પુતિનની પીસી પહેલા યુક્રેનમાં હેલિકોપ્ટર અકસ્માત, હુમલાના ષડયંત્રની શકયતા : યુક્રેન ગૃહ મંત્રાલય

|

Jan 18, 2023 | 3:40 PM

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે રાજધાની કિવ પાસે એક મોટો હેલિકોપ્ટર અકસ્માત થયો છે. બાળકોની શાળા પાસે હેલિકોપ્ટર પડ્યું હતું, જેમાં ઘણું નુકસાન થયું હતું અને બાળકો સહિત ઘણા લોકોના મોત થયા હતા.

પુતિનની પીસી પહેલા યુક્રેનમાં હેલિકોપ્ટર અકસ્માત, હુમલાના ષડયંત્રની શકયતા : યુક્રેન ગૃહ મંત્રાલય
યુક્રેનમાં હેલિકોપ્ટર ક્રેશ

Follow us on

રશિયાના સતત હુમલા વચ્ચે યુક્રેન માટે ખરાબ સમાચાર છે. હુમલાઓ વચ્ચે, રાજધાની કિવની નજીકના બ્રોવરી શહેરમાં બુધવારે એક મોટી હેલિકોપ્ટર દુર્ઘટના થઈ હતી, જેમાં સ્થાનિક આંતરિક મંત્રી સહિત ઓછામાં ઓછા 18 લોકો માર્યા ગયા હતા. યુક્રેને આ ઘટનાની સત્તાવાર પુષ્ટિ કરી છે. યુક્રેનના ગૃહ મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે આ દુર્ઘટનામાં ષડયંત્રની શક્યતાને નકારી શકાય નહીં. રહેણાંક વિસ્તારમાં થયેલા અકસ્માતમાં 10 બાળકો સહિત બે ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

યુક્રેન પર રશિયન સૈન્ય હુમલાઓ વચ્ચે રાજધાની કિવ નજીકના બ્રોવરી શહેરમાં બુધવારે એક મોટી હેલિકોપ્ટર દુર્ઘટનામાં સ્થાનિક ગૃહ પ્રધાન ડેનિસ મોનાસ્ટિર્સ્કી સહિત ઓછામાં ઓછા 18 લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે. મૃતકોમાં ઘણા બાળકો પણ સામેલ છે.

યુક્રેનના રાષ્ટ્રીય પોલીસ વડા ઇહોર ક્લાયમેન્કોએ જણાવ્યું હતું કે ઇમરજન્સી સર્વિસ હેલિકોપ્ટર કિવના પૂર્વ ઉપનગર બ્રોવરીમાં ક્રેશ થયું હતું. જીવ ગુમાવનારા લોકોમાં 9 લોકો હેલિકોપ્ટરમાં મુસાફરી કરી રહ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, હેલિકોપ્ટર દુર્ઘટનામાં ગૃહ પ્રધાન ડેનિસ મોનાસ્ટિર્સ્કી, તેમના નાયબ યેવેન યેનિન અને રાજ્ય સચિવ યુરા લુબકોવિચ માર્યા ગયા હતા. યુક્રેનની સુરક્ષા વિશેષજ્ઞ મારિયા એવડીવાએ ટ્વીટ કરીને જણાવ્યું કે, હેલિકોપ્ટર દુર્ઘટનામાં યુક્રેનના આંતરિક બાબતોના મંત્રી અને નાયબ મંત્રીનું મૃત્યુ થયું છે. ઇમરજન્સી સેવાનું હેલિકોપ્ટર કિન્ડરગાર્ટન પાસે પડતાં આ અકસ્માત થયો હતો. જેમાં 2 બાળકો સહિત 16ના મોત થયા છે. અકસ્માત બાદ ભીષણ આગ હેલિકોપ્ટર બ્રોવરી શહેરમાં રહેણાંક મકાન નજીક ક્રેશ થયું હતું.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

હાલ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે બચાવ કામગીરીમાં લાગેલી છે.સળગતી ઇમારતની અંદર હજુ પણ બાળકો હાજર છે. અમે સંજોગો વિશે માહિતી મેળવી રહ્યા છીએ. આ વીડિયોમાં એક સળગતી ઈમારત દેખાઈ રહી છે. વિડિયોમાં એક રમતનું મેદાન જ્વાળાઓમાં લપેટાયેલું અને હેલિકોપ્ટરના કાટમાળમાં ઢંકાયેલું જોવા મળે છે. રશિયન હુમલામાં પાંચ બાળકો સહિત 44 લોકો માર્યા ગયા હતા દક્ષિણ-પૂર્વ યુક્રેનમાં એક રહેણાંક મકાન પર રશિયા દ્વારા કરવામાં આવેલા મિસાઈલ હુમલામાં પાંચ બાળકો સહિત કુલ 44 લોકો માર્યા ગયા હતા. બહુમાળી ઇમારતમાં લગભગ 1,700 લોકો રહેતા હતા અને અંતિમ મૃત્યુઆંકમાં હુમલા પછી ગુમ થયેલા બે ડઝન લોકોનો સમાવેશ થાય છે, એમ તેમણે જણાવ્યું હતું.

(ઇનપુટ-ભાષાંતર)

Next Article