હાફિઝ સઈદને 36 વર્ષ જેલમાં પસાર કરવા પડશે! પાકિસ્તાની કોર્ટે એક કેસમાં વધુ 15 વર્ષની સજા ફટકારી

|

Dec 24, 2020 | 11:09 PM

મુંબઈ આતંકી હુમલાના માસ્ટરમાઈન્ટ અને જમાત-ઉદ-દાવાના પ્રમુખ હાફિઝ સઈદને (Hafiz Saeed) પાકિસ્તાનના વધુ એક આતંકવાદ વિરોધી કેસમાં 15 વર્ષની સજા સંભળાવી છે.

હાફિઝ સઈદને 36 વર્ષ જેલમાં પસાર કરવા પડશે! પાકિસ્તાની કોર્ટે એક કેસમાં વધુ 15 વર્ષની સજા ફટકારી
Hafiz Saeed (File Image)

Follow us on

મુંબઈ આતંકી હુમલાના માસ્ટરમાઈન્ટ અને જમાત-ઉદ-દાવાના પ્રમુખ હાફિઝ સઈદને (Hafiz Saeed) પાકિસ્તાનના વધુ એક આતંકવાદ વિરોધી કેસમાં 15 વર્ષની સજા સંભળાવી છે. લાહોરની એન્ટી ટેરેરિઝ્મ કોર્ટે (Anti Terrorism Court) સઈદ પર 2 લાખ પાકિસ્તાની રૂપિયાનો દંડ લગાવ્યો છે. સઈદને પહેલા જ 4 ટેરર ફાઈનાન્સિંગ (Terror Financing) કેસોમાં 21 વર્ષ જેલની સજા સંભળાવવામાં આવી ચૂકી છે.

 

આ પણ વાંચો: રબારી સમાજના ધર્મગુરૂ બળદેવગીરીજી બાપુ બ્રહ્મલીન થયા, લાંબા સમયથી હતા બીમાર

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

 

કોર્ટના એક અધિકારીએ કહ્યું કે જમાત ઉદ દાવાના 5 નેતાઓને સજા સંભળાવી, જેમાં તેમના પ્રમુખ હાફિઝ સઈદ પણ સામેલ હતો. હવે સઈદને લાહોરની કોટ લખપત જેલમાં 5 આતંકવાદી ફાઈનાન્સિંગ કેસમાં 36 વર્ષથી વધારે જેલની સજા ભોગવવી પડશે. સઈદનું જમાત-ઉદ-દાવા, લશ્કર-એ-તોયબા પ્રમુખ સંગઠન છે. જેની મુંબઈ આતંકી હુમલામાં મહત્વની ભૂમિકા હતી. 2008માં થયેલા આ હુમલામાં 166 લોકોએ જીવ ગુમાવ્યા હતા. તેમાં 6 અમેરિકી પણ સામેલ હતા.

Next Article