Pernambuco Building Collapse: બ્રાઝિલમાં પળવારમાં આખી ઇમારત ધરાશાયી, બે બાળકો સહિત 14 લોકોનાં મોત

|

Jul 09, 2023 | 8:16 AM

ઘટના બાદ શહેરના અધિકારીઓએ કહ્યું છે કે ધરાશાયી થયેલી ઈમારતની નજીક એક ચર્ચ છે જે ઘટનામાં પીડિત પરિવારોને રહેવાની સુવિધા સાથે ભોજન અને કપડાની વ્યવસ્થા કરતું હતું. બિલ્ડીંગની આજુબાજુ આવી બીજી ઘણી ઇમારતો છે.

Pernambuco Building Collapse: બ્રાઝિલમાં પળવારમાં આખી ઇમારત ધરાશાયી, બે બાળકો સહિત 14 લોકોનાં મોત

Follow us on

બ્રાઝિલના ઉત્તરપૂર્વીય રાજ્ય પરનામ્બુકોમાં, બેઘર લોકો દ્વારા ઉપયોગમાં લેવાતી ઇમારત ધરાશાયી થતાં એક મોટો અકસ્માત થયો હતો. આ દુર્ઘટનામાં છ બાળકો સહિત કુલ 14 લોકોના મોત થયા છે. ઈમારત ધરાશાયી થવાની આ ઘટના શુક્રવારે વહેલી સવારે બની હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ બિલ્ડિંગમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે સ્નિફર ડોગની પણ મદદ લેવામાં આવી રહી છે. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

ફાયર બ્રિગેડ સ્ટાફના જણાવ્યા અનુસાર, શનિવારે સ્નિફર ડોગ્સની મદદથી બચાવ અને રાહત કાર્ય ટીમે કાટમાળ નીચે દટાયેલી 15 વર્ષની છોકરી અને 65 વર્ષની મહિલાને જીવતા બચાવવામાં સફળતા મેળવી હતી. આ સાથે એક 18 વર્ષના છોકરાને પણ જીવતો બચાવી લેવામાં આવ્યો હતો પરંતુ ગંભીર ઈજાના કારણે તેનું મૃત્યુ થયું હતું. ફાયર બ્રિગેડની ટીમનું કહેવું છે કે રાહત અને બચાવ કાર્ય હવે બિલ્ડિંગમાં ફસાયેલા પ્રાણીઓને બહાર કાઢવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે કારણ કે મૂંગા પણ ફસાયેલા છે.

બ્રાઝિલના દૈનિક અખબાર ફોલ્હા ડી એસ પાઉલોના જણાવ્યા અનુસાર, બિલ્ડિંગ પર બેઘર લોકોનો કબજો હતો, જોકે 2010થી ત્યાં લોકોના રહેવા પર પ્રતિબંધ હતો. બિલ્ડિંગ અંગે શહેરના અધિકારીઓએ બિલ્ડિંગને ‘કોફિન બ્લોક’ જાહેર કરી હતી. બિલ્ડિંગને કોફી બ્લોક નામ આપવું એ એક રીતે મૃત્યુને આમંત્રણ આપવા જેવું હતું.

આજનું રાશિફળ તારીખ : 26-06-2024
કરોડોનો માલિક છે ખેલાડી, ઈજાગ્રસ્ત થવાનું નાટક કરવાનો લાગ્યો આરોપ
હાથ પરથી ટેનિંગ કેવી રીતે દૂર કરવું?
જો તમારા ચાંદીના દાગીના કાળા પડી ગયા હોય તો આ ટિપ્સથી એક મિનિટમા થઈ જશે ચકચકિત
Travel Tips : માઉન્ટ આબુ જવા માટે ચોમાની ઋતુ છે બેસ્ટ
કેળા ખાવાથી થાય છે અગણિત ફાયદા, જાણીને રહી જશો દંગ

હજુ પણ આવી ઘણી જૂની ઇમારતો છે

સિટી હૉલના નિવેદનો કહે છે કે પૉલિસ્ટામાં એવી ઘણી જૂની ઇમારતો છે કે જેઓ પાસે પોતાનું ઘર નથી અથવા જેઓ ઘરવિહોણા છે, અને આ સમસ્યા નવી નથી. અધિકારીઓએ બ્રાઝિલના રાષ્ટ્રપતિની તાજેતરની મુલાકાત દરમિયાન પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો. રાષ્ટ્રપતિ પણ પૂર્વોત્તર રાજ્યમાંથી આવે છે.

ત્રણ મહિનામાં બીજી ઘટના

કહેવામાં આવી રહ્યું છે કે પરનામ્બુકોમાં ત્રણ મહિનાથી ઓછા સમયમાં આ બીજી ઘટના છે. એપ્રિલમાં, પરનામ્બુકો નજીક ઓલિંડામાં એક ઇમારત ધરાશાયી થઈ હતી, જેમાં ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા હતા. બિલ્ડીંગ પડી તે પહેલા શહેરમાં ભારે વરસાદ થયો હતો. જેના કારણે અનેક જગ્યાએ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article