ભારતની કાર્યવાહી બાદ પાકિસ્તાનમાં દૂધ અને ટામેટાના ભાવમાં વધારો થયો હતો હવે પાક.માં પેટ્રોલનો ભાવ જાણીને ચોંકી જશો

|

May 05, 2019 | 7:28 AM

14 ફેબ્રુઆરીએ પુલવામામાં થયેલા આતંકી હુમલા પછી પાકિસ્તાન મોંઘવારીની માર સહન કરી રહ્યું છે. આ હુમલાથી પાકિસ્તાનની આર્થિક સ્થિતી ખુબ નબળી પડી છે. મોસ્ટ ફેવર્ડ નેશન(MFN)નો દરજ્જો છીનવીને અને ભારત દ્વારા પાકિસ્તાનથી આયાત થતા બધા જ સામાન પર 200% ભાવવધારો કરવાથી પાકિસ્તાનને ઝટકો લાગ્યો હતો. હવે પાકિસ્તાનમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પોંહચ્યા છે. TV9 […]

ભારતની કાર્યવાહી બાદ પાકિસ્તાનમાં દૂધ અને ટામેટાના ભાવમાં વધારો થયો હતો હવે પાક.માં પેટ્રોલનો ભાવ જાણીને ચોંકી જશો

Follow us on

14 ફેબ્રુઆરીએ પુલવામામાં થયેલા આતંકી હુમલા પછી પાકિસ્તાન મોંઘવારીની માર સહન કરી રહ્યું છે. આ હુમલાથી પાકિસ્તાનની આર્થિક સ્થિતી ખુબ નબળી પડી છે.

મોસ્ટ ફેવર્ડ નેશન(MFN)નો દરજ્જો છીનવીને અને ભારત દ્વારા પાકિસ્તાનથી આયાત થતા બધા જ સામાન પર 200% ભાવવધારો કરવાથી પાકિસ્તાનને ઝટકો લાગ્યો હતો. હવે પાકિસ્તાનમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પોંહચ્યા છે.

TV9 Gujarati

ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન

 

પાકિસ્તાનની આર્થિક સમન્વય સમિતિ(ECC)ને પેટ્રોલના ભાવમાં 9 રૂપિયાનો વધારો પ્રતિલીટરનો વધારાની જાહેરાત કરી છે. પાકિસ્તાનમાં 1 લીટર પેટ્રોલની કિંમત 99 રૂપિયાથી વધીને હવે 108 રૂપિયા પ્રતિ લીટર પર પોંહચી ગઈ છે. ત્યારે ડીઝલની કિંમતમાં 4.89 રૂપિયા પ્રતિલીટર સુધી વધી છે.

તેની સાથે જ કેરોસિનની કિંમતમાં 7.46 રૂપિયા પ્રતિલીટર વધી છે. પાકિસ્તાનમાં 1 લીટર દૂધની કિંમત 180 રૂપિયા લીટર સુધી પોંહચી ગઈ હતી, ત્યારે ટામેટાના ભાવ 100 રૂપિયા પ્રતિ કીલોએ પોંહચ્યા હતા.

આ પણ વાંચો: ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા પીવાના શુદ્ધ પાણીની માગ સાથે આમરણાંત ઉપવાસ પર બેસ્યા, ડૉક્ટરોએ કહ્યું શુગર લેવલ વધુ છે

આંતરરાષ્ટ્રીય બજારમાં કાચાતેલની કિંમતોમાં થઈ રહેલા વધારાને લીધે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઓઈલ એન્ડ ગેસ રેગ્યુલેટરી ઓથોરિટીએ પેટ્રોલની કિંમતમાં 14 રૂપિયા પ્રતિ લીટર સુધીનો વધારો કરવાની માંગ કરી હતી પણ એવું થયું નહી. વડાપ્રધાન ઈમરાન ખાને આ મામલો આર્થિક સમન્વય સમિતિની પાસે મોકલ્યો હતો. ત્યારબાદ 9 રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.

IMFની ટીમ ઈસ્લામાબાદ પોંહચી હતી. આ ટીમ પાકિસ્તાનને 800 કરોડ ડૉલરની મદદ કરવા માટે વિચાર કરવા માટે આવી છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનને ચીન સહિત અન્ય મિત્ર દેશોથી 910 કરોડ ડૉલરની મદદ મળી ચૂકી છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article