હિંમત હાર્યુ હમાસ, યુદ્ધવિરામની તમામ શરતોને રાખી માન્ય, હવે ઈઝરાયેલ કરશે આખરી ફેંસલો

|

May 07, 2024 | 7:27 AM

હમાસ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેણે કતાર અને ઇજિપ્તને પણ આ નિર્ણય વિશે જાણ કરી છે, જેઓ હમાસ અને ઇઝરાયેલ વચ્ચે મધ્યસ્થી તરીકે કામ કરી રહ્યા હતા.

હિંમત હાર્યુ હમાસ, યુદ્ધવિરામની તમામ શરતોને રાખી માન્ય, હવે ઈઝરાયેલ કરશે આખરી ફેંસલો

Follow us on

ઈઝરાયેલના અનેક વિનાશક હુમલાઓથી તબાહ થયેલા હમાસે યુદ્ધવિરામની તમામ શરતો સ્વીકારવાની જાહેરાત કરી છે. હવે ઇઝરાયલે આ અંગે નિર્ણય લેવાનો છે. હમાસ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, તેણે કતાર અને ઇજિપ્તને પણ આ નિર્ણય વિશે જાણ કરી છે, જેઓ હમાસ અને ઇઝરાયેલ વચ્ચે મધ્યસ્થી તરીકે કામ કરી રહ્યા હતા. જો કે તેની સ્થિતિ શું હશે અને પેલેસ્ટાઈન અને ઈઝરાયેલના બંધકોનું શું થશે તે અંગે કોઈ સ્પષ્ટ માહિતી આપવામાં આવી નથી.

હમાસે તેની સત્તાવાર વેબસાઈટ પર જાહેર કરેલા નિવેદનમાં, યુદ્ધવિરામની તમામ શરતો સ્વીકારવાની પુષ્ટિ કરી છે. હમાસના નેતા ઈસ્માઈલ હનીયેહનું કહેવું છે કે, કતારના વડાપ્રધાન શેખ મોહમ્મદ અબ્દુલરહમાન અલ થાની અને ઈજિપ્તના મંત્રી અબ્બાસ કામેલ સાથેની ટેલિફોન વાતચીતમાં આ માહિતી આપવામાં આવી છે. હવે ઇઝરાયલે આ અંગે નિર્ણય લેવાનો છે.

મધ્ય ગાઝામાં રાહતનું વાતાવરણ

હમાસે યુદ્ધવિરામની તમામ શરતો સ્વીકારી લીધી હોવાની જાહેરાત કર્યા બાદ મધ્ય ગાઝામાં ખુશીનો માહોલ છે. BBBના અહેવાલ મુજબ, અલ અક્સા હોસ્પિટલની બહાર લોકોની ભીડ એકઠી થઈ ગઈ છે. બાળકો આનંદથી કૂદી રહ્યા છે. લોકો નાચી રહ્યા છે. જો કે તેઓ હજુ સુધી તેઓ જાણતા નથી કે આ યુદ્ધવિરામ તેમના માટે કેટલુ લાભદાયી છે, તેમ છતાં યુદ્ધવિરામની જાહેરાત ગાઝાના લોકોને રાહત તરીકે આવી છે.

યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક
જસપ્રીત બુમરાહ કરતા 7 ગણો વધુ અમીર છે ઓસ્ટ્રેલિયન કેપ્ટન

ગાઝા સુધી નથી પહોંચી સહાય

ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધને કારણે ગાઝા સુધી મદદ પહોંચી રહી ન હતી. વાસ્તવમાં, સોમવારે ઇઝરાયલે ગાઝા પહોંચવા માટે મદદ માટેના માર્ગ કેરેમ શાલોમને બંધ કરી દીધો હતો. ઈઝરાયેલની દલીલ એવી હતી કે હમાસે એક દિવસ પહેલા જ અહીં રોકેટ છોડ્યા હતા, જેમાં 4 ઈઝરાયેલ સૈનિકો શહીદ થયા હતા. આ કારણોસર આ માર્ગ બંધ કરવામાં આવ્યો હતો. જો કે, જ્યારે સહાય ગાઝા સુધી પહોંચી શકી ન હતી, ત્યારે યુએસ પ્રમુખ જો બાઈડને, નેતન્યાહુ સાથે વાત કરી અને ખાતરી આપી કે ઇઝરાયેલ ટૂંક સમયમાં આ માર્ગ ખોલશે. બાઈડને કહ્યું હતું કે નેતન્યાહુ માનવતાવાદી સહાય માટે આ માર્ગ ખોલવા માટે સંમત છે.

Next Article