ચીનથી ભીખમાં મળી વેક્સિન, પણ ઇમરાન ખાન નહીં લઇ શકે કોરોનાની આ રસી, જાણો કેમ

ચીનથી ભીખમાં મળી વેક્સિન, પણ ઇમરાન ખાન નહીં લઇ શકે કોરોનાની આ રસી, જાણો કેમ
ઈમરાન ખાન

કોવિડ -19 રસીકરણ અભિયાન શરૂ કર્યાના એક દિવસ બાદ પાકે કહ્યું હતું કે ચીનની સિનોફાર્મ રસી 60 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે અસરકારક નથી.

Gautam Prajapati

| Edited By: Bhavesh Bhatti

Feb 05, 2021 | 2:13 PM

પાકિસ્તામાં કોવિડ -19 રસીકરણ અભિયાન શરૂ કર્યાના એક દિવસ બાદ જ મોટું નીવેદન આપ્યું છે. પાકે ગુરુવારે કહ્યું હતું કે ચીનની સિનોફાર્મ રસી 60 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે અસરકારક નથી. ચીને પાકિસ્તાને પાંચ લાખ સિનોફાર્મ વેક્સિન દાનમાં આપી હતી. જેને લેવા માટે સોમવારે પાકિસ્તાનથી વિમાન મોકલવામાં આવ્યું હતું.

પાકના વડાપ્રધાનના આરોગ્ય બાબતોના સહાયક ડોક્ટર ફૈઝલ સુલ્તાને જણાવ્યું કે ડેટાના પ્રાથમિક વિશ્લેષણ પર વિચાર કર્યા બાદ પાકિસ્તાનની નિષ્ણાત સમિતિએ સૂચવ્યું હતું છે કે આ રસી 18 થી 60 વર્ષના લોકો માટે જ લાગુ કરવામાં આવે. તેમણે કહ્યું, સમિતિએ આ તબક્કે 60 વર્ષથી વધુ વયના લોકો માટે સિનોફર્મ રસીને અધિકૃત નથી કરી.

શું ઇમરાન ખાન લગાવશે વેક્સિન? પાકિસ્તાન ચીન પાસેથી દાનમાં વેક્સિન મેળવવામાં સફળ તો થયું છે. પરંતુ આ બાદ પાકની નિષ્ણાત સમિતિએ 60થી વધુ વર્ષના લોકો માટે રસીને અધિકૃત નથી કરી. વૃદ્ધ લોકો માટે આ રસી અસરકારક નથી એવું કહેવામાં આવી રહ્યું છે. ત્યારે જોવાની વાત એમ છે કે પાકના પ્રધાનમંત્રી ઇમરાન ખાનની ઉમર 68 વર્ષની છે. હવે સમિતિના નક્કી કર્યા પ્રમાણે ઇમરાનનો સમાવેશ વેક્સિન લેવાવાળા લોકોની લીસ્ટમાં નહીં થઇ શકે. ઇમરાન વેક્સિનથી વંચિત રહી જશે.

પાકિસ્તાને ચીનની કરી પ્રશંસા આરોગ્ય સલાહકાર ડો.ફૈઝલ સુલતાને કહ્યું કે ચીનના સિનોફાર્મની વેક્સિન અસરકારક છે. તેમણે કહ્યું કે આ રસી 79 થી 86 ટકા અસરકારક છે. જે વર્ષના અંત સુધીમાં દેશના 70 ટકા વસ્તીને આપવામાં આવશે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati