Pakistan : ઈમરાનની ખુરશીના પાયા હચમચ્યા તો, પક્ષપલટાથી નારાજ PM ઈમરાન ખાને સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો

|

Mar 22, 2022 | 7:42 AM

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર વિચારણા કરવા માટે શુક્રવારે નેશનલ એસેમ્બલીની બેઠક બોલાવવામાં આવશે.

Pakistan : ઈમરાનની ખુરશીના પાયા હચમચ્યા તો, પક્ષપલટાથી નારાજ PM ઈમરાન ખાને સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો
PM Imran Khan (File Photo)

Follow us on

Pakistan : પાકિસ્તાનમાં આ દિવસોમાં રાજકીય ઉથલપાથલ (Political Crisis) ચાલી રહી છે. વડાપ્રધાન ઈમરાન ખાનની (PM Imran Khan) ખુરશી ખતરામાં છે કારણ કે તેમની સામે અવિશ્વાસ પ્રસ્તાવ (No Confidence Motion) લાવવામાં આવ્યો છે. પક્ષપલટો અને તેના બળવાખોર સાંસદોએ ઈમરાનની મુશ્કેલીમાં વધારો કર્યો છે. આ જ કારણ છે કે હવે ઈમરાન ખાનની સરકારે સોમવારે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે.

ઈમરાને સર્વોચ્ચ અદાલતમાં અરજી દાખલ કરી

ઈમરાન સરકારે સર્વોચ્ચ અદાલતમાં એક અરજી દાખલ કરી છે કે, શું સત્તારૂઢ પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) પક્ષ પક્ષપલટો કરનાર વડા પ્રધાન સામે અવિશ્વાસ પ્રસ્તાવના દિવસો પહેલા તેનુ સમર્થન છોડી શકે છે…?

સાથે જ ઈમરાન સરકારે સર્વોચ્ચ અદાલતને બંધારણની કલમ 63-Aનું અર્થઘટન કરવા પણ વિનંતી કરી છે. આ અરજી પક્ષપલટાના આધારે સાંસદોને ગેરલાયક ઠેરવવા સાથે સંબંધિત છે. રાષ્ટ્રપતિ આરિફ અલ્વી વતી એટર્ની જનરલ ખાલિદ જાવેદ ખાને આ અરજી દાખલ કરી છે. કલમ 63-A જણાવે છે કે જો કોઈ સાંસદ વડા પ્રધાન અથવા મુખ્ય પ્રધાન હોય તો પક્ષપલટાના આધારે ગેરલાયક ઠરી શકે છે.અન્યથા તેઓ મતદાનથી દૂર રહે છે.ઉલ્લેખનીય છે કે, ઈમરાન સરકાર પહેલાથી જ સંકેત આપી ચૂકી છે કે તે આ કલમનો ઉપયોગ અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરવા માટે કરશે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

નેશનલ એસેમ્બલીની બેઠક 25 માર્ચે યોજાશે

ઈમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર વિચાર કરવા માટે શુક્રવારે નેશનલ એસેમ્બલીની બેઠક બોલાવવામાં આવશે. 2018માં વડાપ્રધાન પદ સંભાળ્યા બાદ ઈમરાનની આ સૌથી મુશ્કેલ રાજકીય કસોટી હશે. નેશનલ એસેમ્બલીના અધ્યક્ષ અસદ કૈસરે રવિવારે વડા પ્રધાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર વિચારણા કરવા માટે 25 માર્ચ (શુક્રવાર) ના રોજ ગૃહનું સત્ર બોલાવવાની જાહેરાત કરી હતી.

પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના લગભગ 100 સાંસદોએ 8 માર્ચે નેશનલ એસેમ્બલી સચિવાલયમાં અવિશ્વાસ પ્રસ્તાવ આપ્યો હતો. દેશમાં આર્થિક સંકટ અને મોંઘવારી માટે ઈમરાન સરકાર જવાબદાર હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Russia Ukraine War: રશિયન સૈનિકો કિવ પર સતત કરી રહ્યા છે ગોળીબાર, વિસ્ફોટથી શોપિંગ મોલ્સ થયા ખંડેર

Next Article