવાનો આરોપ લગાવ્યો છે. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

ખારાજમી અને અરક યુનિવર્સિટી સહિત અન્ય ચાર સંસ્થાઓના વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીઓમાં પીરસવામાં આવતા ભોજનનો બહિષ્કાર કર્યો હતો. અને તેને રસ્તા પર ફેંકી દીધો હતો. નેશનલ સ્ટુડન્ટ યુનિયને એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઇફહાન યુનિવર્સિટીમાં પણ આવી જ ઘટનાઓ બની હતી. જ્યાં મોટાપાયે બાળકોને ફૂડ પોઇઝનિંગ યુક્ત ખોરાક આપવામાં આવ્યો હતો. પરંતુ વહીવટીતંત્રે ફૂડ પોઈઝનિંગનું કારણ બેક્ટેરિયાને જણાવ્યું છે.

ઈરાનમાં 1200 વિદ્યાર્થીઓ ખોરાકી ઝેરની અસરને કારણે બીમાર પડયા છે. આ તમામ વિદ્યાર્થીઓ ખારાઝમી અને આર્ક યુનિવર્સિટીના છે. નોંધનીય છેકે આ તમામ વિદ્યાર્થીઓ સરકાર વિરોધી પ્રદર્શનમાં ભાગ લેવાના હતા. નેશનલ સ્ટુડન્ટ યુનિયને વિદ્યાર્થીઓને ઝેરી ખોરાક આપવાનો આરોપ લગાવ્યો છે.

જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો

ઈરાનની ખારાઝમી અને આર્ક યુનિવર્સિટીઓ ઉપરાંત અન્ય ચાર સંસ્થાઓના વિદ્યાર્થીઓએ પણ યુનિવર્સિટીમાં ભોજન લીધા બાદ આવી જ ફરિયાદ કરી હતી. તેના વિરોધમાં હવે ઈરાનની ઘણી યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ કાફેટેરિયાના ભોજનનો બહિષ્કાર કરી રહ્યા છે.

22 વર્ષીય ઈરાની યુવતી મહેસા અમીનીની મોરાલિટી પોલીસે યોગ્ય રીતે હિજાબ ન પહેરવા બદલ ધરપકડ કરી હતી. મહસા અમીનીનું પોલીસ કસ્ટડીમાં મૃત્યુ થયું હતું. મોરાલિટી પોલીસ પર અમીનીના મૃત્યુનો આરોપ હતો. આ પછી દેશભરમાં સરકાર અને હિજાબ વિરુદ્ધ દેખાવો શરૂ થઈ ગયા.

ઘણી યુનિવર્સિટીઓમાં મેડિકલ ક્લિનિક્સ બંધ થઈ ગયા છે અથવા ડિહાઈડ્રેશન અને ફૂડ પોઈઝનિંગ સંબંધિત રોગોની સારવાર માટે દવાઓનો સ્ટોક ખતમ થઈ ગયો છે. જે દર્શાવે છે કે ઈરાનમાં ચાલી રહેલા સરકાર વિરોધી વિરોધને કચડી નાખવાનો આ જાણીજોઈને પ્રયાસ હોઈ શકે છે.

બુધવારથી ઈરાનમાં ત્રણ દિવસીય દેશવ્યાપી હડતાળ થવાની હતી. પરંતુ તેની એક રાત પહેલા જ આ પ્રદર્શનોમાં મોટા પાયે ભાગ લેનાર વિદ્યાર્થીઓની તબિયત લથડતા ઝેરી ખોરાક ખાવાથી ગભરાટ ફેલાયો છે.

Latest News Updates

ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોએ પ્રારંભ કર્યુ આંદોલન
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોએ પ્રારંભ કર્યુ આંદોલન
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
g clip-path="url(#clip0_868_265)">