હોંગકોંગમાં કોરોનાથી હાહાકાર, હોસ્પિટલ ફૂલ થતા રસ્તા પર ઇલાજ કરવાનો વારો આવ્યો

|

Feb 20, 2022 | 10:16 PM

નોંધનીય છે કે થોડા દિવસો પહેલા હોંગકોંગમાં લુનર ન્યૂ યર પર લોકોની ભારે ભીડ એકઠી થઇ હતી. લોકો ભીડ વચ્ચે મસ્તી કરતા જોવા મળ્યા હતા.

હોંગકોંગમાં કોરોનાથી હાહાકાર, હોસ્પિટલ ફૂલ થતા રસ્તા પર ઇલાજ કરવાનો વારો આવ્યો
Hong Kong Covid surge is overwhelming hospitals

Follow us on

કોરોના વાયરસનો (Coronavirus) કહેર અટકવાનું નામ નથી લઈ રહ્યો. વર્ષ 2019 થી તેણે તબાહી મચાવવાનું શરૂ કર્યું છે એ હજી પણ યથાવત છે. ભારતમાં પણ બીજી લહેર દરમિયાન કોરાનાએ ભારે વિનાશ સર્જ્યો હતો. જો કે ભારતમાં કોરાનાના ત્રીજી લહેરની ગતિ ધીમી પડી છે. પરંતુ હવે હોંગકોંગમાં (Hong Kong) ઓમિક્રોનના કેસોએ ચિંતા વધારી છે. અહેવાલો અનુસાર, હોંગકોંગમાં કોરોના(Corona)  રોગચાળાએ ઘાતક સ્વરૂપ ધારણ કર્યું છે. અહીં કોરોના દર્દીઓની સારવાર માટે હોસ્પિટલોમાં જગ્યા નથી. સ્થિતિ એવી બની છે કે દર્દીઓને હોસ્પિટલની બહાર સારવાર આપવામાં આવી રહી છે.

હોંગકોંગમાં લોકોને કોવિડ-19 ટેસ્ટ માટે લાંબી કતારોમાં ઉભા રહેવું પડે છે. ચીનની જેમ અહીં પણ ઝીરો-કોવિડ પોલિસીનું પાલન કરવામાં આવ્યું હતું. પરંતુ તેમ છતાં લોકોને આવા ખરાબ સંકટમાંથી પસાર થવું પડે છે. અહીં જુદા જુદા ભાગોમાં લોકડાઉન લાદવામાં આવ્યું છે, જેથી ચેપને ફેલાતો અટકાવી શકાય. હોંગકોંગની સરકાર કોરોના મહામારીની પાંચમી લહેરનો સામનો કરવા માટે સંઘર્ષ કરી રહી છે. ખાસ વાત એ છે કે ત્યાંના મોટાભાગના દર્દીઓ ઓમિક્રોનથી સંક્રમિત છે.

નોંધનીય છે કે થોડા દિવસો પહેલા હોંગકોંગમાં લુનર ન્યૂ યર પર લોકોની ભારે ભીડ એકઠી થઇ હતી. લોકો ભીડ વચ્ચે મસ્તી કરતા જોવા મળ્યા હતા. આ દરમિયાન એકઠી થયેલી ભીડને કારણે દેશમાં અચાનક કોરોના સંક્રમિતોની સંખ્યામાં ઝડપથી વધારો થયો.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

હોંગકોંગ આ દિવસોમાં કોરોનાના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. આ મહિને દૈનિક ચેપના કેસોમાં 60 ગણો વધારો નોંધાયો છે. ચીનના શહેરોએ હોંગકોંગના લોકોનો પ્રવેશ નકારી દીધો છે. તેઓ કહે છે કે તેમને દેશમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં. તમને જણાવી દઈએ કે હોંગકોંગમાં લગભગ 11 સરકારી હોસ્પિટલો છે જ્યાં બેડ ભરેલા છે. આ સાથે ઈમરજન્સી સેવા પણ હાઈ એલર્ટ પર છે.

આ પણ વાંચો –

Covid Update : એક દિવસમાં 20 હજારથી ઓછા નોંધાયા કેસ, પરંતુ મૃત્યુના આંકડા સાબિત કરે છે હજુ પણ ખતરો

આ પણ વાંચો –

Canada: વેક્સીન ‘સ્વતંત્રતા’ માટે ખતરો ! વેક્સિન સામે વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓની ધરપકડ શરૂ

આ પણ વાંચો –

Corona Vaccination: દેશની 80 ટકા પુખ્ત વસ્તીને કોરોના રસીના બંને ડોઝ મળ્યા – આરોગ્ય મંત્રીએ માહિતી આપી

Next Article