બે વ્યક્તિએ કચ્છમાંથી પાકિસ્તાન ફોન કર્યો તો ATSની ટીમે ઉઠાવી લીધા!

|

Jun 28, 2019 | 11:31 AM

પાકિસ્તાન અને ભારત વચ્ચે થનારી કોઈપણ વાતચીત પર ગુપ્તચર એજન્સીની નજર હોય છે. પાકિસ્તાન સાથે વાત કરીને સંપર્ક સાધવા બદલ પોલીસે કચ્છનાં બે વ્યક્તિને ઉત્તરપ્રદેશ અને ગુજરાત એટીએસ દ્વારા સર્ચ ઓપરેશન દ્વારા ઉઠાવી લેવાયા છે. જાણવા મળી રહ્યું છે આ પકડાયેલા એક તો સતત પાકિસ્તાન સાથે સંપર્કમાં હોવાથી તેની બીજી વાર અટકાયત કરવામાં આવી છે. […]

બે વ્યક્તિએ કચ્છમાંથી પાકિસ્તાન ફોન કર્યો તો ATSની ટીમે ઉઠાવી લીધા!

Follow us on

પાકિસ્તાન અને ભારત વચ્ચે થનારી કોઈપણ વાતચીત પર ગુપ્તચર એજન્સીની નજર હોય છે. પાકિસ્તાન સાથે વાત કરીને સંપર્ક સાધવા બદલ પોલીસે કચ્છનાં બે વ્યક્તિને ઉત્તરપ્રદેશ અને ગુજરાત એટીએસ દ્વારા સર્ચ ઓપરેશન દ્વારા ઉઠાવી લેવાયા છે. જાણવા મળી રહ્યું છે આ પકડાયેલા એક તો સતત પાકિસ્તાન સાથે સંપર્કમાં હોવાથી તેની બીજી વાર અટકાયત કરવામાં આવી છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

એટીએસની ટીમ દ્વારા જે બે વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે તેમાં એક અબડાસાનો વ્યક્તિ છે. જ્યારે અન્ય એક યુવક નખત્રાણાનો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે શું વાત કરવામાં આવી તેને લઈને એટીએસ દ્વારા પૂછપરછ કરાઈ રહી છે. કચ્છમાંથી પાકિસ્તાનમાં જે વાતચીત થાય છે તેની પર ચાપતી નજર રાખવામાં આવે છે અને યુપીની એટીએસ દ્વારા ગુજરાત એટીએસને સૂચના આપવામાં આવી હતી અને આ લોકોને કચ્છમાં જ પકડી લેવામાં આવ્યા હતા.

આ પણ વાંચો:  મુંબઈમાં પડ્યો એવો વરસાદ કે વાહનો પણ ડૂબી ગયા, જુઓ VIDEO

હાલ બંને જે લોકો પકડાયા છે તેના મોબાઈલની તપાસ અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી છે અને પાકિસ્તાનમાં જે ફોન કરવામાં આવ્યો તે શા માટે કરવામાં આવી અને તેમાં શું વાત કરી તેને લઈને પણ પોલીસ વિભાગ દ્વારા જાણકારી મેળવવામાં આવી રહી છે. કચ્છ હંમેશા સંવેદનશીલ વિસ્તાર હોવાથી આ વખતે પણ કોઈ નવો ખૂલાસો એજન્સીની તપાસમાં થઈ શકે છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article