ઇઝરાયેલ કેવી રીતે બન્યું મિડલ ઈસ્ટનું સુપરપાવર ? ઈઝરાયેલ સામે કેમ જીતી શકતા નથી ઈસ્લામિક દેશો ?

|

Oct 17, 2024 | 4:51 PM

મિડલ ઈસ્ટમાં સુપરપાવર તરીકે ઈઝરાયેલના ઉદ્ભવની કહાની તેના ઐતિહાસિક સંઘર્ષ, લશ્કરી તાકાત, આર્થિક પ્રગતિ અને વ્યૂહાત્મક સહયોગ સાથે જોડાયેલી છે. 1948માં ઈઝરાયેલની સ્થાપના થઈ ત્યારથી આ નાનકડા દેશે માત્ર તેની સુરક્ષા જ સુનિશ્ચિત કરી નથી, પરંતુ મિડલ ઈસ્ટમાં એક મોટી શક્તિ તરીકે તેની સ્થિતિ પણ મજબૂત કરી છે.

ઇઝરાયેલ કેવી રીતે બન્યું મિડલ ઈસ્ટનું સુપરપાવર ? ઈઝરાયેલ સામે કેમ જીતી શકતા નથી ઈસ્લામિક દેશો ?
Israel

Follow us on

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધતો તણાવ હવે યુદ્ધ તરફ દોરી રહ્યો છે. અત્યાર સુધી હમાસ અને હિઝબુલ્લાહ જેવા પ્રોક્સી જૂથો સામે લડી રહેલું ઈઝરાયલ હવે ઈરાન સામે સીધું યુદ્ધ કરી શકે છે. એવું નથી કે ઇઝરાયેલ પહેલીવાર કોઈ ઈસ્લામિક દેશ સામે યુદ્ધ લડશે, ભૂતકાળમાં પણ અનેકવાર ઇઝરાયેલે ઈસ્લામિક દેશો સામે યુદ્ધ લડ્યા છે અને જીત મેળવી છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, ઈઝરાયેલ સામે ઈસ્લામિક દેશો કેમ જીતી શકતા નથી અને ઇઝરાયેલ કેવી રીતે મિડલ ઈસ્ટનું સુપરપાવર બન્યું.

મિડલ ઈસ્ટમાં સુપરપાવર તરીકે ઈઝરાયેલના ઉદ્ભવની કહાની તેના ઐતિહાસિક સંઘર્ષ, લશ્કરી તાકાત, આર્થિક પ્રગતિ અને વ્યૂહાત્મક સહયોગ સાથે જોડાયેલી છે. 1948માં ઈઝરાયેલની સ્થાપના થઈ ત્યારથી આ નાનકડા દેશે માત્ર તેની સુરક્ષા જ સુનિશ્ચિત કરી નથી, પરંતુ મિડલ ઈસ્ટમાં એક મોટી શક્તિ તરીકે તેની સ્થિતિ પણ મજબૂત કરી છે.

પ્રથમ વિશ્વયુદ્ધ પહેલા પેલેસ્ટાઈન ઓટ્ટોમન સામ્રાજ્યનો જિલ્લો હતો. પ્રથમ વિશ્વયુદ્ધમાં ઓટ્ટોમન સામ્રાજ્યને બ્રિટન અને તેના સાથીઓ તરફથી હારનો સામનો કરવો પડ્યો. પ્રથમ વિશ્વયુદ્ધ પછી પેલેસ્ટાઈન બ્રિટનના કબજામાં આવી ગયું, પરંતુ આ પછી સમસ્યા વધુ જટિલ બની ગઈ. આ વિસ્તારમાં આરબો રહેતા હતા અને યહૂદીઓ પણ રહેવા માંગતા હતા.

IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા

હજારો વર્ષોથી આ વિસ્તાર સાથે યહૂદીઓના ઐતિહાસિક અને ધાર્મિક સંબંધો છે. તેઓ માને છે કે તેમને પેલેસ્ટિનિયન પ્રદેશોમાં રહેવાનો દૈવી અધિકાર છે. વીસમી સદીની શરૂઆતમાં હજારો યહૂદીઓએ ઇઝરાયેલની રચના થઈ તે પહેલાં આ વિસ્તારમાં જવાનું શરૂ કર્યું. યુરોપ અને રશિયામાં યહૂદીઓએ યહૂદી હોવાને કારણે ભારે ત્રાસ સહન કરવો પડ્યો. બીજા વિશ્વયુદ્ધમાં યહૂદીઓ પર નાઝીઓના અત્યાચાર બાદ મોટી સંખ્યામાં યહૂદીઓ આ વિસ્તારમાં આવ્યા હતા.

ઇઝરાયેલની રચના

આરબ જગતમાં યહૂદીઓ પર પણ અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. બીજા વિશ્વયુદ્ધ પછી બ્રિટને નક્કી કર્યું કે હવે પેલેસ્ટિનિયન પ્રદેશ પર શું કરવું તે સંયુક્ત રાષ્ટ્રએ નક્કી કરવું જોઈએ. યુનાઈટેડ નેશન્સે પેલેસ્ટાઈનને બે દેશોમાં વહેંચવાનું સૂચન કર્યું હતું. એક આરબો માટે અને બીજો યહૂદીઓ માટે. આરબોએ યુએનની યોજના સ્વીકારી ન હતી, પરંતુ યહૂદી નેતાઓએ યુએનના ઠરાવને સ્વીકારીને ઇઝરાયેલની જાહેરાત કરી હતી. અમેરિકન રાષ્ટ્રપતિએ તે જ ક્ષણે ઇઝરાયેલને માન્યતા આપી હતી.

ઇઝરાયેલની ઘોષણા સાથે યુદ્ધ શરૂ થયું. મહિનાઓ સુધી ચાલેલી લડાઈ પછી ઇઝરાયેલ અને તેના આરબ પાડોશીઓ યુદ્ધને રોકવા માટે સંમત થયા. બાદમાં ઈઝરાયેલને એક દેશ તરીકે આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ મળવા લાગી. ઇઝરાયેલ પૂર્વ ભૂમધ્ય સમુદ્રના અંતમાં સ્થિત છે. તેનો દક્ષિણ છેડો લાલ સમુદ્ર સુધી વિસ્તરેલો છે. પશ્ચિમમાં તે ઇજિપ્તની સરહદે છે અને પૂર્વમાં તે જોર્ડનની સરહદે છે. તેના ઉત્તરમાં લેબનોન અને ઉત્તર-પૂર્વમાં સીરિયા છે.

ઇઝરાયેલ કેવી રીતે બન્યું તાકાતવર ?

પેલેસ્ટાઈન હજી એક દેશ નથી, પરંતુ પેલેસ્ટિનિયનો વેસ્ટ બેંક અને ગાઝા પટ્ટીનો બનેલો અલગ દેશ ઈચ્છે છે. 1967ના યુદ્ધ બાદ ઇઝરાયલના કેટલાક વિસ્તારો પર કબજા કર્યા પછીથી પેલેસ્ટાઈનનો વિસ્તાર સંઘર્ષમાં છે. UNમાં પેલેસ્ટાઈનને ગેર-સભ્ય રાજ્ય તરીકે માન્યતા મળી છે, પણ તેને સંપૂર્ણ રીતે એક સ્વતંત્ર દેશ તરીકે માન્યતા હજુ નથી મળી.

ઇઝરાયેલની રચના 1948માં થઈ હતી. ઇઝરાયેલ ક્ષેત્રફળમાં ભારતના મણિપુર કરતાં પણ નાનું છે. વસ્તી પણ 95 લાખની આસપાસ છે. ઇઝરાયેલની ગણતરી વિશ્વના એવા દેશોમાં થાય છે જેમની તકનીકી અને લશ્કરી ક્ષમતા સમગ્ર વિશ્વમાં ઉદાહરણ તરીકે ટાંકવામાં આવે છે. ઈઝરાયેલની સેના જેને ‘ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ’ (IDF) તરીકે ઓળખવામાં આવે છે, તે દેશનું સૌથી મોટું દળ છે. તેની સ્થાપના પછીથી ઇઝરાયલે તેની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે. આના પરિણામે ઇઝરાયેલે અત્યાધુનિક શસ્ત્રો, તકનીકી માધ્યમો અને કાર્યક્ષમ વ્યૂહરચના વિકસાવી છે.

