લાલ સાગરમાં હુતી વિદ્રોહીઓના હુમલા યથાવત, વધુ બે જહાજો પર ડ્રોન હુમલો

યુકે મેરીટાઇમ ટ્રેડ ઓપરેશન્સે જણાવ્યું હતું કે હુમલો યમનના હોદેઇડાથી 57 નોટિકલ માઇલ પશ્ચિમમાં થયો હતો. જેમાં બાર્બાડોસ ફ્લેગવાળા જહાજને નજીવું નુકસાન થયું હતું. જો કે આ હુમલામાં કોઈને ઈજા થવાના સમાચાર નથી. હુમલા પહેલા એક નાનું જહાજ પણ માલવાહક જહાજની નજીક હતું.

લાલ સાગરમાં હુતી વિદ્રોહીઓના હુમલા યથાવત, વધુ બે જહાજો પર ડ્રોન હુમલો
Houthi rebelsImage Credit source: AFP
Follow Us:
| Updated on: Feb 06, 2024 | 11:46 PM

હુતી વિદ્રોહીઓ લાલ સાગરમાં સતત જહાજોને નિશાન બનાવી રહ્યા છે. અમેરિકા અને બ્રિટન તેની સામે કાર્યવાહી કરી રહ્યા છે. આ દરમિયાન યુકે મેરીટાઇમ ટ્રેડ ઓપરેશન્સ અને સિક્યોરિટી ફર્મ એમ્બ્રેના હવાલાથી મળતી માહિતી અનુસાર મંગળવારે લાલ સાગરમાં યમન નજીક ડ્રોન હુમલો થયો હતો. હુમલામાં બ્રિટિશ માલવાહક જહાજને નજીવું નુકસાન થયું હતું. હુતી વિદ્રોહીઓએ આ હુમલો કર્યો હોવાનો દાવો કર્યો છે.

યુકે મેરીટાઇમ ટ્રેડ ઓપરેશન્સે જણાવ્યું હતું કે હુમલો યમનના હોદેઇડાથી 57 નોટિકલ માઇલ પશ્ચિમમાં થયો હતો. જેમાં બાર્બાડોસ ફ્લેગવાળા જહાજને નજીવું નુકસાન થયું હતું. જો કે આ હુમલામાં કોઈને ઈજા થવાના સમાચાર નથી. હુમલા પહેલા એક નાનું જહાજ પણ માલવાહક જહાજની નજીક હતું. આ ઘટના બનવા છતાં વહાણ પોતાની જાતને સ્થિર રાખવામાં સફળ રહ્યું અને તેની મુસાફરી ચાલુ રાખી.

હુતી વિદ્રોહીઓએ હુમલાનો દાવો કર્યો

યમનના ઈરાન સમર્થિત હુતી વિદ્રોહીઓએ આ હુમલાનો દાવો કર્યો હતો. બળવાખોરોએ એક નિવેદન જારી કરીને કહ્યું કે તેઓએ બે અલગ-અલગ હુમલા કર્યા છે. એક પ્રવક્તાએ કહ્યું કે પહેલા હુમલામાં અમેરિકન જહાજ સ્ટાર નાસિયાને નિશાન બનાવવામાં આવ્યું હતું, જ્યારે બીજા હુમલામાં બ્રિટિશ જહાજ મોર્નિંગ ટાઈડને નિશાન બનાવવામાં આવ્યું હતું.

આજનું રાશિફળ તારીખ : 27-12-2024
Video : કથાકાર જયા કિશોરીએ જીવનસાથી પસંદગી દરમ્યાન થતી ભૂલ અંગે કહી મોટી વાત
શુભમન ગિલને ટીમમાંથી હટાવવાનું શું છે કારણ?
તમારી દીકરીને આ સરકારી યોજના આપશે 70 લાખ રૂપિયા, જાણો કેવી રીતે?
શરદી-ઉધરસથી રાહત મેળવવા દેવરાહા બાબાનો ઉપાય, જુઓ Video
ફારસી શબ્દ છે અનાર, હિંદી નામ સાંભળશો તો વિશ્વાસ નહીં આવે

અમેરિકા હુતીને વૈશ્વિક આતંકવાદી સંગઠન ગણાવે છે

ગયા મહિને અમેરિકાએ હુતીઓને વૈશ્વિક આતંકવાદી સંગઠન ગણાવ્યું હતું. ગાઝામાં હમાસ વિરુદ્ધ ઈઝરાયેલના યુદ્ધને લઈને આતંકવાદી જૂથે લાલ સાગરમાં જહાજોને નિશાન બનાવ્યા છે. જેને અમેરિકા, યુરોપિયન યુનિયન અને અન્ય સરકારો આતંકવાદી સંગઠન માને છે.

