H-1B વિઝાથી વંચિત સેંકડો ભારતીય આઇટી પ્રોફેશનલ્સ માટે સારા સમાચાર, અમેરિકા બાહાર પાડશે બીજી લોટરી

|

Jul 31, 2021 | 2:36 PM

સેંકડો ભારતીય આઇટી પ્રોફેશનલ્સ માટે રાહતના સમાચાર છે. જે લોકોને અગાઉની પસંદગીમાં H-1B વિઝા મેળવી શક્યા નથી. તેઓ માટે યુએસ H-1B વિઝા અરજદારો માટે બીજી લોટરીનું આયોજન કરશે.

H-1B વિઝાથી વંચિત સેંકડો ભારતીય આઇટી પ્રોફેશનલ્સ માટે સારા સમાચાર, અમેરિકા બાહાર પાડશે બીજી લોટરી
પ્રતિકાત્મક તસવીર

Follow us on

સેંકડો ભારતીય આઇટી પ્રોફેશનલ્સ માટે રાહતના સમાચાર છે. જે લોકોને અગાઉની પસંદગીમાં H-1B વિઝા મેળવી શક્યા નથી. અમેરિકન સિવિલ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ (યુએસસીઆઇએસ) એ કહ્યું છે કે, યુએસ H-1B વિઝા અરજદારો માટે બીજી લોટરીનું આયોજન કરશે.

યુએસસીઆઈએસએ ગુરુવારે જણાવ્યું હતું કે, આ વર્ષની શરૂઆતમાં યોજાયેલા H-1B વિઝા માટે કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો દરમિયાન કોંગ્રેસ દ્વારા માન્ય H-1B વિઝાની પૂરતી સંખ્યા પ્રાપ્ત થઈ નથી. તેથી બીજો ડ્રો કરવાનો નિર્ણય લેવાયો છે. H-1B વિઝા એક બિન-સ્થળાંતરિત વિઝા છે જે યુએસ કંપનીઓને વિદેશી કામદારોને વિશિષ્ટ વ્યવસાયોમાં રોજગારી આપવા માટે પરવાનગી આપે છે જેને સૈદ્ધાંતિક અથવા તકનીકી કુશળતાની જરૂર હોય છે.

મહત્વનું છે કે, ભારત અને ચીન જેવા દેશોમાંથી દર વર્ષે હજારો લોકોને નોકરી આપવા માટે ટેકનોલોજી કંપનીઓ આ વિઝા પર આધાર રાખે છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

USCISએ કહ્યું કે, અમે તાજેતરમાં નક્કી કર્યું છે કે નાણાકીય વર્ષ 2022ના આંકડાકીય ફાળવણી સુધી પહોંચવા માટે અમારે વધારાની નોંધણીઓ પસંદ કરવાની જરૂર છે. નવા ડ્રો માટે અરજીઓ 2 ઓગસ્ટથી 3 નવેમ્બર સુધી કરી શકાશે. HB વિઝા માટે વાર્ષિક મર્યાદા 65,000 વિઝા નક્કી કરવામાં આવી છે.

 

આ પણ વાંચો: China: ચીટર ચીનનો તાલિબાની નિર્ણય, તિબેટમાં બહાર પાડ્યો ફતવો, ઘર દીઠ એક વ્યક્તિની PLAમાં ભરતી ફરજિયાત

Next Article