ઇઝરાયેલની સૈન્ય શક્તિનું સૌથી મોટું ઉદાહરણ 1967ના યુદ્ધમાં માત્ર છ દિવસમાં જ વિજય મેળ્યો હતો. આ યુદ્ધમાં તેણે તેના પાડોશી આરબ દેશો (ઇજિપ્ત, સીરિયા અને જોર્ડન) પર નિર્ણાયક જીત હાંસલ કરી અને ગોલાન હાઇટ્સ, વેસ્ટ બેંક પર કબજો કર્યો. અને ગાઝા પટ્ટી જેવા મહત્વના વિસ્તારો કબજે કર્યા. આ યુદ્ધ ઇઝરાયેલના મિડલ ઈસ્ટમાં સુપરપાવર બનવામાં એક વળાંક હતો, કારણ કે ઇઝરાયેલે આ યુદ્ધમાં તેની લશ્કરી શક્તિ અને કાર્યક્ષમતા પણ સાબિત કરી હતી.

અદ્યતન શસ્ત્રોના વિકાસ અને નવીનતામાં પણ ઈઝરાયેલે પોતાની જાતને સ્થાપિત કરી છે. ‘આયર્ન ડોમ’ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ ઈઝરાયલની ડિફેન્સ ટેક્નોલોજીનું મુખ્ય ઉદાહરણ છે, જે તેને રોકેટ અને મિસાઈલ હુમલાઓથી બચાવવામાં સક્ષમ છે. આ ઉપરાંત, ઈઝરાયેલ સાયબર સુરક્ષામાં પણ વિશ્વ લીડર તરીકે ઉભરી આવ્યું છે. તેની સાયબર સેનાએ માત્ર સ્થાનિક સુરક્ષા જ સુનિશ્ચિત કરી નથી, પરંતુ ઇઝરાયેલને આંતરરાષ્ટ્રીય સ્તરે એક મજબૂત સાયબર પાવર પણ બનાવ્યું છે.

અમેરિકા સહિત પશ્ચિમી દેશો તરફથી સહકાર અને સમર્થન

ઇઝરાયેલના આંતરરાષ્ટ્રીય સહયોગીઓએ પણ સુપરપાવર બનવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. ઇઝરાયેલ અને અમેરિકા વચ્ચે વ્યૂહાત્મક અને લશ્કરી સંબંધો ખાસ કરીને મહત્વપૂર્ણ રહ્યા છે. અમેરિકાએ 1960ના દાયકાથી ઇઝરાયેલને આર્થિક અને લશ્કરી સહાય પૂરી પાડી છે. અમેરિકાએ ઈઝરાયેલને માત્ર હથિયારો જ આપ્યા નથી, પરંતુ સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય આંતરરાષ્ટ્રીય મંચોમાં પણ તેને સમર્થન આપ્યું છે.

અમેરિકા સિવાય ઈઝરાયેલના અન્ય કેટલાક પશ્ચિમી દેશો સાથે પણ ગાઢ સંબંધો છે. જર્મની, ફ્રાન્સ અને બ્રિટને પણ સમયાંતરે ઈઝરાયેલને મદદ કરી છે. જો કે શરૂઆતના દિવસોમાં ઇઝરાયેલને આંતરરાષ્ટ્રીય સમુદાયના ઘણા દેશોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ સમયની સાથે ઇઝરાયેલે તેના રાજદ્વારી સંબંધો પણ મજબૂત કર્યા. તાજેતરના વર્ષોમાં સંબંધોમાં સુધારો ખાસ કરીને ગલ્ફ રાજ્યો સાથે જેમ કે 2020માં અબ્રાહમ સમજૂતી હેઠળ યુનાઈટેડ આરબ અમીરાત અને બહેરીન સાથે રાજદ્વારી સંબંધોની સ્થાપનાએ તેની પ્રાદેશિક શક્તિને વધુ વેગ આપ્યો છે.