હુમલાને કારણે વૈશ્વિક શિપિંગને ઘણી અસર થઈ છે. જેના કારણે કંપનીઓને દક્ષિણ આફ્રિકાની આસપાસ લાંબી અને મોંઘી યાત્રાઓ કરવાની ફરજ પડી છે. દરિયાઈ માર્ગોને સુરક્ષિત કરવા અને આક્રમક હુમલાઓને રોકવા માટે અમેરિકા અને બ્રિટને અત્યાર સુધીમાં ઘણી વખત વળતી કાર્યવાહી કરી છે. આ માટે આ બંને દેશોએ યમનમાં હુતી સ્થાનોને નિશાન બનાવીને હુમલાનો જવાબ આપ્યો છે.

આ પણ વાંચો Pakistan Election: પાકિસ્તાનની ચૂંટણીને લઈને કેમ ટેન્શનમાં છે અમેરિકા? રાખી રહ્યું છે બાજ નજર

ભ્રષ્ટ મનસુખ સાગઠિયાની 23.15 કરોડની અપ્રમાણસર મિલકતને ટાંચમાં લેવાશે
ભ્રષ્ટ મનસુખ સાગઠિયાની 23.15 કરોડની અપ્રમાણસર મિલકતને ટાંચમાં લેવાશે
ગુજરાતમાં ભારે માવઠાની ચેતવણી, 50 કિમીની ઝડપે ફુંકાશે પવન,72 કલાક ભારે
ગુજરાતમાં ભારે માવઠાની ચેતવણી, 50 કિમીની ઝડપે ફુંકાશે પવન,72 કલાક ભારે
ડાઈંગ ઉદ્યોગનું પાણી દરિયામાં છોડવાના સામે માછીમારો આકરા પાણીએ
ડાઈંગ ઉદ્યોગનું પાણી દરિયામાં છોડવાના સામે માછીમારો આકરા પાણીએ
પ્રિવીલોન બિલ્ડકોન બિલ્ડર છેતરપિંડી કેસમાં SITની રચના
પ્રિવીલોન બિલ્ડકોન બિલ્ડર છેતરપિંડી કેસમાં SITની રચના
દારૂકાંડ કેસમાં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલનો જામીન પર છૂટકારો
દારૂકાંડ કેસમાં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલનો જામીન પર છૂટકારો
રાજકોટમાં અગ્નિકાંડ બાદ 7 મહિનામાં ધડાધડ 18 અધિકારીઓના પડ્યા રાજીનામા
રાજકોટમાં અગ્નિકાંડ બાદ 7 મહિનામાં ધડાધડ 18 અધિકારીઓના પડ્યા રાજીનામા
ડીંગુચા કેસમાં EDને હાથ લાગી મહત્વની કડી
ડીંગુચા કેસમાં EDને હાથ લાગી મહત્વની કડી
ઝઘડિયા ભાજપ પ્રમુખ સામે સાંસદ મનસુખ વસાવાનો વિરોધ
ઝઘડિયા ભાજપ પ્રમુખ સામે સાંસદ મનસુખ વસાવાનો વિરોધ
અમદાવાદ પોલીસે 77 ગુનાહિત ઈતિહાસ ધરાવતા લોકોને આપી ચેતવણી
અમદાવાદ પોલીસે 77 ગુનાહિત ઈતિહાસ ધરાવતા લોકોને આપી ચેતવણી
Banaskantha : પાલનપુરમાં ગીઝર ગેસના કારણે 13 વર્ષીય કિશોરીનું મોત
Banaskantha : પાલનપુરમાં ગીઝર ગેસના કારણે 13 વર્ષીય કિશોરીનું મોત
g clip-path="url(#clip0_868_265)">