ખુશખબરી… અમેરિકી કંપની ફાઈઝરનો દાવો, ત્રીજા ચરણમાં કોરોના વેક્સીન 90 ટકા સફળ

|

Nov 09, 2020 | 11:03 PM

દુનિયાભરમાં લોકો કોરોના વેક્સીનની રાહ જોઈ રહ્યા છે. દેશ અને વિદેશમાં ઘણી મોટી-મોટી કંપનીઓ વેક્સીનનો ટ્રાયલ કરી રહી છે. તેની વચ્ચે એક સારા સમાચાર સામે આવ્યા છે કે ફાઈઝર કંપનીએ દાવો કર્યો છે કે તેમની વેક્સીનના ટ્રાયલ દરમિયાન હજારો વોલન્ટિયર્સમાંથી લગભગ 90 ટકા પર યોગ્ય કામ કર્યુ અને સંક્રમણને ઠીક કરી દીધું. ફાઈઝરની વેક્સીનના ટ્રાયલમાં […]

ખુશખબરી... અમેરિકી કંપની ફાઈઝરનો દાવો, ત્રીજા ચરણમાં કોરોના વેક્સીન 90 ટકા સફળ

Follow us on

દુનિયાભરમાં લોકો કોરોના વેક્સીનની રાહ જોઈ રહ્યા છે. દેશ અને વિદેશમાં ઘણી મોટી-મોટી કંપનીઓ વેક્સીનનો ટ્રાયલ કરી રહી છે. તેની વચ્ચે એક સારા સમાચાર સામે આવ્યા છે કે ફાઈઝર કંપનીએ દાવો કર્યો છે કે તેમની વેક્સીનના ટ્રાયલ દરમિયાન હજારો વોલન્ટિયર્સમાંથી લગભગ 90 ટકા પર યોગ્ય કામ કર્યુ અને સંક્રમણને ઠીક કરી દીધું. ફાઈઝરની વેક્સીનના ટ્રાયલમાં સામેલ થયેલા હજારો વોલન્ટિયર્સના રિપોર્ટનો અભ્યાસ કરવામાં આવ્યો. જેમાં સામે આવ્યું કે 90 ટકા વોલન્ટિયર્સ પર દવા કારગર સાબિત થઈ અને તેની અસર પણ પોઝિટીવ રહી.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

BioNTechના સહ સંસ્થાપક અને મુખ્ય કાર્યકારી ઉગુર સાહિને તેને એક મહાન દિવસ ગણાવ્યો. તેમને કહ્યું કે આ એક સૌથી સારૂ અને સંભવ પરિણામ છે. આજે વિજ્ઞાન અને માનવતા માટે એક મહાન દિવસ છે. ત્યારે ફાઈઝર કંપનીના અધ્યક્ષ અને સીઈઓ અલ્બર્ટ બોરલાએ નિવેદનમાં કહ્યું કે અમારા ત્રીજા ચરણના ટ્રાયલના પ્રથમ સેટમાં ઘણા પુરાવા મળ્યા છે. જેનાથી જાણવા મળ્યું કે તે કોરોના વાઈરસને રોકવામાં પ્રભાવી છે. અમેરિકી દવા કંપની ફાઈઝર અને જર્મનીની બાયોટેક ફર્મ બાયોએનટેક મળી કોરોના વાઈરસની વેક્સીન પર કામ કરી રહ્યા છે. તેમની વેક્સીનના ત્રીજા ચરણનું ટ્રાયલ ચાલી રહ્યું છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article