આર્થિક પ્રગતિ

ઈઝરાયેલની આર્થિક પ્રગતિએ પણ તેને મહાસત્તા બનવામાં મદદ કરી છે. ઇઝરાયેલની સ્થાપના પછી ઇઝરાયેલે કૃષિ અને ઉત્પાદન ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કર્યું. કિબુટ્ઝ સિસ્ટમ જ્યાં સામુદાયિક કૃષિ પર ભાર મૂકવામાં આવ્યો હતો, તેણે પ્રારંભિક આર્થિક વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. પરંતુ ઈઝરાયેલે ધીમે ધીમે ઉચ્ચ ટેકનોલોજી અને નવીનતાને તેની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર બનાવ્યો. આજે ઇઝરાયેલ સ્ટાર્ટઅપ નેશન તરીકે ઓળખાય છે, કારણ કે તે વિશ્વના અગ્રણી સ્ટાર્ટઅપ હબમાંનું એક બની ગયું છે.

ઇઝરાયેલની આર્થિક શક્તિનો મોટો હિસ્સો તેના વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રથી આવે છે. ઇઝરાયેલે સોફ્ટવેર, સાયબર સુરક્ષા, કૃષિ ટેકનોલોજી અને તબીબી વિજ્ઞાનમાં જબરદસ્ત પ્રગતિ કરી છે. ઈઝરાયેલની ઉચ્ચ શિક્ષણ પ્રણાલી ખાસ કરીને વિજ્ઞાન અને ઈજનેરીમાં, દેશના ઈનોવેશનને આગળ વધારવા માટે નિમિત્ત બની રહી છે.

મોસાદ જેવી ગુપ્તચર એજન્સીઓના કારણે દેશની સુરક્ષા મજબૂત બની

ઈઝરાયેલની ગુપ્તચર એજન્સીઓ ખાસ કરીને મોસાદ, દેશની સુરક્ષા અને વિદેશ નીતિઓમાં મહત્વની ભૂમિકા ભજવે છે. મોસાદને વિશ્વની સૌથી કાર્યક્ષમ ગુપ્તચર એજન્સીઓમાંની એક ગણવામાં આવે છે. મોસાદે ઇઝરાયલના દુશ્મનોને નિશાન બનાવવામાં અને સુરક્ષાના જોખમોને દૂર કરવામાં વારંવાર કાર્યક્ષમતા દર્શાવી છે.

ઇઝરાયેલની ગુપ્તચર એજન્સીઓએ માત્ર પરંપરાગત સુરક્ષા જોખમોને અટકાવ્યા નથી, પરંતુ આતંકવાદ અને સાયબર હુમલાનો સામનો કરવા માટે અનેક મહત્વપૂર્ણ ઓપરેશનો પણ હાથ ધર્યા છે. 1972માં ઓલિમ્પિક દરમિયાન ઇઝરાયલી ખેલાડીઓની હત્યા બાદ મોસાદ દ્વારા હાથ ધરવામાં આવેલ ‘ઓપરેશન રેથ ઓફ ગોડ’નું ઉદાહરણ સ્પષ્ટ કરે છે કે ઇઝરાયેલ તેની સુરક્ષા સાથે ક્યારેય સમાધાન કરતું નથી.

સામાજિક એકતા અને પ્રવાસી સહયોગ

સમાજની એકતા અને યહૂદી ડાયસ્પોરા પણ ઇઝરાયેલને મહાસત્તા બનવાની કહાનીમાં ફાળો આપે છે. વિશ્વભરના યહૂદી લોકોએ ઇઝરાયેલમાં સ્થાયી થવાનું નક્કી કર્યું, દેશને માનવ સંસાધનો અને સાંસ્કૃતિક વિવિધતા પ્રદાન કરી. યહૂદી ડાયસ્પોરા, ખાસ કરીને યુનાઇટેડ સ્ટેટ્સમાં યહૂદી સમુદાય ઇઝરાયેલ માટે આર્થિક અને રાજકીય સમર્થન મેળવવામાં મહત્વનો ભાગ ભજવે છે.

ઇઝરાયેલના લોકો શિસ્તબદ્ધ અને સંગઠિત સમાજમાં રહે છે, જે રાષ્ટ્રીય સુરક્ષા અને વિકાસમાં ફાળો આપે છે. ફરજિયાત લશ્કરી સેવા સામાજિક એકતા વધારવામાં પણ મદદ કરે છે, કારણ કે તે તમામ નાગરિકોને સમાન રાષ્ટ્રીય જવાબદારીનો અહેસાસ કરાવે છે.

