UAEમાંથી મળી 8500 વર્ષ જૂની ઈમારત, જાણો શું છે ઇતિહાસ

|

Feb 19, 2022 | 9:23 AM

આ સ્થળેથી હજારો પ્રાચીન વસ્તુઓ પણ મળી આવી છે. આમાં પથ્થરમાંથી બનેલા તીરની જેવી સંરચનાનો સમાવેશ થાય છે, જેનો ઉપયોગ શિકાર માટે થતો હશે તેમ માનવામાં આવે છે

UAEમાંથી મળી 8500 વર્ષ જૂની ઈમારત, જાણો શું છે ઇતિહાસ
UAE (symbolic image )
Image Credit source: coutresy- navbharattimes

Follow us on

સંયુક્ત આરબ અમીરાત (UAE) માં પુરાતત્વવિદો દ્વારા દેશની સૌથી જૂની ઇમારતની શોધ કરવામાં આવી છે. પુરાતત્વવિદોએ જણાવ્યું કે આ ઈમારત 8500 વર્ષ જૂની છે. આ ઈમારત તેની પહેલા મળેલી ઈમારત કરતાં 500 વર્ષ જૂની છે. અબુ ધાબીના સંસ્કૃતિ  (Culture) અને પર્યટન વિભાગે આ શોધ વિશે માહિતી આપી છે. આ સૌથી જૂની ઈમારત અબુ ધાબી શહેરની પશ્ચિમે આવેલા ઘાઘા ટાપુ પર મળી આવી છે.

આ ટાપુ પરથી મળેલી રચના ‘સાધારણ રાઉન્ડ રૂમ’ જેવી છે અને તેની આસપાસ પથ્થરની દિવાલ છે. દિવાલ 3.3 ફૂટ ઊંચી છે અને હજુ પણ મોટાભાગે સુરક્ષિત છે. સંશોધકોની ટીમે જણાવ્યું હતું કે સંરચના કદાચ તે સમયે ટાપુ પર રહેતા નાના સમુદાયનું ઘર હોય શકે છે. તેમણે કહ્યું કે શોધ દર્શાવે છે કે લાંબા-અંતરનો દરિયાઈ વેપાર માર્ગ શરૂ થયો તે પહેલાં પણ નવપાષાણ વસાહતો અસ્તિત્વમાં હતી.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

video courtesy – Riagez TV
બિલ્ડીંગ પાસે દટાયેલો મૃતદેહ મળ્યો

આ સ્થળેથી હજારો પ્રાચીન વસ્તુઓ પણ મળી આવી છે. આમાં પથ્થરમાંથી બનેલા તીરની જેવી સંરચનાનો સમાવેશ થાય છે, જેનો ઉપયોગ શિકાર માટે કરવામાં આવતો હતો. ટીમે કહ્યું કે એવી સંભાવના છે કે અહીં રહેતા લોકોએ દરિયામાં મળી આવતા કુદરતી સંસાધનોનો ઉપયોગ કરતા હશે. જો કે, પુરાતત્વવિદો હજુ પણ નિશ્ચિત નથી કે આ ઘરનો ઉપયોગ ક્યારે થયો હતો. લગભગ 5 હજાર વર્ષ જૂની આ ઈમારત પાસે એક મૃતદેહ દટાયેલો મળી આવ્યો છે.

તે અબુ ધાબી ટાપુ પરની કેટલીક પ્રખ્યાત કબરોમાંની એક છે. સંસ્કૃતિ વિભાગના અધ્યક્ષ મોહમ્મદ અલ મુબારકે કહ્યું, “ઘાઘા ટાપુ પરની શોધ દર્શાવે છે કે હજારો વર્ષો પહેલા અહીં રહેતા લોકોના ડીએનએમાં નવીનતાની લાક્ષણિકતા, સંશોધનની ઇચ્છા અને સ્થિતિસ્થાપકતા હાજર હતી.” અગાઉ, UAE માં સૌથી જૂની ઇમારત મારવાહ આઇલેન્ડ પર મળી આવી હતી, જે અબુ ધાબીના કિનારે સ્થિત છે. અહીં વર્ષ 2017માં વિશ્વનું સૌથી જૂનું મોતી મળ્યું હતું.

આ પણ વાંચો : Hijab Controversy: કેન્દ્રીય મંત્રી જોશીએ કહ્યું કોર્ટના આદેશનો ભંગ કરનારને જેલમાં નાખો, પછી તે કેસરી હોય કે હિજાબ

આ પણ વાંચો :Grapes disadvantages: દ્રાક્ષ ખાવાના શોખીન છો, તો એક વાર તેનાથી સ્વાસ્થયને થતા નુક્સાન વિશે પણ જાણો

Next Article