Hurricane Grace: વાવાઝોડું ‘ગ્રેસ’ મેક્સિકોના અખાતમાં ત્રાટક્યું, 8 લોકોના મોત

|

Aug 22, 2021 | 5:10 PM

ચક્રવાતી તોફાન 'ગ્રેસ' કેટેગરી ત્રણ વાવાઝોડાના રૂપમાં શનિવારે મેક્સિકોના અખાતના કિનારે પહોંચ્યું અને દેશમાં અંદર તરફ આગળ વધ્યું હતું.

Hurricane Grace: વાવાઝોડું ગ્રેસ મેક્સિકોના અખાતમાં ત્રાટક્યું, 8 લોકોના મોત
Hurricane Grace

Follow us on

Hurricane Grace: ચક્રવાતી તોફાન ‘ગ્રેસ’ કેટેગરી ત્રણ વાવાઝોડાના રૂપમાં શનિવારે મેક્સિકોના અખાતના કિનારે પહોંચ્યું અને દેશમાં અંદર તરફ આગળ વધ્યું હતું. જેના કારણે ભારે વરસાદ વરસ્યો હતો. છેલ્લા બે દિવસમાં આ વાવાઝોડું બીજી વખત દેશમાં ત્રાટક્યું છે. મેક્સિકોના મુખ્ય પ્રવાસન વિસ્તારમાંથી પસાર થતાં યુકાટન દ્વીપકલ્પને પાર કરતા આ વાવાઝોડું ગુરુવારે નબળું પડ્યું હતું. પરંતુ જેમ જેમ તે દેશની મુખ્ય ભૂમિ તરફ આગળ વધ્યું તે ફરીથી મેક્સિકોના અખાતમાંથી તીવ્ર વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કર્યું હતું.

મેક્સિકોના વેરાક્રુઝ રાજ્યના ગવર્નર કુઈતલાહુઆક ગાર્સિયાએ જણાવ્યું હતું કે, તોફાનને કારણે આવેલા પૂર અને ભૂસ્ખલનને કારણે બાળકો સહિત ઓછામાં ઓછા આઠ લોકો માર્યા ગયા હતા અને ત્રણ ગુમ થયા હતા. યુએસ નેશનલ હરિકેન સેન્ટરે કહ્યું કે, ગ્રેસ ઉષ્ણકટિબંધીય ચક્રવાત તરીકે મેક્સિકો સિટીની પૂર્વમાં મધ્ય મેક્સિકોના પર્વતીય વિસ્તારોમાં પહોંચ્યું અને પછી બપોરે નબળું પડ્યું હતું.

કેટલાક સ્થળો પર થયું ભૂસ્ખલન

વેરાક્રુઝના અધિકારીઓએ જણાવ્યું હતું કે, વાવાઝોડાને કારણે નદીઓમાં પાણીનું સ્તર વધ્યું હતું અને ઘણી જગ્યાએ ભૂસ્ખલન થયું હતું. તેમણે કહ્યું કે, કેટલાક લોકોને અસરગ્રસ્ત વિસ્તારોમાંથી બહાર કાવાની જરૂર છે. મેક્સિકોની હવામાન એજન્સીએ જણાવ્યું હતું કે, આ વાવાઝોડાએ શુક્રવારે દરિયાકિનારે પહોંચ્યાના કલાકો પહેલા તુફાન, પોઝા રિકા, જલ્પા અને વેરાક્રુઝ શહેરોમાં તેમજ તાબાસ્કો અને તમૌલિપાસ રાજ્યોના દરિયાકાંઠાના શહેરોમાં તીવ્ર પવન, ઉંચા મોજા અને મોજાને કારણે વરસાદ પડ્યો હતો.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

આ પણ વાંચો: Gandhinagar : CM વિજય રૂપાણી દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી, બહેનોએ બાંધી મુખ્યપ્રધાનને રાખડી

Next Article