Global Youth Development Index: જાણો 181 દેશોની રેન્કિંગમાં ભારત કેટલામાં ક્રમે છે, કયો દેશ છે ટોચ પર

|

Aug 10, 2021 | 9:59 PM

2020 ગ્લોબલ યુથ ડેવલપમેન્ટ ઈન્ડેક્સમાં બહાર આવેલી બાબત એ છે કે, 2010 અને 2018ની સરખામણીમાં વિશ્વમાં યુવાનોની સ્થિતિ 3.1 ટકા સુધરી છે.

Global Youth Development Index: જાણો 181 દેશોની રેન્કિંગમાં ભારત કેટલામાં ક્રમે છે, કયો દેશ છે ટોચ પર
Global Youth Development Index

Follow us on

ગ્લોબલ યુથ ડેવલપમેન્ટ ઇન્ડેક્સની નવીનતમ રેન્કિંગમાં ભારત 122મા ક્રમે છે. લંડનમાં કોમનવેલ્થ સચિવાલયે મંગળવારે 181 દેશોની આ યાદી જાહેર કરી. 2010 અને 2018 વચ્ચે યુવા વિકાસની દ્રષ્ટિએ સુધર કરેલા દેશોની યાદીમાં ભારત ટોચના પાંચમાં છે. આ સિવાય અફઘાનિસ્તાન અને રશિયાના સ્કોરમાં પણ શિક્ષણ અને રોજગારની બાબતમાં સુધારો થયો છે. (Global Youth Development Index: India ranks 122 among 181 countries Singapore is on top)

‘2020 ગ્લોબલ યુથ ડેવલપમેન્ટ ઇન્ડેક્સ’ અનુસાર 2010 અને 2018ની વચ્ચે જે પાંચ દેશોમાં સુધારો થયો છે. તેમાં અફઘાનિસ્તાન, ભારત, રશિયા, ઇથોપિયા અને બુર્કિના ફાસો શામેલ છે. કોમનવેલ્થ સેક્રેટરી જનરલ બેરોનેસ પૈટરિકા સ્કોટલેન્ડે આ પ્રસંગે જણાવ્યું હતું કે, યુવાનો ભવિષ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. સખત મહેનત સાથે તેમની જરૂરિયાતો અને યોગદાન શોધવા તેમના વિકાસ માટે નિર્ણાયક છે. આના દ્વારા, અમે હકારાત્મક અસર સાથે યુવાનોનું ભલું કરીને આપણા બધા માટે વધુ સારું ભવિષ્ય બનાવી શકીશું.

આ ટોચના પાંચ દેશો છે

યુવા વિકાસમાં સિંગાપોર મોખરે છે. વૈશ્વિક રેન્કિંગ મુજબ સિંગાપોર પ્રથમ નંબરે રહ્યું છે. ત્યારબાદ સ્લોવેનિયા, નોર્વે, માલ્ટા અને ડેનમાર્ક આવે છે. જ્યારે ચાડ, મધ્ય આફ્રિકન રિપબ્લિક, દક્ષિણ સુદાન, અફઘાનિસ્તાન અને નાઇજર તળિયે છે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

આ આધારે રેન્કિંગ કરવામાં આવે છે

દેશોને અનુક્રમણિકામાં 0.00થી 1.00 ની વચ્ચે સ્થાન આપવામાં આવ્યું છે. યુવાનોનું શિક્ષણ, રોજગાર, આરોગ્ય, સમાનતા, શાંતિ અને સુરક્ષા અને રાજકીય અને નાગરિક ભાગીદારીના આધારે રેન્કિંગ નક્કી કરવામાં આવે છે. 15 થી 29 વર્ષના વિશ્વના યુવાનોની ચોક્કસ સ્થિતિ જાણવા 27 સૂચકાંકોનો સમાવેશ થાય છે. આ આંકડા કોરોના મહામારી ફાટી નીકળ્યા પહેલાના છે. આવી સ્થિતિમાં, સ્કોટલેન્ડના મહાસચિવ કહે છે કે, આપણે તાત્કાલિક કેટલાક જરૂરી પગલાં લેવા પડશે, નહીં તો રોગચાળા પહેલા જોવામાં આવેલા લાભો વ્યર્થ જશે.

2020 ગ્લોબલ યુથ ડેવલપમેન્ટ ઈન્ડેક્સમાં બહાર આવેલી બીજી બાબત એ છે કે, 2010 અને 2018ની સરખામણીમાં વિશ્વમાં યુવાનોની સ્થિતિ 3.1 ટકા સુધરી છે. એકંદરે, અનુક્રમણિકા દર્શાવે છે કે 2010થી યુવાનો શાંતિ પ્રક્રિયાઓ સુધારી રહ્યા છે અને તેમના શિક્ષણ, રોજગાર અને આરોગ્યમાં સુધારો કરી રહ્યા છે. આ દરમિયાન સ્વાસ્થ્યમાં સૌથી વધુ સુધારો આવ્યો છે. વિશ્વભરમાં, તેમાં 4.39 ટકાનો વધારો થયો છે અને યુવાનોના મૃત્યુ દરમાં 1.6 ટકાનો ઘટાડો થયો છે. વૈશ્વિક શિક્ષણમાં પણ 3 ટકા અને દક્ષિણ એશિયામાં સૌથી વધુ 16 ટકાનો સુધારો થયો છે.

 

આ પણ વાંચો: PMUY Ujjwala Yojana 2021: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉજ્જવલા 2.0 યોજનાનો વર્ચ્યુઅલ પ્રારંભ કર્યો

આ પણ વાંચો: GUJARAT : અંકલેશ્વરમાં કોવેક્સીન રસીનું થશે ઉત્પાદન, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ કરી જાહેરાત

Next Article