ભૌગોલિક સ્થાન

મિડલ ઈસ્ટમાં ઇઝરાયેલનું ભૌગોલિક સ્થાન પણ તેને પ્રાદેશિક શક્તિ બનવામાં મદદ કરે છે. ઇઝરાયેલ ભૂમધ્ય સમુદ્રના કિનારે સ્થિત છે અને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ છે. તેણે યુરોપ, એશિયા અને આફ્રિકા વચ્ચેની કડી તરીકે સેવા આપી તેને એક મહત્વપૂર્ણ વેપાર અને લશ્કરી હબ બનાવ્યું. ઇઝરાયેલે તેની ઉર્જા સુરક્ષાને મજબૂત કરવા માટે ભૂમધ્ય સમુદ્રમાં ગેસના ભંડાર શોધી કાઢ્યા છે, જે તેને માત્ર આત્મનિર્ભર જ નહીં, પરંતુ ગેસ નિકાસકાર પણ બનાવે છે.

ઇઝરાયેલની મહાસત્તા બનવાની સફર તેના ઐતિહાસિક પડકારો, લશ્કરી તાકાત, તકનીકી નવીનતા, આર્થિક પ્રગતિ અને રાજદ્વારી સંબંધો પર આધારિત છે. તેની સફળતાનું મુખ્ય કારણ એ છે કે ઈઝરાયેલે હંમેશા તેની સુરક્ષા, ટેક્નોલોજી અને રાષ્ટ્રીય એકતા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. જે તેને મિડલ ઈસ્ટમાં સુપરપાવર બનાવે છે.

ઈઝરાયેલ સામે કેમ જીતી શકતા નથી ઈસ્લામિક દેશો ?

ઇઝરાયેલનો સામે મુખ્ય ઇસ્લામિક દેશો પેલેસ્ટાઇન, લેબનોન (હિઝબુલ્લાહ), ઈરાન, સીરિયા છે, આ ઉપરાંત 1960-70ના દાયકામાં ઇજિપ્ત અને જોર્ડન પણ હતા. આ દેશો અને સંગઠનોએ સમયાંતરે ઈઝરાયેલ સામે યુદ્ધ કર્યો છે, પરંતુ જીતી શક્યા નથી. તેની પાછળ ઘણા કારણો છે.

આધુનિક શસ્ત્રો, ડ્રોન અને આયર્ન ડોમ જેવી મિસાઇલ સંરક્ષણ સિસ્ટમ સહિત ઇઝરાયેલના લશ્કરી દળો અત્યંત અદ્યતન છે. આ સિવાય ઈઝરાયેલની જાસૂસી સંસ્થા મોસાદ અત્યંત કાર્યક્ષમ છે, જે દુશ્મનોની યોજનાઓને અગાઉથી જ નિષ્ફળ બનાવે છે. તકનીકી પ્રગતિમાં, ઇઝરાયેલે સાયબર સુરક્ષા અને ઉચ્ચ ટેકનોલોજીના ક્ષેત્રમાં મોટી સફળતા હાંસલ કરી છે. તો ઘણા ઇસ્લામિક દેશોની લશ્કરી તકનીક જૂની અને નબળી છે.

ઇઝરાયેલને આંતરરાષ્ટ્રીય સમર્થન ખાસ કરીને યુએસ તરફથી આર્થિક રીતે અને સૈન્ય સહાય પૂરી પાડે છે, જ્યારે ઇસ્લામિક દેશો આંતરરાષ્ટ્રિય મંચ પર સંઘર્ષ અને સમર્થનના અભાવનો સામનો કરી રહ્યા છે. ઘણા ઇસ્લામિક દેશોમાં આંતરિક અસ્થિરતા અને વિભાજન છે, જે તેમને સંગઠિત રીતે ઇઝરાયેલનો સામનો કરતા અટકાવે છે. આ જ કારણો છે જેના કારણે આ દેશો ઈઝરાયેલ સામે જીતી શકતા નથી.

Next Article