પઠાણ નીકળ્યા ચોર !! “પઠાણ” ફિલ્મનું ગેરકાયદેસર રીતે પઠાણી દેશ પાકિસ્તાનમાં સ્ક્રિનિંગ

|

Feb 01, 2023 | 5:31 PM

શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમની ફિલ્મ પઠાણ (Pathan) દુનિયાભરમાં રિલીઝ થઈ ગઈ છે, પરંતુ પાકિસ્તાનમાં રિલીઝ થઈ નથી. હવે ત્યાં ગેરકાયદેસર રીતે ફિલ્મ પ્રદર્શિત કરવામાં આવી રહી છે.

પઠાણ નીકળ્યા ચોર !! પઠાણ ફિલ્મનું ગેરકાયદેસર રીતે પઠાણી દેશ પાકિસ્તાનમાં સ્ક્રિનિંગ
pathaan
Image Credit source: PTI

Follow us on

Pathaan Illegal Screening In Pakistan: શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમની ફિલ્મ પઠાણ ભલે પાકિસ્તાનમાં સત્તાવાર રીતે રિલીઝ થઈ ન હોય, પરંતુ ત્યાંના લોકોએ તેને જોવાનો માર્ગ શોધી કાઢ્યો છે. પાકિસ્તાનમાં આ ફિલ્મને ગેરકાયદેસર રીતે બતાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. ફેસબુક પેજ પર પણ ફિલ્મની ટિકિટ વેચાઈ રહી છે. એવો દાવો કરવામાં આવે છે કે 4 અને 5 ફેબ્રુઆરીએ બે શો ચલાવવામાં આવશે. આ ફિલ્મ કરાચીમાં ડિફેન્સ હાઉસિંગ ઓથોરિટીમાં દર્શાવવામાં આવશે તેમ કહેવાય છે. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

ફાયરવર્ક ઇવેન્ટ્સ નામનું એક ફેસબુક પેજ છે જેમાં ફિલ્મના પ્રદર્શનની જાહેરાત કરવામાં આવી છે. છેલ્લા ચાર દિવસમાં આ પેજ પરથી ચાર વખત પોસ્ટ શેર કરવામાં આવી છે. જેમાં લોકોને ટીકર્સ ખરીદવાનું કહેવામાં આવ્યું છે. પોસ્ટમાં શેર કરાયેલા પોસ્ટર પર ફોન નંબર આપવામાં આવ્યા છે, જેના દ્વારા વધુ માહિતી આપવામાં આવી રહી છે. બે દિવસ પહેલા શેર કરવામાં આવેલી પોસ્ટમાં પેજ દ્વારા લખવામાં આવ્યું છે કે સારા પ્રતિસાદને કારણે તેઓ 5 ફેબ્રુઆરીએ પણ ફિલ્મના બે શો ચલાવશે.

5 ફેબ્રુઆરી શોની તારીખ બદલાઈ

ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?

પાકિસ્તાનની વેબસાઇટ ડોને પણ ફેસબુક પોસ્ટ પર આપેલા નંબર પર ફોન કરીને માહિતી લીધી હતી. ડોનના જણાવ્યા મુજબ, જ્યારે તેણે આપેલા નંબર પર ફોન કર્યો અને સ્થળ વિશે પૂછ્યું, ત્યારે તેને કહેવામાં આવ્યું કે અલગ-અલગ દિવસો માટે અલગ-અલગ વેન્યુ હશે. આમાંથી એક ખૈબાન-એ-શાહબાઝ કોમર્શિયલ વિસ્તારમાં હશે, જ્યારે બીજા વિશે તેઓ જાણતા નથી. જો કે, સમાચારમાં કહેવામાં આવ્યું છે કે બાદમાં આયોજકે તેમને મેસેજ કર્યો અને કહ્યું કે રવિવારનો શો હવે શુક્રવારે એટલે કે 3 ફેબ્રુઆરીએ બતાવવામાં આવશે.

ફિલ્મની ગુણવત્તા પણ જણાવવામાં આવી હતી

ફિલ્મની ગુણવત્તા અંગે આયોજકે કહ્યું કે તે HDમાં નહીં હોય, પરંતુ તે ખૂબ જ સ્વચ્છ ગુણવત્તામાં છે. આ સિવાય પડદાની સાઈઝ 8 ફૂટ લાંબો અને 10 ફૂટ પહોળો હશે. તે પ્રોજેક્ટર સ્ક્રીન પર બતાવવામાં આવ્યું હતું. ફિલ્મની ટિકિટ 900 રૂપિયા (PKR) રાખવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે વર્ષ 2019માં પાકિસ્તાનના ફિલ્મ પ્રદર્શકોએ નિર્ણય લીધો હતો કે તેઓ ત્યાં ભારતીય ફિલ્મો રિલીઝ નહીં કરે. પાકિસ્તાનમાં લગભગ ચાર વર્ષથી કોઈ ભારતીય ફિલ્મ રિલીઝ થઈ નથી.

(ઇનપુટ-ભાષાંતર)

Published On - 4:29 pm, Wed, 1 February 23

Next Article