AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શા માટે ધ્રૂજી રહ્યો છે હિમાલય? 1 મહિનામાં 130થી વધુ ભૂકંપના આંચકા !

ઓગસ્ટ મહિનામાં હિમાલય ક્ષેત્રમાં 130 થી વધુ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) એ એક અહેવાલ બહાર પાડ્યો છે અને ભારત વિશે પણ ચોંકાવનારી માહિતી આપી છે.

શા માટે ધ્રૂજી રહ્યો છે હિમાલય? 1 મહિનામાં 130થી વધુ ભૂકંપના આંચકા !
Himalaya 130 EarthquakesImage Credit source: iStock
| Updated on: Sep 02, 2026 | 8:07 AM
Share

26 ઓગસ્ટના રોજ નેપાળમાં આવેલા વિનાશક પૂરમાં સત્તાવાર મૃત્યુઆંક 1,000 થી પણ વધુ થઈ ગયો છે અને 4,000 થી વધુ લોકો ગુમ થયાના અહેવાલ છે. નેપાળના પૂરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કામગીરી ચાલુ છે અને કાટમાળ નીચે દટાયેલા મૃતદેહો શોધવા માટે સ્નિફર ડોગ્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. દરમિયાન લોકો આપત્તિમાંથી બચી ગયેલા તેમના ઘરોમાં પાછા ફરવાનું શરૂ કરી દીધું છે. લોકો તેમના ઘરો સાફ કરી રહ્યા છે. જો કે, પૂરથી ફક્ત થોડા ઘરોને ઓછું નુકસાન થયું હતું અથવા તો નાશ પણ થયો હતો. વધુમાં, ભારત અને નેપાળની બચાવ ટીમો લેંગટાંગ ટનલની અંદર 185 મીટર સુધી પહોંચી છે, જ્યાં ઘણા કામદારો ફસાયેલા હોવાના અહેવાલ છે.

આ આપત્તિ વચ્ચે સૌથી આઘાતજનક ઘટના એ છે કે ઓગસ્ટમાં હિમાલય ક્ષેત્રમાં 130 થી વધુ ભૂકંપ અનુભવાયા હતા. આ માહિતી નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) દ્વારા પૂરી પાડવામાં આવી હતી. જે દેશભરમાં ભૂકંપની ગતિવિધિઓનું નિરીક્ષણ કરે છે અને ભૂકંપશાસ્ત્રીય સંશોધન કરે છે.

ભારતના હિમાલય ક્ષેત્રમાં 63 ભૂકંપ

NCS એ તેના માસિક અહેવાલમાં જણાવ્યું કે ઓગસ્ટમાં સમગ્ર હિમાલય પ્રદેશ અને તેની નજીકના હિન્દુકુશ-પામીર ક્ષેત્રમાં 130 ભૂકંપ આવ્યા હતા, જેમાં ભારતના હિમાલય ક્ષેત્રમાં સૌથી વધુ 63 ભૂકંપ નોંધાયા હતા, જ્યારે લદ્દાખ, જમ્મુ અને કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં આવી 36 ઘટનાઓ નોંધાઈ હતી. વધુમાં અફઘાનિસ્તાનમાં 26 અને નેપાળમાં 10 ભૂકંપ અનુભવાયા હતા.

મોટાભાગના ભૂકંપ ઓછી તીવ્રતાના હતા

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અહેવાલ આપે છે કે આમાંથી મોટાભાગના ભૂકંપ હળવા, એટલે કે ઓછી તીવ્રતાના હતા. જો કે, 13 ઓગસ્ટના રોજ, લદ્દાખમાં 5.5 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો અને તે જ દિવસે 4.3 ની તીવ્રતાનો ભૂકંપ પણ અનુભવાયો હતો. હિમાચલ અને જમ્મુ અને કાશ્મીરના વિસ્તારોમાં પણ આવી જ ઘટનાઓ જોવા મળી હતી. હવે એક જ મહિનામાં આટલા બધા ભૂકંપો એ પ્રશ્ન ઉઠાવે છે કે શું આ કોઈ મોટી આપત્તિનો સંકેત છે? શું આ ભૂકંપો નેપાળમાં જે બન્યું તેના કરતાં મોટી કોઈ દુર્ઘટના તરફ ઈશારો કરે છે?

આ પણ વાંચો, ગુજરાતમાં ભેળસેળનો ખેલ, સ્વાસ્થ્ય સામે ખતરો અને તંત્રના કડક પગલાં, જુઓ Video

Follow Us
g clip-path="url(#clip0_868_265)">